પત્ની માટે ‘આદર્શ પતિ’ બનવાના ૭ રસ્તા – છેલ્લો રસ્તો ઘણા પતિદેવ માટે અઘરો સાબિત થશે

દિકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે એક આદર્શ પત્ની અને વહુ બનવું જોઈએ. ક્યારેય પુરુષોને કોઈ એવું નથી શીખવતા કે તેને કેમ એક આદર્શ પતિ બનવું જોઈએ. એવામાં અમે તમને આજે એવી અમુક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને કેવી રીતે દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ બધી એ વાતો છે જે પત્નીને પસંદ છે અને તે પોતાના પતિ પાસેથી તેની ઉમ્મીદ પણ રાખે છે.

1 પત્નીની હા માં હા પાડવી :

પત્નીઓને નાં સંભાળવું પસંદ હોતું નથી. જો તમે તેની દરેક વાતોની નાં પાડો છો તો તે તમારાથી રિસાઈ જાય છે. તેને એવું લાગે છે કે ઘરમાં તેના નિર્ણયનું કોઈ મહત્વ જ નથી. તેથી તમારે પત્નીનું કહેવું માનીને તેનો નિર્ણય શ્રેષ્ઠ છે તેવું મહેસુસ કરાવવું જોઈએ, આવું કરવાથી તેને ગમશે અને તેની નજરમાં તમારી ઈજ્જત પણ વધી જશે.

2 હસતા હસતા શોપિંગ પર જવું :

એ વાત તો તમે બધા જાણો જ છો કે પત્નીઓને શોપિંગ કરવું ખુબ જ પસંદ છે. પછી ભલે તે આખા માર્કેટમાં 1 કલાક બગાડીને માત્ર એક જ વસ્તુ ખરીદે પરંતુ શોપિંગનો સમય તેના માટે ખુશીનો સમય હોય છે. તેથી પત્નીને સમયસર શોપિંગ પર લઇ જવી જોઈએ, અને તમે પણ સાથે જાવ આ સમયે તમારો ચહેરો હસતો રાખો. જેથી તેને એવું ન લાગે કે તમે આ કામ મજબુરી અથવા પરાણે કરો છે.

3 પત્નીની ઈજ્જત :

કહેવાય છે કે જ્યારે તમે કોઈને માન સન્માન આપો છો તો બદલામાં તમને ઈજ્જત મળે છે. તેથી પત્નીને ક્યારેય પગનાં જૂત્તા સમાન ગણવા વાળા હલકા પતિ ન બનવું જોઈએ, પરંતુ પત્નીને મહારાણી સમજાવી અને તેને સન્માન આપવું. આવું કરવાથી પત્ની પણ તમને દિલથી પ્રેમ કરશે અને ક્યારેય દગો પણ નહિ આપે.

4 કેરીંગ :

જ્યારે પતિ બીમાર થાય તો પત્ની ખુબ જ સેવા કરે છે. પરંતુ જ્યારે પત્ની બીમાર થાય ત્યારે પતિ તેની એટલી કેરીંગ નથી કરી શકતો. તમારે તમારો આ વ્યવહાર જરૂર બદલાવો જોઈએ. માત્ર પત્ની બીમાર હોય ત્યારે જ નહિ પરંતુ હંમેશા તેની કેર કરવી જોઈએ. તમારો આ વ્યવહાર તેનું દિલ જીતી લેશે.

5 કામ કરવામાં મદદ :

મહિલાઓ પર ઘરના તમામ કામનો લોડ હોય છે. પુરુષો તેમાં જરા પણ હેલ્પ કરતા નથી, એવામાં તમારી ફરજ બંને છે કે તમે પણ ઘરના કામોમાં પત્નીની હેલ્પ કરો. આવું કરવાથી પત્ની ખુદને ઘરની નોકરાણી નહિ સમજે. જો તમે જોબ કરતા હોય તો રવિવારે પત્નીને દરેક કામમાં હેલ્પ કરો, અનેબાકીના દિવસોમાં પણ સવાર અને સાંજે થાય એટલી હેલ્પ કરવી જોઈએ. આવું કરવાથી પત્ની હંમેશા તમારી સાથે જ રહેશે.

6  રોમાંસ કરો :

લગ્નના શરૂઆતના થોડા વર્ષ પછી પતિનો રોમાંસ ઓછી થવા લાગે છે. એવામાં તમારે હંમેશા પત્ની સાથે રોમાંટિક બનવાની કોશિશ કરવી જોઈએ. જેથી પ્રેમ પણ વધશે અને પત્ની પણ હંમેશા તમારાથી ખુશ રહેશે.

7 ટોક ટોક કરવું નહિ :

 

પત્નીને તમારી સાથે રહીને એવું ન લાગવું જોઈએ કે તે જેલમાં રહે છે. તેને તેની જિંદગી પોતાની રીતે જીવવાની પૂર્ણ આઝાદી આપો. જો તમે તેને આઝાદી અપાસો તો તે તમને ખુબ જ પ્રેમ કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!