સલમાનને ભગવાન માને છે આ 4 સ્ટાર કિડ્સ – એક્ટિંગ ખાસ ન હોવા છતાં બની ગયા સ્ટાર્સ

બોલીવુડના ભાઈજાન એટલે સલમાન ખાન અને એ વાત તો તમે બધા જાણો જ છો કે સલમાન ખાનને લીધી આજે બોલીવુડમાં ઘણા સ્ટાર્સ બન્યા છે. સલમાને ખાને બોલીવુડમાં ઘણા હીરો-હિરોઈનોને લોન્ચ કર્યા છે અને એક અનેરો મોકો આપ્યો છે. અમુક સાથે કામ કરીને અથવા અમુકને લોન્ચ કર્યા છે. સોનાક્ષી, કટરીના, ડેજી શાહ જેવી અભિનેત્રીઓ નું બોલીવુડ કરિયર બનાવવામાં સલમાન ખાનનો જ હાથ છે હાલમાં સલમાન ખાન મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકરનું કરિયર સેટ કરવામાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે સઈ માંજરેકર સલમાન ખાન સાથે ફિલ્મ “દબંગ 3” માં જોવા મળશે.

આ ફિલ્મ 20 ડીસેમ્બરના દિવસે રીલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમજ ભાઈજાન આજકાલ તેના ફિલ્મ દબંગ 3 નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. જો કે સલમાન ખાને સઈ સિવાય ઘણા સ્ટાર્સને લોન્ચ કર્યા છે અને ઘણાને ભવિષ્યમાં લોન્ચ કરવાના છે. આજે આપણે બોલીવુડના એવા સ્ટાર્સ વિશે જાણીશું જેનું કરિયર સલમાન ખાને બનાવ્યું છે અથવા ભવિષ્યમાં સેટ કરવાના છે.

સઈ માંજરેકર :

સઈ મહેશ માંજરેકરની દીકરી છે. થોડા જ દિવસો માં બધા સઈ ને સલમાન ખાન સાથે મોટા પરદા પર જોશે. હાલમાં જ સઈ સલમાન ખાનના શો બીગ બી માં આવી હતી જ્યાં લોકોને મજા આવી હતી. જણાવી દઈએ કે મહેશ માંજરેકર સલમાન ખાન ખુબ જ નજીકના દોસ્ત છે. એટલે જ તો તેની દીકરીનું કરિયર બનાવવાની જવાબદારી સલમાન ખાને ઉઠાવી છે. અને એ વાત તો તમે સારી રીતે જાણો છો કે સલમાન ખાન જેને પણ લોન્ચ કરે છે તેનું કરિયર હંમેશા સફળ જ રહે છે.

સોનાક્ષી સિન્હા :

બોલીવુડમાં આજે સોનાક્ષી સલમાન ખાનના કારણે છે અને આ વાત સોનાક્ષી ખુબ માને છે. સલમાન ખાને સોનાક્ષીને દબંગ માં લોન્ચ કરી હતી. ત્યારબાદ સોનાક્ષી બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી. આજે સોનાક્ષી બોલીવુડની ટોપ અભિનેત્રી છે. હાલમાં જ  સોશિયલ મીડિયામાં એક યુઝરે સોનાક્ષીને સલમાનની ચમચી કહ્યું હતું, અને તેના પર રીએક્ટ કરતા સોનાક્ષીએ જવાબ આપ્યો કે, ” હા, છું હું સલમાનની ચમચી. તે જ મને બોલીવુડમાં લઈને આવ્યા છે. શું કરી લઇશો?”

આથીયા શેટ્ટી :

જો કે આથીય સલમાન સાથે તો એકેય ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ તેના હોમ પ્રોડક્શનના ફિલ્મથી આથીયાએ ડેબ્યુ કર્યું છે. આથીયાએ ફિલ્મ “હીરો” થી ડેબ્યુ કર્યું હતું અને તેમાં તેની સાથે આદિત્ય પંચોલી હતા. જણાવી દઈએ કે આ ફિલ્મ આદિત્યની પણ પહેલી જ ફિલ્મ હતી. ફિલ્મ રીલીઝ વખતે સલમાન ખાને ફિલ્મનું અને બંને સ્ટાર કીડનું ખુબ જ પ્રોમોશન કર્યું હતું. તો એ કહેવું પણ ખોટું નથી કે આથીયા અને આદિત્ય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાનને લીધે જ આવ્યા છે.

અરહાન ખાન :

હવે તમે એ વિચારી રહ્યા હસો કે અરહાન ખાન કોણ છે? તો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ તમારા માટે નવો જરૂર હશે પરંતુ પૂરી ઇન્ડસ્ટ્રીઝમાં તેની સારી એવી ઓળખાણ છે. જાણવા મળ્યું છે કે હવે ટૂંક સમયમાં સલમાન તેને ફિલ્મોમાં લોન્ચ કરશે. જણાવી દઈએ કે અરહાન ખાન મલાઈકા અરોડા અને અરબાજ ખાનનો દીકરો છે. એવામાં જાણવા મળ્યું છે કે સલમાન ખાન ટૂંક સમયમાં તેના ભાઈના છોકરાનું કરિયર લોન્ચ કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!