બેડરૂમમાં પતિએ લગાવ્યા સિક્રેટ કેમેરા, આંખ ખોલતાની સાથે જ પત્નીના ઊડી ગયા હોંશ, જાણો આંખો મામલો એક ક્લિક પર

આપણે બધા જાણીએ જ છીએ કે વિશ્વાસ ઉપર દુનિયા કાયમ છે, પણ હાલના સમયમાં લોકોને એકબીજા ઉપરથી વિશ્વાસ જોવે એટલો ટકેલો હોતો નથી અને હવે તો ટેક્નોલોજીનો ઝડપી યુગ રહેલો છે એટલે કોઈ ઉપર નજર રાખવા માટે ઘણા ઉપકરણો બજારમાં પ્રાપ્ત થઈ જાય છે. જેમાં હિડન કેમેરા પણ હવે આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે.

અખબારમાં આપણે હોટેલ રૂમમાં કે કોઈ દુકાનની ચેંજિંગ રૂમમાં છુપા કેમેરા લાગ્યાની વાતો અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ એક પતિએ પોતાની સગી પત્ની ઉપર નજર રાખવા માટે તેના બેડરૂમમાં જ સીસીટીવી કેમેરો મૂકી દીધો.

આ બધો જ મામલો આગ્રામાં બન્યો છે જેમાં એક પતિએ પોતાની પત્નીના સુવાના રુમમાં એક સીસીટીવી કેમેરા હોવાની ફરિયાદમાં કહ્યું કે તે રાત્રે સાડી બદલી તથા તે ત્યાં સુઈ ગઈ સવારે તેની નજર અચાનક કપડાં બદલતા રૂમમાં લાગેલા ખાનગી કેમેરા ઉપર પડી. તેના પતિ દ્વારા હવે તેને બ્લેકમેઇલ કરવામાં આવે છે. તેનો પતિ જણાવે છે કે “વિડિઓ બની ગયો છે હવે તેને પૂરતી બદનામ કરવામાં આવશે”

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ફરિયાદ કરનારી યુવતીનું લગ્ન વર્ષ 2013માં થયું હતું, પણ જ્યારે પતિ દહેજ માટે માંગણી કરતા તે મહિલા પોતાના ઘરે ચાલી ગઈ હતી જેનો કોર્ટમાં ઘણા સમયથી કેસ પણ ચાલી રહ્યો હતો. 6 યુવતી પહેલા જ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તે મહિલાને પતિના ઘરમાં એક રૂમ અને 2500 રૂપિયા ભરણ પોષણ માટે આપવામાં આવે.

તે યુવતીના કહ્યા અનુસાર ઘરે આવ્યા પછી રૂમની એક ચાવી તેના સાસરીપક્ષ પાસે તથા બીજી ચાવી તેની પાસે હતી. રાત્રે તે રૂમમાં આવી સાડી બદલી અને ત્યારબાદ સુઈ ગઈ હતી, પણ બીજા દિવસે જયારે તે સવારે કપડાં બદલી રહી હતી ત્યારે અચાનક તેની નજર દીવાલ ઉપર સ્તીથ કેમેરા ઉપર ગઈ. તેને પોતાના પતિ પાસે ફરિયાદ કરી તો તેને ઝઘડવાનું ચાલુ કર્યું અને તેને બ્લેકમેઇલ કરતા ધમકી પણ આપી કે હવે તારો આ વિડિઓ કેમેરામાં કેદ થઇ ગયો છે, તને પૂરતો બદનામ કરવા માટે જ આ કેમેરો લગાવવામાં આવ્યો હતો. હવે આને ઇન્ટરનેટ ઉપર મૂકી તને બદનામ કરીશ.

પોતાનો ખરાબ વિડિઓ બની ગયો હોય, પતિ ગમે ત્યારે તેને ઇન્ટરનેટ ઉપર મૂકી શકે છે એવા ભયથી એ મહિલા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી ત્યારે પોલીસે તેના પતિના ઘરની તલાસી લેતા ખ્યાલ આવ્યો કે સમગ્ર ઘરમાં જ કેમેરા લગાવવામાં આવ્યા છે. રસોડામાં ,રૂમમાં તથા આંગણામાં પણ કેમેરા લાગેલા છે અને તેનું રેકોર્ડીંગ પણ થઇ રહ્યું છે.

પોલીસે તેના પતિ જોડેથી આ ફૂટેજની હાર્ડડિસ્ક પ્રાપ્ત કરી લીધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે તે યુવતીના પતિ સાથે પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું કે તેની પત્ની મેરેજ પછી વગર કારણે પણ ઝગડો કરે છે, આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કરી ચુકી છે. તે પોતે દિલ્હીની ત્રીસ હજારી કોર્ટનો વકીલ છે તથા પોતાની પત્નીના ખોટા ઈરાદાઓના કારણે જ તેને ઘરમાં કેમેરા લગાવવાની એક ફરજ પડી હતી. તેને બદનામ કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.

પોલીસ હવે હાર્ડડિસ્કને જોયા પછી વધુ તપાસ હાથ ધરી અને પોતાનો નિર્ણય આપવાનું નક્કી કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!