એક્ટિંગમાં સફળતા ન મળતા ડાયરેક્ટર બની ગયા આ 7 સિતારાઓ – હવે કરે છે કરોડોની કમાણી…

એક્ટિંગમાં સફળ થવું દરેક નાં ભાગ્યમાં નથી હોતું. તમે કદાચ ઓળખાણથી ફિલ્મોમાં કામ મેળવી પણ લો પરંતુ તમારા સાચા જજ તો દર્શકો જ હોય છે. જો તેને તમારું અભિનય પસંદ ન આવે તો તે તમને રીજેક્ટ કરવામાં જરાય મોડું નહિ કરે. આવું જ કંઇક આ સિતારાઓ સાથે પણ થયું છે. ઘણાનું સ્ટાર્ટઅપ જ ખરાબ રહ્યું તો કોઈ આગળ જતા એક્ટિંગમાં ફેલ થયા. એવામાં તેને હાર ન માની અને તેઓ ડાયરેક્ટરની લાઈન પકડીને સફળ થયા.

અરબાજ ખાન :

એ વાત તમને જણાવવાની જરૂર નથી કે સલમાન ખાન બોલીવુડમાં કેટલ મોટા સુપરસ્ટાર છે. પરંતુ તેના નાના ભાઈ અરબાજ ખાનનું પાનું બોલીવુડમાં ચાલ્યું નહિ. તે પોતાને એક સફળ અભિનેતા સાબિત કરી શક્યા નહિ. એવામાં અરબાજે એક્ટિંગથી વધુ ધ્યાન ડાયરેક્શન પર આપ્યું. તેની ફિલ્મ “દબંગ” અને “દબંગ 2” બોક્સ ઓફીસ પર સુપરહિટ સાબિત થઇ. તેમજ “દબંગ 3” પણ જલ્દી આવી રહી છે. જો કે આ ફિલ્મમાં અરબાજ ડાયરેકટ નથી પરંતુ પ્રોડ્યુસર છે. જો કે દબંગ સીરીઝમાં સફળતા તેને સલમાન ખાનને લીધે મળી છે. જો કે હજુ તે અમુક ફિલ્મોમાં જોવા મળે છે.

રાકેશ રોશન :

આમ તો રાકેશે 70 અને 80 ના દશકામાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તેની ઉંમર વધવાની સાથે સાથે તેનું ફિલ્મી કરિયર ધીરે ધીરે ખત્મ થતું ગયું અને આખરે તે ડાયરેક્ટર બની ગયા. ડાયરેક્ટર બન્યા પછી તેની પહેલી ફિલ્મ વર્ષ 1987 માં આવી હતી જેનું નામ “ખુદગર્જ” હતું. ત્યારબાદ રાકેશ રોશને કારણ અર્જુન, ખૂન ભરી માંગ, કહોના પ્યાર હૈ અને કૃષ્ણ જેવી સુપરહિટ ફિલ્મો પણ ડાયરેક્ટર કરી છે.

જુગલ હંસરાજ :

“મોહ્બત્તે” ફિલ્મથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરનાર અભિનેતા જુગલ હંસરાજને સુંદર દેખાતા હોવા છતાં ફિલ્મોમાં કોઈ ખાસ સફળતા મળી નહિ. તે મોટાભાગે સાઈડ રોલમાં જ જોવા મળ્યા. એવામાં એક્ટિંગ છોડીને તેને ડાયરેક્શનમાં એન્ટ્રી કરી. સૌથી પહેલા તેને “રોડસાઈડ રોમિયો” જેવી અનીમેટેડ ફિલ્મ ડાયરેક્ટ કરી, ત્યારબાદ વર્ષ 2010 માં તેની ફિલ્મ પ્યાર ઈમ્પોસીબલ આવી જો કે તે પણ ફ્લોપ રહી.

આશુતોષ ગોવારીકર :

ઘણા ઓછા લોકો જનતા હશે કે લગાન, સ્વદેશ અને જોધા અકબર જેવી સુપરહિટ ફિલ્મો ડાયરેક્ટ કરનાર ડાયરેક્ટર આશુતોષે પહેલા અભિનય ક્ષેત્રમાં પણ ટ્રાઈ કરી હતી. જ્યાં સફળતા ન મળવાથી તે ડાયરેક્ટર  બની ગયા.

પૂજા ભટ્ટ :

મહેશ ભટ્ટની દીકરે અને આલિયા ભટ્ટની સોતેલી બહેન પૂજા ભટ્ટે પોતાના ફિલ્મી કરિયરમાં અમુક હિટ ફિલ્મો જેવી કે “સડક” અને “દિલ હૈ કી માનતા નહિ” જેવી ફિલ્મો આપી. તેમ છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે એક સફળ અભિનેત્રી તરીકે વધુ સમય ટકી ન શકી. એવામાં વર્ષ 2004માં “પાપ” ફિલ્મ ડાયરેકટ કરીને તેને ડાયરેકશનની દુનિયામાં એન્ટ્રી કરી. ત્યારબાદ તેને હોલીડે, જિસ્મ 2 અને કાર્બેટ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી.

અભિષેક કપૂર :

ફિતૂર અને રોક ઓન જેવી જબરદસ્ત ફિલ્મ ડાયરેક્ટ કરનાર અભિષેક કપૂરે વર્ષ 1996માં ફિલ્મ “ઉફ એ મહોબત્ત” થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. જો કે તેમાં તેનું કરિયર ખાસ સફળ ન રહેવાથી તે નિર્દેશક બની ગયા. અને આજે કરોડોની કમાણી કરી લે છે.

સુભાસ ધઈ :

બોલીવુડ ડાયરેકશન માં સુભાસનું નામ ખુબ જ જાણીતું છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેને તેના કરિયરની શરૂઆત એક અભિનેતા તરીકે કરી હતી. પરંતુ તકદીર અને આરાધના જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને અહેસાસ થયો કે તે સારા અભિનેતા નથી. એવામાં તે એક્ટિંગ છોડીને ડાયરેકશન કરવા લાગ્યા અને રામ લખાણ અને લાલ જેવી ફિલ્મો કરવા લાગ્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!