બોલીવુડનાં આ 10 સ્ટાર્સે અનાથ બાળકોને દતક લઈને અપાવી માનવતાની ઓળખાણ – આને તો કચરાના ડબ્બામાંથી મળી હતી છોકરી

કહેવાય છે કે સફળ થયા પછી અને અમીર બન્યા પછી વ્યક્તિમાં પહેલા જેવી માનવતા રહેતી નથી પરંતુ આ વાત દરેક લોકોને લાગુ પડતી નથી. જેમ સામાન્ય માણસને અનાથ બાળકો પર દયા આવે છે એમ અમુક સેલીબ્રીટીઓને પણ તેના પર ખુબ જ દયા આવતી હોય છે. એટલું જ નહિ અમુક બોલીવુડ સ્ટાર્સે તો અનાથ બાળકો પર દયા આવતા તેને દતક પણ લીધા અને તેનો ઉછેર કરી રહ્યા છે. જો કે દરેક સેલીબ્રીટીઓ પાસે એટલા પૈસા હોય જ છે કે તે અનાથ બાળકોને ઉછેરી શકે પરંતુ બધાનું દિલ એટલું મોટું નથી હોતું. તો ચાલો આજે જોઈએ બોલીવુડના અમુક એવા સ્ટાર્સ વિશે જેને અનાથ બાળકો દતક લીધા છે…

સુસ્મિતા સેન :

વર્ષ 1994 માં મિસ ઉનીવર્સ અને ક્રાઉન ફેમિના મિસ ઇન્ડિયા એવોર પોતાના નામે કરનાર સુસ્મિતા સેને બે અનાથ બાળકીઓને દતક લીધી છે. બંનેનાં નામ રેના અને એલીશા છે. સુસ્મિતાએ બંને દીકરીઓને કોઈ દિવસ અહેસાસ નથી થવા દીધો કે તે બંને અનાથ છે.

મિથુન ચક્રવતી :

મોટાભાગના લોકો જાણતા જ હશે કે મિથુનની સૌથી નાની દીકરી ઇશાની તેને કચરાના ડબ્બામાંથી મળી હતી. મિથુનને 4 બાળકો છે તેમ છતાં તે કચરામાંથી મળેલ ઇશાનીને સગી દીકરીની જેમ સાચવે છે અને ખુબ જ પ્રેમ કરે છે.

રવિના ટંડન :

રવિના ટંડન બોલીવુંળની જાણીતી હિરોઈનોમાની એક છે, તેને પોતાની ૨૧ વર્ષની ઉમંરે જ બે બાળકીઓને દતક લીધી હતી. જેનું નામ પૂજા અને છાયા છે. આજે તે બંનેને ખુબ જ પ્રેમ કરે છે.

સલીમ ખાન :

જણાવી દઈએ કે સલીમ ખાન્નની દીકરી અર્પિતા તેની સગી દીકરી નથી એટલે કે તે સલમાન ખાનની સગી બહેન નથી તેને સલીમ ખાને દતક લીધી છે છતાં તે આજે આખા પરિવારની લાડલી છે.

નીખીલ અડવાની :

જણાવી દઈએ કે નીખીલ અડવાની એક જાણીતા દિગ્દર્શક છે, તેને ઘણીબધી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેને એક કાયા નામની દીકરી છે પરંતુ જણાવી દઈએ કે કાયાને નિખિલે દતક લીધી છે.

શોભના :

સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી શોભના એ પણ એક દીકરી દતક લીધી છે. જેનું નામ તેને અનંથરાયની રાખ્યું છે. જે તેને ખુબ જ પ્રેમ કરે છે.

સંદીપ સોપરકર :

સંદીપ સોપરકર નું નામ બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફરમાં સામેલ છે. જણાવી દઈએ કે તેને જ્યારે અર્જુન નામના બાળકને દતક લીધો હતો ત્યારે તે કુંવારા હતા ત્યારબાદ તેને જેસી રંધાવા સાથે લગ્ન કર્યા.

સુભાષ ધાઈ :

બોલીવુડ દિગ્દર્શક સુભાષે પણ એક દીકરી દતક લીધી છે. જણાવી દઈએ કે સુભાસે મેઘનાને દતક લીધી છે પરંતુ તેને સગી દીકરીની જેમ સાચવી છે તેને ભણવા માટે લંડન પણ મોકલી હતી. જો કે હવે મેઘનાના લગ્ન રાહુલ પૂરી સાથે કરાવી દીધા છે.

દીબાકર બેનારાજી :

બોલીવુડમાં દીબાકરનું નામ જાણીતા ડાયરેક્ટરોમાં સામેલ છે. તેને બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. દીબાકરના લગ્ન રુચા સાથે થયા છે બંનેએ અનાથ આશ્રમમાંથી એક પુત્રી દતક લીધી છે જેનું નામ ઈરા છે.

કુનાલ કોહલી :

જણાવી દઈએ કે કુનાલ કોહલી ફિલ્મ નિર્માતા છે તેને બોલીવુડની ઘણી ફિલ્મો કરી છે. કુનાલે અને તેની પત્ની રવિને એક રાધા નામની સુંદર છોકરીને દતક લીધી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!