આ ૫ હિરોઈનોએ પતિદેવ ના કહ્યા પછી એમનું કેરિયર કુરબાન કરી દીધું – એક તો હતી સલમાનની ફેવરીટ

બોલીવુડ ની હિરોઈનો બહુ થોડા સમય માટે ઓન સ્કીન આવે છે. અમુક અભિનેત્રી નું  કરિયર શરુ થાય એ પહેલા જ પૂરું થી જાય છે. કાતો ફિલ્મ ફ્લોપ જાય અને કાતો મેરેજ થઈ જાય. મોટા ભાગ ની અભિનેત્રી એવી હોય છે, જે ફિલ્મી જગત માં પોતાની એક નવી ઓળખ ઉભી કરી હોય અને સુપર હીટ ફિલ્મો આપે છે. પરંતુ જયારે તે નોન બોલીવુડ વ્યક્તિ સાથે લગ્ન કરી સેટ થઈ જતી હોય છે. ક્યારેક અમુક અભિનેત્રી એવી પણ છે જેને પોતાના પતિ ની વાત માની ને ફિલ્મી જગત ને કાયમ માટે બાય બાય કહી દીધું હોય. એટલી સફળતા બાદ પણ આજે દર્શકો તેમને ભૂલ્યા નથી.

પતિ ના કહેવાથી ફિલ્મી જગત ને બાય બાય કહી દેતી અભિનેત્રી :-

મોટા ભાગ ની અભિનેત્રી એવી છે જે પોતાના લગ્ન પછી પણ ફિલ્મો માં કરી રહી છે. અને સારું એવું નામ કમાઈ રહી છે. ત્યારે વાત કરીએ તો એવી અભિનેત્રી ની જેને પોતાનું ફિલ્મી કરિયર પોતાના લગ્ન બાદ પૂરું કરી દીધું એટલી સફળતા મેળવ્યા બાદ તેના પતિ ના કહેવાથી ફિલ્મ લાઈન ને ઠોકર મારતી આ અભિનેત્રી

આયશા ટાકિયા :-

આયશા ટાકિયા એ ફિલ્મ ” ટારઝન “, થી ફિલ્મી કરિયર સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી એ  સલમાન ખાન સાથે ફિલ્મ ” વોન્ટેડ ” માં દેખાઈ અને ” દિલ માંગે મોર “, શાદી નંબર 1 ” જેવી ફિલ્મો કરી.. પોતાના કરિયર ને  નવો વળાંક આપી રહી હતી ત્યાજ તેમને રાજનીતિ ના ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મો માંથી કાયમ માટે વિદાય લઈ લીધી..

આમના શરીફ :-

આમના શરીફ ને બધા ટી.વી.ની વહુ કશીશ થી ઓળખે છે, તેને ટી.વી. સીરીયલો માં બહુ કામ કર્યું ત્યાર બાદ તેમને ફિલ્મો માં પણ કામ કર્યું.. ” એક વિલન “, આલું ચાટ “, “શકલ પે મત જા ” જેવી ફિલ્મો માં કામ કર્યું છે. હાલમાં તે  ટી.વી. ની દુનિયા માં પાછી ફરી છે. “કસોટી જિંદગી કી ” સીરીયલમાં કોમોલિકા નું પાત્ર ભજવતી દેખાય છે.  તેને 2010 માં બીઝનેસ મેન અમિત કપૂર સાથે લગ્ન કર્યા..

સેલીના જેટલી :-

સેલીના જેટલી એ ખુબ જ બોલ્ડ સીન માટે બોલીવુડ માં ઓળખાય છે. તેને “ગોલમાલ”, “અપના સપના માની માની”, “નો એન્ટ્રી “, “જવાની દીવાની” જેવી ફિલ્મો માં કામ કર્યું પણ તે ફિલ્મી દુનિયા માં બહુ ફેમસ ના થઈ અંતે તેને 2011 માં તેને વિદેશ માં બિઝનસ મેન સાથે લગ્ન કર્યા પછી 2016 તેને બે જુડવા છોકરાઓ ને જન્મ આપ્યો અને 2018 માં ફરી થી તેને બે જુડવા દીકરાને જન્મ આપ્યો આમ અત્યારે તે 4 બાળકની માતા છે..

ઈશા દેઓલ :-

લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રી ની દીકરી ઈશા દેઓલ જેને ફિલ્મો માં કામતો કર્યું પણ સફળતા ના મેળવી શકી. જેટલી એમના ઇત અને માતા ની બોલબાલા છે. એટલી તેની ના થઈ ત્યારે એને થાકી ને બિઝનસ મેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા તેને “ધૂમ “, “શાદી નંબર 1 “,  “દસ “, “કાલ”, “કુછ તો હૈ “, જેવી ફિલ્મો માં કામ કર્યું

કરિશ્મા કપુર :-

90 ના દાયકા ની સફળ અભિનેત્રી જેને બોલીવુડ ને ખુબ જ સારી અને સફળ ફિલ્મો આપી છે, ” હીરો નંબર 1 “, “રાજા હિન્દુસ્તાની “,  “જુડવા”, ” સુહાગ “, રાજા બાબુ ” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 2003 તેને બિઝનસ મેન સાથે લગ્ન કર્યા  અને પોતાના ફિલ્મી કરિયર ને બાય બાય કહી દીધું

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!