જે ઘરમાં આ ૫ કામ થતા હોય તે ઘરમાં હંમેશા સંપ અને પ્રેમ જળવાઈ રહે છે – સંપતિના ક્યારેય નથી પડતા ભાગ

સંયુક્ત કુટુંબ અને વિભ્ક્ત  કુટુંબ એમાં વહેચાય ગયો છે આજનો સમાજ, દીકરા ના લગ્ન બાદ એવું કેમ થાય છે, એને ઘર છોડી પોતાના માતા – પિતા થી જુદું રહેવું પડે છે. દીકરા ના લગ્ન પછી જે ધર માં કજિયા કંકાસ ઊભા થાય છે. વહુ તો ઘર ની લક્ષ્મી કહેવાય, તો આપણે એ લક્ષ્મી ને કેમ નથી સાચવી શકતા ? વહુ ની સાથે સાથે દીકરા ને પણ ઘર ના બધા સભ્ય ખરાબ લાગવા લાગે છે. તમારા પરિવાર ના ભાગ ક્યારેય નહીં પડે,તમે એક ડાળ ના પંખી છો એવું સાબિત કરી શકશો. જો આ ૫ બાબત તમારા પરિવાર માં થતી હશે તો..

બાળકો ને આપો સારા સંસ્કાર :

સારા સંસ્કાર ની વાત કરીયે તો હમેશા આપણાં થી મોટા નો આદર કરવો, બધા સાથે હળીમળી ને રહેવું જોઈએ, ક્યારેય કોઈ સંબંધ ની ઉપેક્ષા ના કરવી, નાના હોય કે મોટા બધા સંબધો નું માન અને મર્યાદા  જાળવી રાખવા, જ્યાં પ્રેમ અને લાગણી પૂરે પૂરી હોય ત્યાં રિસાય જવું ગુસ્સે થવું એ નોર્મલ વાત છે. મતભેદ થાય તો ચાલે પણ મનભેદ ના થવા જોઈએ. માતા પિતા ના સંસ્કાર માં એટલી તાકાત હોવી જોઈ કે ના પૈસા ની લાલચ ના વહુ ની ધમકી  સય્યુક્ત  કુટુંબ ને વિભ્ક્ત કુટુંબ  માં ના  ફેરવી શકે.

મિલકત ના બરાબર ભાગ :-

મિલકત ના ભાગ દીકરો  હોય કે દીકરી સમાન જ હોવા જોઈ, ક્યારેક એવું બને માતા પિતા ને પોતાનું પહેલું  સંતાન વધારે વ્હાલું હોય છે, તો ક્યારેક એવું બને કે જે કામે કાજે નબળું હોય એના પર વધારે ધ્યાન દેતા હોય છે, જેથી કરીને મોહ અને પ્રેમ માં આવીને મોટા ભાગની મિલકત એને આપી દેતા હોય છે, આગળ જતાં પછી બંને સંતાન વચ્ચે મનભેદ ઊભા થાય છે. તો આવું ના થાય એનું ધ્યાન રાખવું..

નવી વહુ ને ધર માં કંકાસ  ઊભો કરતાં રોકો :-

નવી વ્યક્તિ ધર માં આવે ત્યારે એની પૂરી જવાબદારી હોય છે કે ત્યાં રહેતા બધા સાથે હળીમળી ને રહે એવી જ રીતે બીજા સભ્ય એ પણ એમને પૂરા મન થી પોતાના ધર નું સભ્ય માનવું જોઈએ, એવા બનાવ વધારે બનતા હોય કે નવી વહુ આવે ને થોડા સમય માં જ અલગ થઇ જાઈ ત્યારે આવું ના બને એની તકેદારી દીકરા એ રાખવી જોઈએ.

લગ્ન પહેલા જ દીકરા એ એની સાથે વાત કરવી જોઈએ કે કોઈ પણ સંજોગો હોય હું મારા પરિવાર ને નહીં મૂકું અને તારે એવું ક્યારેય ના વિચરવું કે આપણે અલગ થઇ જાય, બધા સાથે હળીમળી ને રહવું અને એક બીજા નું ધ્યાન રાખવું, જેના લીધે ઘર માં પ્રેમ અને આત્મીયતા વધે..

કામ ભાગે પડતું વહેચવું :-

જ્યારે ધર માં એક થી વધારે વહુ હોય ત્યારે કામ ને બધા વચ્ચે ભાગે પડતું આપી દેવું નહિતર ક્યારેક કોઈ થોડું કામ કરે તો કોઈ વધારે કામ કરે, વારાફરથી બાધને બધુ કામ આપવું જેથી કરીને બધા કામની ફાવટ બધા ને આવે, ક્યારેય કોઈ ની તબીયત સારી ના હોય તો એનું કામ પણ બીજા કરી શકે, આવી રીતે પ્રેમ અને લાગણી તો વધશે સાથે સાથે હળીમળી ને કામ કરવાની ભાવના પણ આવશે..

ધર ખર્ચ માં પૈસાનો હિસાબ રાખવો :-

સય્યુક્ત કુટુંબ માં જ્યારે મોટો ભાઈ વધારે પૈસા આપે અને નાનો ભાઈ થોડા પૈસા આપે ત્યારે બંને વહુ વચ્ચે પણ કામની બાબત માં વાદવિવાદ ઊભા થાય છે, અને ધર માં અશાંતિ રહે છે, આવી સ્થિતિ માં ઘર ખર્ચ નો હિસાબ રાખવો અને બધા ખર્ચા નું લિસ્ટ પણ તૈયાર રાખવું, જેથી કરીને કોઈ એક પર ઘરનો બધો ભાર ના આવે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત”  લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!