જયારે ઐશ્વર્યા રાઈની પ્રેગનન્સીની ખબર મળી કે આ ડાયરેક્ટર ડીપ્રેશનમાં જતા રહ્યા – આજે પણ એમને દુખ થાય છે કે…

બોલીવુડ જગતના ડાયરેક્ટર મધુર ભંડારકરે આગળની 26 ઓગસ્ટના દિવસે પોતાના જન્મદિસવની ઉજવણી કરી છે. કહી દઈએ કે મધુર ભંડારકરે બોલીવુડને ફૈશન, પેજ-3 તથા હિરોઈન જેવી અનેક હિટ મૂવી આપી છે. આવામાં આજે અમે તમને વર્ષ 2011 નો ઐશ્વર્યા સારી સાથેનો મધુરજીનો કિસ્સો કહીશું, જ્યારે ઐશને લીધે મધુરજી ડિપ્રેશનમા પોહચી ગયા હતા.

વાત કંઈક એવી છે કે મધુર તથા ઐશ સાથે મૂવી બનાવવા જઈ રહયા હતા. મધુરે ઐશની સાથે પોતાનો સપનાની પ્રોજેક્ટ સાઈન કર્યો હતો જે મૂવી હતી ‘હિરોઈન’.  મધુરજી માટે આ મૂવી માટે પહેલી પસંદ ઐશ્વર્યા રાઈ હતી. ઐશે ફિલ્મ તો સાઈન કરી લીધી પણ તે સમયે એકે વાત પણ મધુરજીથી દૂર રાખી હતી.

ઐશે મૂવી સાઈન કરવાના સમયે મધુરજીને કહ્યું ન હતું કે પોતે પ્રેગ્નેન્ટ છે. મધુરજીએ આ મૂવી બનાવતા પહેલા દોઢ વર્ષ સુધી ફિલ્મ પર રિસર્ચ કર્યું હતું. જે મધુરજીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાવ્યો હતો. મધુરજી માટે આ કોઈ નાની ફિલ્મ ન હતી જે ફક્ત બે જ લોકેશનમાં શૂટ થઇ જાય, મૂવી માટે મધુરજીએ 40 લોકેશન ફાઇનલ કર્યા હતા.

પણ જ્યારે મધુરજીને આ વાતનો ખ્યાલ આવ્યો તો તે નારાજ થયા હતા અને તેમણે ઐશને મૂવી માંથી દૂર કરી નાખી હતી. મધુરજીએ જણાવ્યું કે,”ફિલ્મમાં એવા સીન હતા જે કોઈપણ માણસના મગજ પર ઊંડી અસર કરી શકે તેમ હતા. ફિલ્મની આઠ દિવસની શૂટિંગ થઇ ચુકી હતી ત્યારે જ મારા ઓપ્પોઝીટ ડાયરેક્ટર એક અભિનેત્રી સાથે રિહર્સલ કરી રહયા હતા અને તે સ્લીપ થઈને નીચે પડી ગઈ અને તેને ઇજા પણ થઇ. આજે જ્યારે હું ઐશને જોવ છું તો મને ખુબ જ વધુ દુઃખ થાય છે”.

”મને જાતે એવું લાગે છે કે જો તેની જગ્યાએ ઐશ હોત અને તે પડી જાત,અને ઇજા થાત તો જીવનભર મને પોતાને જ માફ કરી શકુ તેમ ન હતો. મૂવીમાં અભિનેત્રીને સ્મોકિંગ પણ કરવાનું હતું પણ પ્રેગ્નેન્ટ મહિલા માટે સ્મોકિંગ કરવું સારું ન હતું”.

આ ઉપરાંત મૂવીમાં ઘણી એવી વસ્તુઓ હતી જે પ્રેગ્નેન્ટ યુવતીને નુકસાન પહોંચાડી શકે તેમ હતી. જ્યારે ઐશના પ્રેગ્નેન્સીના ચાર મહિના થયા ત્યારે મને તેની ખબર પડી હતી. આ ફિલ્મની ઘોષણા કાંસ ફેસ્ટિવલમાં પણ થઇ હતી”.

મધુરજીએ આગળ જણાવ્યું કે,”અમે કેમેરાની સામે પ્રેગ્નેન્ટ યુવતીને દેખાડી શકીયે તેમ ન હતા. અમે કોન્ટ્રેક્ટ પૂરો કર્યો અને તેને લીધે હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. હું આઠ દિવસ સુધી ઓફિસ પણ ગયો ન હતો”.કહી દઈએ કે ઐશ્વર્યા રાઈ પછી આ મૂવીમાં અભિનેત્રી કરીના કપૂરે કામ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!