શા માટે હોટલના દરેક રૂમમાં સફેદ જ ચાદર હોય છે – આ કારણ તમે વિચાર્યું પણ નહિ હોય

જ્યારે પણ આપણે ઘરથી દુર ક્યાંય બહાર જઈએ તો રહેવા માટે હોટલનો જ સહારો લેતા હોઈએ છીએ, હવે આ હોટલ કેટલી વધુ સારી કે બેકાર છે એ તો તેના ભાડા પરથી નક્કી થાય છે. હોટલમાં રોકાવાના ઘણા ફાયદાઓ પણ હોય છે એટલે કે અજાણ્યા શહેરમાં રહેવાનો સહારો મળી રહે. અને એક સુરક્ષિત જગ્યા મળી રહે છે. તેમજ હોટલ તરફથી રાત્રે સુવા માટે બેડ પણ આપવામાં આવે છે.

જો તમે એક વાત નોટીશ કરી હોય તો હોટલના દરેક રૂમમાં બેડ પર હંમેશા સફેદ રંગની જ ચાદર હોય છે. શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે આખરે આ લોકો શા માટે આવું કરતા હશે? ખારે તેની પાછળનું કારણ શું છે કે દરેક હોટલોમાં હંમેશા સફેર રંગની ચાદરને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ કે આખરે આવું કેમ હોય છે…

પહેલાની વાત કરીએ તો દરેક હોટલોમાં બેડ પર રંગીન ચાદરો જ પાથરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે રંગીન ચાદરોમાં દાગ આસાનીથી દેખાય નહિ. તેમજ રંગીન ચાદરો મેલી થયા પછી પણ એટલી ગંદી ન દેખાતી. જો કે ગેસ્ટને તેના હાઈજીન ની ચિંતા થવા લાગી. પછી ધીરે ધીરે અમુક હોટલોએ સફેદ ચાદરોનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું.

તેનો હેતુ હતો કે તમે અમારી હોટલમાં આવો જ્યાં તમને સફેદ ચાદરની સુવિધા મળશે. સફેદ ચાદરથી તમને સાફ સફાઈનો પૂરો ખ્યાલ રહે. બસ આવા કારણોથી જ બધા કસ્ટમર હોટલવાળા પાસેથી સફેદ રંગની ચાદરની ડીમાંડ કરવા લાગ્યા. તે હવે ત્યાજ રોકાવાનું પસંદ કરે છે કે જ્યાં સફેદ ચાદર હોય.

કસ્ટમરની ડીમાંડ અને બીજી અન્ય હોટલોની હરીફાઈને ધ્યાનમાં લઈને હવે દરેક હોટલમાં સફેદ ચાદર જોવા મળે છે. હવે દરેક હોટલમાં સફેદ ચાદર હોવી કોમન બની ગયું છે. સફેદ ચાદર હોવાનો એક એ પણ ફાયદો છે કે તેમાં બ્લીચ નથી હોતું. રંગીન ચાદરોમાં સારી સફાઈ ન પણ થાય તો બ્લીચ કરીને ચમક લાવવામાં આવે છે, જ્યારે સફેદ ચાદરમાં સફાઈ સરખી કરવી જ પડે છે. હવે તો બધા કસ્ટમર રૂમ બૂક કર્યા પહેલા એ જરૂર જોવે છે કે સફેદ ચાદર છે કે નહિ.

તેનાસિવાય એક અન્ય કારણ પણ છે, સફેદ રંગને એક શાંત રંગ માનવામાં આવે છે. તેને જોઇને વ્યક્તિનું મન શાંત અને રીલેક્સ મહેસૂસ કરે છે. તેનાથી હોટલનું વાતાવરણ પણ પોઝીટીવ રહે છે. કસ્ટમર અહી રહીને અને સુઈને સારું મહેસૂસ કરે છે. તો બસ આ જ એ કારણો છે જેના લીધે આજે દરેક હોટલોમાં સફેદ ચાદરો જોવા મળે છે. અને હા જો તમે પણ હવે કોઈ હોટલ બૂક કરવા જાવ તો તમે પણ ચેક જરૂર કરી લો કે ચાદર સફેદ છે કે નહિ? જો ચાદર સફેદ અને સાફ હોય તો જ ત્યાં રહેવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!