આ કારણ છે જેથી મૃત્યુ બાદ પાર્થિવ શરીર ની આજુબાજુ પરિવાર ના સભ્યો રહે છે અને શબને એકલું નહીં છોડાતું

જો તમે પણ આજસુધી કોઈની લાસ જોઈ હશે અથવા તમે પણ કોઈના મૃત્યુ સમયે ત્યાં ગયા હસો તો તમે જોતા હસો કે તે લાસને રૂમમાં એકલી રાખવામાં આવતી નથી, તે લાસની આસપાસ હંમેશા સગા અથવા ઘરના કોઈ સભ્યો રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ હશે?

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર બાદ જે પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. મોદી રાત્રે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ મહિલા મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર સવારે જ કરવામાં આવે છે. તેમજ તેના સગા સંબંધીઓ અને દીકરા દીકરીઓ જ્યાંસુધી હાજર ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ કરવામાં આવતી નથી. અંતિમ સંસ્કાર સુધી તે લાસની બાજુમાં સગા વહાલા બેઠા હોય છે.

હિંદુ માન્યતાઓ મુજબ માનવામાં આવે છે કે મૃત વ્યક્તીની આત્મા તેની આસપાસ જ રહેતી હોય છે. માનવમાં આવે છે કે તે વ્યક્તિના પાણીઢોળ ની વિસ્ધિ પૂરી થાય ત્યાં સુધી તેની આત્મા પરલોક જતી નથી એવામાં તેનું શરીર પ્રાણ વિવાનું બની ગયેલું હોય છે.

તમે જોતા હસો કે મૃત વ્યક્તિની આસપાસ બધી પવિત્ર વસ્તુઓ જ રાખવામાં આવે છે. તેનું કારણ છે કે મૃત શરીરની આસપાસ નકારાત્મક શક્તિનો પ્રભાવ પડે નહિ. તેમજ એવું પણ માનવામાં આવે છે કે ક્યારેક મૃત શરીર પર અન્ય બીજી શક્તિ પણ પોતાનો પ્રભાવ પડી શકે છે અથવા અધિકાર જમાવી બેસે છે બસ આ બધી માન્યતાઓ ને લીધે કોઈ પણ વ્યક્તિની લાસને એકલી રાખવામાં આવતી નથી.

હિંદુ ધર્મની માન્યતા છે કે શરીરમાંથી પ્રાણ ગયા પછી તે એટલું પવિત્ર બની જાય છે કે તેના પર અન્ય શક્તિઓ સરળતાથી કબજો કરી શકે છે. મૃત્યુ પછી પ્રાણ વગરના શરીરને કઈ ખબર હોતી નથી કોણ આપનું કોણ પારકું. આ જ કારણ છે કે મૃત વ્યક્તિની લાસને એકલી રાખવામાં આવતી નથી.

આજના સમયમાં સમય વધુ કિંમતી હોવાથી ઘણા લોકો પોતાના પરિવારના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો 12 દિવસ નાં બદલે ઓછા દિવસમાં પાણીઢોર પતાવી દેતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ રીત હિંદુ માન્યતા મુજબ બિલકુલ ખોટી છે, હિંદુ ધર્મના 16 સંસ્કારોમાં ગર્ભસંસ્કારથી માંડીને અંતિમ સંસ્કાર સુધીના બધું જ પદ્ધતિ અનુસાર રાખવામાં આવેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!