આ ૭ અંગત વાત ક્યારેય કોઈ સાથે શેર ના કરો – આ રીતે લોકો ફાયદો ઉઠાવી લેશે અને તમને તકલીફ માં મૂકી દેશે

જીવન માં જેમ જેમ વ્યક્તિ મોટા થતાં જાય છે તેમ જીવન માં અવનવી તકલીફો અને અણધારી મુસકિલો આવતી હોય છે, ઘણી તકલીફો એવિ હોય છે જે આપણાં પોતાના નિર્ણયો થી જ આવે છે, અને અમુક ક્યારેક કોઈને વાત કરવાથી આવે છે, આપણાં માથી ઘણા વ્યક્તિ ઑ એવ હોય છે જે જ્યાં સુધી બીજા ને વાત ના કરીએ ત્યાં સુધી મજા ના આવે, પણ ક્યારેક આપણી આજ ટેવ આપણી તકલીફ નું કારણ બની જાય છે, અમુક વાતો આપણે આપણાં સુધી જ રાખવી જોઈએ બને ત્યાં સુધી કોઈને ના કહેવી, આજે અમે તમને જણાવીએ કે એવિ કઈ બાબતો છે જેનું  આપણે  ખાસ ધ્યાન રાખવું જોઈએ, બને ત્યાં સુધી કોઈને ના કહેવું પરિવાર ના કોઈ ખાસ વ્યક્તિ ને જણાવી જોઈએ.

આપણી યોજના એટલે કે ખાસ વાત કોઈ ને ના કહેવી :- 

આપણાં ભવિષ્ય ની યોજના આપણે આપણાં સુધી જ રાખવી જોઈએ કેમ કે ઘણીવાર એવું બનતું હોય કે કોઈ આપણાં કરી ની ટીકા કરે અથવા તો કોઈ ના નકારાત્મક વિચારો આપણ ને અસર કરી જાય જેથી આપણો કામ કરવાનો ઉત્સાહ ઘટી જાય, અમુક લોકો જે ઈર્ષાણું હોય જે આપણી પ્રગતિ થી ખુશ ના હોય તે આપણાં કામ માં અડચણ ઊભી કરે છે, આપણ ને આગળ વધવામાં રોકે છે, આપણી યોજના વિષે જાણી આપણ ને ગુમરાહ કરે છે, અને આવું થવાથી આપણે આપણી યોજના ના વિચારો થી દૂર થઇ જાય છે, એટલે ક્યારેય આપણે કોઈને વાત ના કરવી..

કોઈ ની સેવા જેવુ કાર્ય કર્યું હોય તો પણ કોઈ ને ના કહેવું :- 

જેવુ કરો તેવું ભરો એવી કહેવત છે, સારું કામ કારસો તો સારું ફળ મળશે, અને ખરાબ કામ કરશો તો ખર્બ ગુણ મળશે, ક્યારેય પણ કોઈને કામ મદદ કરી હોય તો આ સેવા નું કાર્ય છે તો ક્યારેય પણ કોઈને કહેવું નહીં, બીજા ને કહેવાથી તેનું પુણ્ય ઓછું થય જાય, આપણાં સત્કાર્મો અને સાહસિક કર્યો ની ક્યારેય પણ જાહેર માં ચર્ચા કરવી નહીં..

આપણી અંગતતા કોઈને ના કહેવી :- 

આપણાં જીવન ની અમુક અંગત વાતો જેમ કે ખોરાક, ઊંઘ, ફરવા જવું, ગમા અણગમા પહેલા આપણાં પરિવાર ને ખબર હોવી જોઈએ પછી તમારા જીવન સાથી ને આ સિવાય કોઈ ને જાણ ના થવી જોઈએ, આપણાં જીવન સાથી સાથે વિતાવેલો સમય આપણ ને જ ખબર હોવો જોઈએ બીજા સાથે આ વાત શેર ના કરવી..

આપનું  ધાર્મિક જ્ઞાન કોઈને ના કહેવું :- 

આપનું અધ્યાત્મિક જ્ઞાન આપની પાસે જ રાખવું જોઈએ, અમુક શક્તિ આપણાં સુધી જ હોય છે જે આપણે જ મહેસુસ કરી શકીએ, આપના વિચારો અને ઈશ્વર વિષે ની આપની અનુભૂતિ આપણાં સુધી જ રાખવી જોઈએ, આધ્યાત્મિક વિચારો કે અનુભૂતિ માં કોઈ પણ પ્રશ્ન આવે તો પણ એ આપના સુધી રાખવા જોઈએ બીજા ના કહેવા.

આપની કૌટુંબિક સમસ્યા કોઈને ના કહેવી :- 

આપની પરિવારિક સમસ્યા આપણી જ છે જે ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિ સાથે શેર ના કરવી,બને ત્યાં સુધી આપના સુધી વાત રાખી તેનું સમાધાન કરવું જોઈએ, આપની વાત જાણી કોઈપણ આપણો ફાયદો ઉઠાવી જાય શકે છે, જે કોઈ સમસ્યા હોય તે પરિવાર ના સભ્ય સુધી રાખવી, કોઈ ને ખબર પડવાથી તે વ્યક્તિ આપણી કમજોરી જાણી શકે છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!