સંપતિનાં મામલે અમિતાભ કરતા પણ આગળ છે તેના જમાઈ – ધરાવે છે અધધ આટલા કરોડની સંપતિ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ફેમસ અભિનેતા અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક માનવામાં આવે છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની ફેંસ ફોલોવિંગ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં છે. અમિતાભ બચ્ચાને તેના ફિલ્મ કરિયરની શરૂઆત ફિલ્મ “સાત હિંદુસ્તાની” થી કરી હતી. ત્યાર બાદ તેના કરિયરમાં ઘણીબધી યાદગાર અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને ફિલ્મ “દીવાર” અને “શોલે” માં તેના અભિનયની  એવી છાપ છોડી કે લોકો આજે પણ ભૂલી નથી શક્યા. આ ફિલ્મો કર્યા બાદ અમિતાભ બચ્ચનનું નામ બોલીવુડના હિટ એક્ટરના લીસ્ટમાં સામેલ થઇ ગયા.

અમિતાભ બચ્ચન હજુ પણ ફિલ્મોમાં જોવા મળે છે. હાલમાં તે સોની ટીવી પર આવતો કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” શો ને હોસ્ટ કરી રહ્યા છે. જો કે થોડા દિવસોથી તેની તબિયતની પણ ચર્ચાઓ થઇ રહી છે કે હાલમાં તેની તબિયત સારી નથી જાણવા મળ્યું છે કે તેને લીવર સંબંધિત બીમારી છે. જો કે હવે તો તે પૂરી રીતે ઠીક થઇ ગયા છે પરંતુ હજુ તે આરામ પર છે

શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન આજે રૂ. 280000000 ની પ્રોપર્ટીના માલિક છે. આટલી સંપતિ હોવા છતાં અમિતાભ બચ્ચાને કામ કરવાનું બંધ નથી કર્યું. તબિયત ખરાબ હોવા છતાં પણ તે આજે પણ લગાતાર કામ કરી રહ્યા છે. પરંતુ મિત્રો તમે એ વાત જાણીને હેરાન થઇ જશો કે અમિતાભ બચ્ચન કરતા તેના જમાઈ ની સંપતિ વધારે છે.

અમિતાભ બચ્ચનની દિકરીનું નામ શ્વેતા બચ્ચન છે, શ્વેતા બચ્ચનના લગ્ન જાણીતા બિઝનેશમેન નિખિલ નંદા સાથે થયા છે. નિખિલ નંદા પાસે રૂ.35000 કરોડની સંપતિ છે, નિખિલ નંદા ભારતના એક સફળ બિઝનેશમેન છે. અમિતાભ બચ્ચનના દિકરા અભિષેક બચ્ચન પાસે લગભગ 248 કરોડની સંપતિ છે. અભિષેક બચ્ચને બોલીવુડની જાણીતી અને ખુબ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.

એશ્વર્યા બચ્ચને તેના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ અભિષેક બચ્ચનની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ ગઈ છે. અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પણ એક સમયની સુપરહિટ અભિનેત્રી હતી તેની પાસે કુલ રૂ.1000 કરોડની સંપતિ છે.

જયા બચ્ચન આજસુધીની સૌથી અમીર રાજ્ય સભા સાંસદ બની શકે છે. થોડા સમય પહેલા જયા બચ્ચને ચોથી વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સદસ્યતા માટે નોમીનેશન દાખલ કર્યું છે. નોમીનેશન ભરવા માટે જય બચ્ચને તેની અને તેના પતિ અમિતાભ બચ્ચનની બધી સંપતિનું વર્ણન સોગંદનામામાં આપ્યું છે. આ સોગંદનામાં અનુસાર જયા અને અમિતાભ બચ્ચન 1000 કરોડ પ્રોપર્ટીનાં માલિક છે.

1000 કરોડના આ આંકડામાં જયા અને અમિતાભ બચ્ચનની દરેક પ્રકારની સંપતિ સામેલ છે. જોકે અહીં જોવા જેવી વાત તો એ છે કે જ્યારે છેલ્લી વખત જયા બચ્ચને 2012 માં આ જ પદ માટે સંપત્તિનું એલાન કર્યું હતું ત્યારે તેની સંપતિ 493 કરોડ હતી, માત્ર 6 વર્ષમાં તેની સંપતિમાં ઘણોખરો વધારો થયો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!