અમીર ખાનદાનમાંથી આવતા આ અભિનેતાઓ જીવે છે રાજા-મહારાજા જેવી લાઈફસ્ટાઈલ – રણવીરની લાઈફસ્ટાઈલ જોવા જેવી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા ઘણા સ્ટાર્સ કામ કરે છે જે ખુબ જ અમીર પરિવારમાંથી આવે છે. તેમજ રોયલ લાઈફસ્ટાઈલ જીવે છે. આજે આપણે બોલીવુડના એ સિતારાઓ વિશે વાત કરવાના છીએ જે ખુબ જ રઈસ પરિવારમાંથી આવે છે અને જીવે છે રાજા મહારાજા જેવી લાઈફસ્ટાઈલ.

અરૂણોદય સિંહ :

અરૂણોદય સિંહ બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેને ફિલ્મ. “જિસ્મ 2”, “યહ સાલી જિંદગી”, અને “મેં તેરા હીરો” જેવી હિટ ફિલ્મોમાં લીડ રોલમાં કામ કર્યું છે. જો કે હજુ સુધી તે એટલા બધા પોપ્યુલર નથી થયા. પરંતુ તમને જણાવી દઈએ કે તે એક ખુબ જ અમીર પરિવારમાંથી આવે છે, અને એક રોયલ લાઈફ જીવે છે. અરૂણોદયનાં પિતા અજય સિંહ મધ્ય પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તેમજ તેના દાદા સ્વર્ગીય અર્જુન સિંહ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારમાં કેબીનેટ મંત્રીના પદ પર પણ રહી ચુક્યા છે.

પુલકિત સમ્રાટ :

પુલકિત સમ્રાટ આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણિત નામ છે. પુલકિત સમ્રાટે ફૂકારે જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ભલે તેની અન્ય કોઈ ફિલ્મ બોક્સ ઓફીસ પર હિટ નથી ગઈ પરંતુ પુલકિત સમ્રાટ એ અભિનેતાઓના લીસ્ટમાં સામેલ છે જે ખુબ જ અમીર પરિવારોમાંથી આવે છે. પુલકિત સમ્રાટનાં પિતા સુનીલ સમ્રાટ દિલ્લીમાં એક મોટા અને પ્રખ્યાત રીયલ સ્ટેટ બિઝનેશમેન છે.

આયુષ શર્મા :

આયુષ શર્મા તેની ફિલ્મોથી નહિ પરંતુ સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ હોવાથી વધુ પ્રખ્યાત છે. થોડા સમય પહેલા જ સલમાન ખાને તેની ફિલ્મ “લવયાત્રી” દ્વારા આયુષ શર્માને લોન્ચ કર્યો. જણાવી દઈએ કે આયુષ શર્મા કોઈ નાની મોટી હસ્તી નથી પરંતુ તે એક ખુબ જ અમીર ખાનદાનથી આવે છે. આયુષ શર્માના પિતા અનીલ શર્મા હિમાચલ પ્રદેશના પૂર્વ મંત્રી રહી ચુક્યા છે અને તેના દાદા પણ મંત્રી હતા.

રણબીર સિંહ :

રણબીર સિંહ બોલીવુડનું એક ખુબ જ જાણીતુ નામ છે. તેને ફિલ્મ “બેન્ડ બાજા બારાત” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આજના સમયમાં રણબીર તેની મહેનત અને અભિનયથી સુપરસ્ટાર બની ચુક્યા છે. જણાવી દઈએ કે તેને બોલીવુંળની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કાર્ય છે. જો કે આજના સમયમાં રણબીર સિંહ એક કરોડપતિ બની ચુક્યા છે. પરંતુ જણાવી દઈએ કે પહેલેથી જ એક અમીર ખાનદાનમાંથી આવે છે.  રણબીર સિંહના પિતા એક જગજીતસિંહ એક ખુબ જ મોટા અને ફેમસ રિયલ સ્ટેટ બિઝનેશમેન છે.

ભાગ્યશ્રી :

ભાગ્યશ્રી એ સલમાન ખાન સાથે ફિલ્મ “મેને પ્યાર કિયા” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં કામ કર્યા બાદ ભાગ્યશ્રીની કોઈ ફિલ્મો વધુ ચાલી નહિ. ત્યારબાદ તેને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. જણાવી દઈએ કે ભાગ્યશ્રી રાજઘરોમાંથી આવે છે અને તેના પિતાનું નામ વિજય સિંહ રાવ માધવરાવ પટવર્ધન છે. ભાગ્યશ્રીના પિતા મહારાષ્ટના સાંગલીના મહારાજા છે.

અંગદ બેદી :

અંગદ બેદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું એક જાણીતું નામ છે. તેને બોલીવુંળની જાણીતી અભિનેત્રી નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા છે. અંગદ બેદી લગ્ન બાદ વધુ ચર્ચાઓમાં રહે છે. જણાવી દઈએ કે અંગદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન ભારતીય ક્રિકેટર બિશન સોંહની દીકરીના દીકરા છે. તેમજ તે ખુબ જ અમીર પરિવારમાંથી આવે છે.

રિતેશ દેશમુખ :

રિતેશ દેશ્મુક આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં એક જાણીતા સ્ટાર્સ બની ચુક્યા છે. જણાવી દઈએ કે રિતેશ એક ખુબ જ અમીર પરિવારમાંથી આવે છે. રિતેશ દેશમુખના પિતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

સૈફ અલી ખાન :

એ વાત તો તમે બધા જાણતા હસો કે સૈફ અલી ખાન નવાબ ખાનદાનમાંથી આવે છે. તેના પૂર્વજોનો દબદબો માત્ર અંગ્રેજોના સમયમાં જ નહિ પરંતુ મુગલ સામ્રાજ્યમાં પણ હતો. અંગ્રેજી સરકારે સૈફ અલી ખાનના પૂર્વજોને પટૌડીની સંપતિ સોપી હતી. ત્યારથી આ પરિવાર પટૌડીના નવાબ તરીકે ઓળખાવા લાગ્યો. તેમજ સૈફ અલી ખાનના પિતા મંસૂર અલી ખાન પટૌડી એક પ્રખ્યાત ઇન્ડિયન ક્રિકેટર હતા. જ્યારે તેની માં શર્મિલા ટૈગોર એક સમયની જાણીતી અભિનેત્રી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!