કૌન બનેગા કરોડપતિનાં આ 4 સવાલો જેનો જવાબ આપી ને લોકો બન્યા કરોડપતિ – તમને ૪ માંથી કોઈ આવડ્યા ?

ટી.વી. નો ખૂબ જ પ્રખ્યાત શો જે દરેક ના ઘરમાં પરિવાર સાથે જોવાઈ છે, અમિતાભ બચ્ચન જ્યારે કોન બનેગા કરોડપતિ માં પ્રશ્ન પૂછે તો ઘર ના દરેક  સભ્ય જવાબ દેવા તૈયાર થઇ જાય, ૧૧ વર્ષ થી ચાલતા આ શો માં કેટલાય વ્યક્તિ ના જીવન બદલી નાખ્યા, અત્યાર ના સમય માં પૈસા ખૂબ જ મહત્વ ના છે પણ વિદ્યા વગર નું જીવન પણ નકામું છે.

આ વાત સાબિત કરતો આ શો જેને એક સાધારણ માણસ ને કરોડપતિ બનાવ્યા છે માત્ર એના માં નોલેજ છે ૧૧ મુ વર્ષ કરોડપતિ શો નું ખૂબ જ સારું હતું તેમાં ૪ વ્યક્તિઓ બન્યા કરોડપતિ, આ બધા પણ એક સાધારણ પરિવાર ના હતા. તેઓ એ પોતાના નોલેજ થી બધાને ચકિત કરી દીધા, તો ચાલો તમને જણાવી એ તે ૪ વ્યક્તિ ના નામ અને તે ક્યો જવાબ આપી ને બન્યા કરોડપતિ..

સરોજ રાજ :-  

કોન બનેગા કરોડપતિ ની ૧૧ ની સીજન માં સરોજ રાજ જીત્યા એક કરોડ તે ખેડૂત ના દીકરા છે, જે ખેતી ની સાથે સાથે યુ.પી.એસ.સી. ની પરીક્ષા ની તૈયારી કરે છે. એને એક કરોડ નો પ્રશ્ન પૂછવામાં આવ્યો ભારત ના ક્યાં  મુખ્ય જજ ના પિતા ભારત ના એક રાજ્ય ના મુખ્ય મંત્રી હતા? એનો સાચો જવાબ છે જસ્ટિસ રંજન ગોગાઈ, એમને એનો સાચો જવાબ ખબર હતી છ્તા પણ એમને લાઈફલાઇન નો ઉપયોગ કર્યો..

બબીતા તાડે :- 

અમરાવતી ની બબીતા તાડે આ સીજન ની બીજી કરોડપતિ હતા. બબીતા તાડે સ્કૂલ માં ખિચડી બનવાનું કામ કરે છે, જેની મહિનાની આવક ૧૫૦૦ રૂપિયા છે, છતાં એમને મહેનત કરી,  વિદ્યા મેળવી અને કરોડપતિ બનીને એક સાધારણ વ્યક્તિ માથી એક નામચીન વ્યક્તિ બની ગયા. એમને એક કરોડ નો પ્રશ્ન પુછવામાં આવ્યો, “મુગલ શાસક બહાદુર શાહ જફર  ના ક્યાં દરબારી કવિ ને ‘દસ્તાન – એ – ગઝલ’  લખ્યું હતું, જેમાં એમને સાલ ૧૮૫૭ ના વિદ્રોહ માં પોતાના અંગત અનુભવ લખ્યા ? અને પ્રશ્ન નો સાચો જવાબ છે જહીર દેહલવિ.

ગૌતમ કુમાર ઝાં :- 

પશ્ચિમ બંગાળ ના ગૌતમ કુમાર ઝાં રેલ્વે માં સેકસન એંજિનિયર ની પદવી પર કામ કરે છે, ગૌતમ કુમાર ને એક કરોડ નો પ્રશ્ન પૂછ્યો ભારત માં બનાવેલ ક્યાં જહાજ પર ફ્રાંસિસ  સ્કોટ કી એ  “ડિફેન્સ ઓફ ફોર્ટ મેકહેનરી” નામની કવિતા લખી હતી, જે ત્યાર પછી અમેરિકા ની નેશનલ  એથ્મ્બ બની ગઈ? એનો સાચો જવાબ છે એચએમએસ મિડેન.

અજિત કુમાર :-

ઝારખંડ ના રહેવાસી અજિત કુમાર કારાગાર માં કામ કરે છે, જ્યારે એમને સામે એક કરોડ નો પ્રશ્ન મૂક્યો તો લાગ્યું કે એ જવાબ નહીં આપી શકે,પ્રશ્ન હતો : બ્રિટિસ રોકેટ દ્વારા સફળતા પૂર્વક લોન્ચ કરેલું પહેલું બ્રિટિસ ઉપગ્રહ ક્યૂ હતું ? સાચો જવાબ : પ્રોસ્પેરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!