આ ૬ ફેમસ અને બોલ્ડ હિરોઈનો ના એક ફિલ્મના ભાવ સાંભળીને આંખો ફાટી જશે – દીપિકા તો ઓહ્હો..

બોલીવુડ જગતની આ દુનિયા બધાને ગમતી હોય છે. સૌનો કોઈ પ્રિય કલાકાર હોય છે. પોતાના મનગમતા કલાકારની મૂવી જોવી, તેમના જીવન વિશે વધુ જાણવું પણ દરેકને પસંદ હોય છે. મૂવી ની આ દુનિયાના એક્ટર અને હિરોઈન વૈભવી જીવનથી આપણે સૌ જાણતા છીએ જ.

ખૂબ વૈભવી પાર્ટીના આયોજનો, લકઝરીયસ કાર, વૈભવી ઘર તથા જીવન માટે જરૂરિયાતની બધાજ સુખ સુવિધાઓ ફિલ્મના કલાકારો પાસે પ્રાપ્ત હોય છે ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આ કલાકાર એક મૂવી પાછળ કેટલી ફી લેતા હશે? કરોડોની કમાણી કરતી ફિલ્મોમાં તેમનું બજેટ કેટલું હશે? જો કોઈ ફિલ્મમાં સફળ ના રહે તો પણ તેમને કમાણી થતી હશે?

આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈને અમે તમને બોલીવુડની પ્રખ્યાત હિરોઇનો એક ફિલ્મ માટે કેટલા રૂપિયા લે છે તે તમને કહેવા જઈ રહ્યા છીએ.

આલિયા ભટ્ટ:

આલિયા ભટ્ટનું નામ પણ તેના કામના લીધે પણ ઓળખવામાં આવે છે. આલિયા પોતાના મઝાકીયા અંદાઝના લીધે પણ ખુબ જ ફેમસ છે ત્યારે આલિયા એક મૂવી માટે 7 થી 10 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

પ્રિયંકા ચોપડા:

પ્રિયંકા ચોપડાનું નામ બોલીવુડ જગતના જ નહિ પરંતુ હોલીવુડમાં પણ પ્રખ્યાત છે. પ્રિયંકાનો એક ફિલ્મનો ચાર્જ જોવા જઈએ તો કેટલાક સમય પહેલા જ આવેલી મૂવી “ભારત” માટે પ્રિયંકાએ 14 કરોડની માંગણી કરી હતી પણ ભારત ફિલ્મના મેકર્સ સાથે તેની ડીલ ફાઇનલ થઈ નહીં. તે 14 થી 18 કરોડ સુધી એક ફિલ્મ માટે ચાર્જ કરે છે. વર્ષ 2017 દરમિયાન પ્રિયંકાએ 77 કરોડની અધધ કમાણી કરી હતી.

કેટરીના કૈફ:

કેટરીના કૈફ પણ બોલીવુડની ખુબ જ સુંદર તથા લોકપ્રિય હિરોઈન છે. ઘણી મૂવીમાં તેને પોતાના અભિનય અને સુંદરતા દ્વારા મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેટરીના એક ફિલ્મ માટે 11 કરોડ ચાર્જ કરે છે.

કરીના કપુર:

કરીના કપૂર પણ બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી પૈકી એક ગણી શકાય છે. ઘણી મૂવીમાં તેને પોતાના અભિનય અને સુંદરતા દ્વારા મોટું સ્થાન મેળવ્યું છે. કેટરીના એક મૂવી માટે 10 કરોડ ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ:

2018ના ફોર્બ્સ મેગેઝીન અનુસાર દીપિકા સૌથી વધુ રકમ મેળવનારી હિરોઈન છે. તેને પોતાની મૂવી “પધ્માવત” માટે 13 કરોડ લીધા હતા. આ ફિલ્મમાં સફળ થયા પછી તેને પોતાના ભાવમાં વધારો પણ કર્યો છે કેમ કે ફિલ્મ નિર્માતાઓ જાણે છે કે જે ફિલ્મમાં દીપિકા હશે તે ફિલ્મ સફળ જ બનવાની છે તેના લીધે દીપિકા હવે એક ફિલ્મ માટે 20 થી 24 કરોડ સુધી ચાર્જ લે છે.

કંગના રનૌત:

બોલીવુડની રાણી કંગના જયલલિતાના બાયોપિક ઉપર બનવા જઈ રહેલી ફિલ્મ “થલાઈવી” માટે 24 કરોડ ચાર્જ લેવાની છે. જે હિન્દી તથા તમિલ બંને ભાષા માટેનો છે. તે ઉપરાંત બીજી મૂવી માટે જોઈએ તો કંગના 10 થી 12 કરોડ સુધીનો ચાર્જ એક ફિલ્મ માટે લે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!