૮૮ વર્ષ ની મહિલા ને પ્લેન માં બેસવાથી થઈ તકલીફ, યુવકે જે કર્યું એ વાંચવા જેવું છે

હમેશા જયારે અપને કોઈ ની મદદ કરતા હોય ત્યારે એનું ફળ ઉપર વાળા આપી દેશે પણ કોઈ ની મદદ કરવા માટે જીગર જોઈએ. અને ખાસ કરીને જયારે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય. ક્યારેક અપને મુસાફરી કરતા હોય તો કોય વૃધ્ધ વ્યક્તિ ઉભા હોય તો એને બેસવાની જગ્યા આપીએ અથવા કોઈ ગર્ભવતી મહિલા હોય એને પણ બેસવાની જગ્યા આપીએ છીએ. હાલમાં આવી જ તસ્વીરો સોસીયલ મીડિયા પર વાયરલ થઈ  રહી છે. પ્લેન માં મુસાફિર કરતી આ વૃધ્ધ મહિલા ને તકલીફ તાવથી પોતાના બિઝનસ ક્લાસ ની જગ્યા છોડી ને કોઈ વૃધ્ધ ને આપવી એના માટે જીગર જોઈએ. ચાલો જાણીએ પૂરી વાત.

ન્યુયોર્ક થી લંડન તરફ જઈ રહેલી ” વર્જિન એટલાન્ટીક ” નામની ફ્લાઈટ માં ૮૮ વર્ષ ની વાયલેટ નામની  મહિલા  મુસાફરી કરી રહી હતી. જેને હાલમાં જ ઘુટણ નું ઓપરેશન કરાવેલું હતું. જેથી આ મહિલા ને પ્લેન માં મુસાફરી કરતા તેને ઇકોનોમિકસ ક્લાસ માં બેસવાથી તેમને તકલીફ પડતી હતી. જયારે આ વાત જેક લિટિલજોન  નમન અન્ય મુસાફર ને ખબર પડી તો એમને કૈક એવું કરી બતાવ્યું જે જાણી ને તમને બધા ને ખુશી થાશે..

જેક હમેશા બિઝનસ ક્લાસ માં જ સફર કરવાનું પસંદ કરે છે, ઈકોનોમી ક્લાસ ની સીટ અને બિઝનસ ક્લાસ ની સીટ બંને માં પ્રાઈઝ માં બહુ જ ફેર હોય છે. અને બિઝનસ ક્લાસ ની સીટ બેસવામાં વધારે અરમ દાયક હોય છે. અને ઈકોનોમી ક્લાસ ની સીટ માં બેસવું એટલું આરામદાયક નાથી હોતું. જયારે આ વાત ની ખબર બિઝનસ ક્લાસ માં બેઠેલા જેક ને થઈ કે દાદી ને ગોઠણ નું ઓપરેશન કરેલું હોવાથી બેસવામાં તકલીફ પડે છે. ત્યારે તેને પોતાની સીટ પર બેસી જવા કહ્યું અને દાદી જોર થી હસવા લાગ્યા તેને થયું આ યુવક મજાક કરે છે. પછી જયારે દાદી તે સીટ પર બેઠા તો તેમની ખુશી જોવા જ્રવી હતી..

 આ પૂરી જાણકારી એમી નામની મહિલા જે તે ફ્લાઈટ માં કામ કરતી હતી. તેને પૂરી વાત ફેસબુક ના માધ્યમ થી બધા સાથે શેર કરી. તેને કહ્યું કે હું રોજ ફ્લાઈટ માં સફર કરું છું ઘણા બોલીવુડ અને હોલીવુડ ના સ્ટાર,  ક્રિકેટર,  મોડલ્સ આવતા હોય છે. પણ  આ સફર એમના જીવન નો યાદગાર સફર છે.  ૮૮ વર્ષ ના વાયલેટ વૃધ્ધ્દ મહિલા જે પોતાની દીકરી ને મળવા જઈ રહ્યા હતા. પણ તેમને ગોઠણ નું ઓપરેશન કરાવેલું હોવાથી તેમને બેસવામાં તકલીફ પડી રહી હતી.. ત્યારે બિઝનસ ક્લાસ માં મુસાફરી કરતા જેક એમની સીટ આ વૃધ્ધ ને આપી દીધી..

સોસીયલ મીડિયા પર છવાયેલો આ સાધારણ માણસ પોતાની દરિયાદિલી થી ચારે બાજુ થી વાહ વાહ લુટી રહ્યો છે. ક્યારેક કોઈ ની મદદ કરવાથી જો વખાણ નહિ પણ મનને આનંદ ની અનુભૂતિ થાય તેથી બંને ત્યારે થઇ શકે એટલી મદદ બીજા ની કરવી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!