અખરોટ ની ગુણવતા સારી છે કે નહિ તમારી જાતે ચેક કરો – આ રહ્યો સરળ રસ્તો

આજે માણસો પૈસા કમાવવા માટે એટલા આંધળા બન્યા છે કે તેના માટે માણસના શરીરના સ્વાસ્થ્ય સાથે પણ જો ચેડાં થાય તો એમને વાંધો નહિ. રોજબરોજ આપણે ટીવી અને સમાચારમાં જોઈએ છીએ કે નકલી દૂધ, માવો અને એવી તો ઘણી વસ્તુઓ બજારમાંથી પકડાતી હોય છે ત્યારે મનમાં એમ થાય કે હવે સાવચેત કેવી રીતે રહેવું? અસલની ઓળખ કેમ કરી કરી શકાય

શરીરના સ્વાસ્થ્ય રહેવા માટે માણસ દૂધ તથા ડ્રાયફ્રુટ જ આહારમાં વધુ લેતા હોય છે. દૂધ સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે હવે થોડાક માણસો ડ્રાયફ્રૂટમાં પણ મિલાવટ કરવા લાગી ગયા છે. જો આપણને સાચી ઓળખ ના હોય તો આપણે ડ્રાયફ્રુટ ખરીદીને પણ છેતરાઈ જતા હોઈએ છીએ.

આજે અમે તમને એવી અખરોટની વાત કહીશું. અખરોટને જોતા આપણને એમ થાય કે અખરોટમાં કોઈ કેવી રીતે ભેળસેળ કરી શકે? પણ હજુ કદાચ તમે એ વાત નહીં જાણતા હોય કે વ્યક્તિઓ એટલા સ્માર્ટ થઇ ગયા છે કે બંધ વસ્તુમાં પણ ભેળસેળ કરે છે, ફક્ત પૈસા કમાવવા માટે.

અખરોટ ખાવાના વિવિધ ફાયદાઓ છે એ વાતથી તો સૌ કોઈ ઓળખતા જ હોય છે. અખરોટની અંદર વિટામિન ઈનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. જેના લીધે તમારું દિમાગ એકદમ કારગર તથા સક્રિય બની રહે છે. અખરોટ જમવાથી આંખોનું તેજ પણ વધી જાય છે અને ચહેરા ઉપર પણ અનોખી રોનક આવે છે. અખરોટની અંદર થોડાક એવા પોષકતત્વો પણ રહેલા છે જેના દ્વારા માનસિક તાણ તથા ડિપ્રેશન પણ દૂર થાય છે.

આ બધા ફાયદા કરનાર અખરોટમાં પણ જો ભેળસેળ થવા લાગે તો? અખરોટની કિંમત પણ બજારમાં વધુ છે અને જયારે ઊંચી કિંમતની અખરોટ ખરીદી ઘરે લાવીએ અને તેના કોઈ ફાયદા ના પહોંચે તો આપણા પૈસા પણ પાણીમાં ગયા હોય એવું જ લાગે. પણ આજે અમે તમને અખરોટ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે કહેવામાં છીએ.

તમે જો ખુલ્લી અખરોટની ગિરી ખરીદવા માંગો છો તો જુઓ કે એ ગિરી સફેદ તથા થોડી બ્રાઉન રંગની દેખાય તો જ ખરીદો.

જો તમને અખરોટોની ગિરીનો રંગ થોડોક કાળો નજરે આવે અને તેની અંદરથી કોઈ જુદા જ પ્રકારની સુગંધ આવતી હોય તો તેને ક્યારેય ખરીદવી નહીં તે મિશ્રિત અથવા બનાવટી અખરોટ હોઈ શકે છે.

જો તમે સમગ્ર અખરોટ ખરીદી રહ્યા છો તો અખરોટને એકદમ હલાવી જુઓ. તેની અંદરથી ગિરીનો અવાજ દમદાર આવતો હોય તો તે યોગ્ય અખરોટ નથી. જો તેની અંદરથી સામાન્ય અવાજ આવે છે અથવા તો સાવ નથી આવતો તો એ યોગ્ય અખરોટ છે.

બજારમાં અખરોટનો ભાવ 700થી 1500 રૂપિયા સુધીની છે જો કોઈ તમને એનાથી ઓછા ભાવની અંદર અખરોટ આપી રહ્યું છે તો તેને બરાબર જોઈ અને સારી ખાત્રી કરીને જ ખરીદવી જોઈએ.

આ રીત દ્વારા આપણે અખરોટને એવી રીતે ઓળખી શકીએ છીએ. મોટાભાગે ગામડાની અંદર તથા સોસાયટીની અંદર બહારથી ફેરિયા આવી અને સાવ સસ્તા ભાવે અખરોટનું વેચાણ કરતા હોય છે અને ઘણીવાર યુવતીઓ તેમજ ઘણા માણસો બજારથી સસ્તા ભાવે મળતી હોવાના લીધે તે અખરોટને ખરીદી પણ લેતા હોય છે. પરંતુ એ અખરોટ બનાવટી અથવા તો મિલાવટ વાળી હોવાની પુરી સંભાવના છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!