અનીલ કપૂર દ્વારા ભજવાયેલા આ ૧૦ પાત્રો એકદમ જક્કાસ સાબિત થયા છે – એમાંથી એક ને તો નેશનલ એવોર્ડ પણ મળેલ છે

બોલીવુડ ના પ્રખ્યાત અભિનેતા જે પોતાની સ્ફૂર્તિ ને કારણે ઘણી વાર ચર્ચા માં હોય છે, એવા અનીલ કપૂર 24 ડિસેમ્બરે તેમને 63 વર્ષ પુરા કર્યાં પણ એમને જોઇને લાગે કે એમની ઉમર થંભી ગઈ. મિસ્ટર ઇન્ડિયા  બાળ કલાકાર થી જ ફિલ્મ લાઈન માં આવી ગયા  હતા. તેમના પિતા સુરેન્દ્ર કપૂર ફિલ્મ નિર્માતા હતા.. અનીલ કપૂરે બોલીવુડ તથા હોલીવુડ માં પણ કામ કરેલું છે. તેને પોતાના 40 વર્ષ ના કરિયર માં એક્ટિંગ અને ડાયરેક્ટર માં 6 એવોર્ડ મેળવ્યા છે અને સાથે 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે. આજે તમને જણાવીશું એવી ફિલ્મો જેને અનીલ કપૂર ને સુપરસ્ટાર ની પડવી આપી..

અરુણ વર્મા 

ફિલ્મ :- મેરી જંગ -1985 

1985 માં આવેલી ” મેરી જંગ ” ફિલ્મ એ અનીલ કપૂર ને રાતો રાત સુપર સ્ટાર બનાવી દીધા અને મોટા અભિનેતા ની સાથે તેનું નામ લેવામાં આવતું. આ ફિલ્મ માં દમદાર ગંભીર, લાગણીશીલ, અને ઉમદા વકીલ ની એક્ટિંગ કરી હતી.  એક દીકરો જે બધી જ જવાબદારી ને સમજે છે, પૂરી કરે છે, આ ફિલ્મ માં તેની ડાયલોગ બાજી ગજબ હતી. જે અનીલ કપૂર ની એક અલગ જ છાપ ઉભી કરે છે.

અરુણ વર્મા 

ફિલ્મ :- મિસ્ટર ઇન્ડિયા – 1987 

“મિસ્ટર ઇન્ડિયા ” ફિલ્મ માં તેની ભૂમિકા અનાથ બાળકો ને સાથે રહેતા અને તેની દેખભાળ કરતા વ્યક્તિ ની છે. આ ફિલ્મ થોડી કોમેડી અને જાદુ જેવી હતી જેથીં દર્શકોને બહુ જ ગમી. અને તમને યાદ જ હશે, તેનો ડાયલોગ ” મોગેંબો ખુશ હુઆ ” આ ફિલ્મ માં અનીલ કપૂર અને શ્રી દેવી ની જોડી પણ મનમોહક હતી..

મહેશ દેશમુખ (મુન્ના )

ફિલ્મ :- તેજાબ –  1988 

જયારે આ ફિલ્મ ની વાત થાય ત્યારે સૌથી પહેલા માધુરી દીક્ષિત નું એ ગીત યાદ આવે ” એક દો તીન ચાર પાચ ” જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. અને આ ફિલ્મ માં અનીલ કપૂર ની ભૂમિકા પણ લાજવાબ હતી. આ ફિલ્મ માં તેના રોલ માટેતેને એવોર્ડ મળ્યો હતો.

લખન પ્રતાપ સિંહ 

ફિલ્મ :- રામ લખન – 1989 

“રામ લખન ” ફિલ્મ માં તે લખન પ્રતાપ સિંહ નો રોલ કરી રહ્યા હતા. તેની એક્ટિંગ ના ચર્ચા દુર દુર સુધી થવા લાગ્યા અને તે આ ફિલ્મ થી બધા ના દિલ પર રાજ કરવા લાગ્યા.. આ ફિલમ માં તેના કિરદાર ને લઈને એક ગીત પણ હતું જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. ” માય નેમ ઇસ લખન સજનો કા સજન મેરા નામ હૈ લખન ” નાના મોટા સૌ કોઈ ના મુખ પર આ એક જ ગીત હતું..

રાજુ 

ફિલ્મ :- બેટા – 1992 

ફિલ્મ “બેટા ” અનીલ કપૂર એક સાવ ભોળો વ્યક્તિ બતાવવા માં આવ્યો છે. તે પોતાની સાવકી માતા ને પોતાની સગી માં જેટલો પ્રેમ આપે છે. પણ તેની માંતા ના કાળા કારનામા ને સમજી નથી શકતો.. આ ફિલ્મ માટે અનીલ કપુ ને ફિલ્મ ફેર એવોર્ડ મળેલો છે.

શક્તિ ઠાકોર 

ફિલ્મ :- વિરાસત-1997 

“વિરાસત” ફિલ્મ નું નામ જ એવું છે જે બધી વાત કહી દે પિતા ની વિરાસત દીકરા ને મળે પણ શક્તિ ઠાકુર ને પોતાના પિતા ની વિરાસત નથી જોતી તેને લંડન માં જ રહેવું છે અને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા છે. જયારે તે પોતાના પિતા ને મળવા પોતાને ગામ આવે છે. પછી ફરી ને વિદેશ નથી જતો. આ ફિલ્મ માટે અનીલ કપૂર ને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

વિક્રાંત કપૂર 

ફિલ્મ :- તાલ – 1999 

ફિલ્મ “તાલ” માં અનીલ કપૂર ની મુખ્ય ભૂમિકા ના હતી. છતાં પણ તેની એક્ટિંગ એટલી જોરદાર હતી કે તેને આ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો. આ ફિલ્મ માં તેનીતીખી  અને બકવાસ હસી આજે પણ સૌ કોઈ ને યાદ છે. આ ફિલ્મ ના મુખ્ય પાત્ર અક્ષય ખન્ના અને એશ્વર્યા રાય હતા.

મેજર જયદેવ રાજ્વંસ 

ફિલ્મ :- પુકાર – 2000 

આ ફિલ્મ માં ” પુકાર ” માં તેની ભૂમિકાપોતાના દેશ માટે કઈ પણ કરી છુટવા માટે હમેશા તત્પર રહેતા સિપાહી ની હતી. કોઈ પણ તેના દેશ સામે ઉચી નજર કરે કે તેને નુકસાન પહોચાડવાની કોશીસ કરે તો તેના હાથ કાપી નાખે એવ વિચારો ધરાવતા સિપાહી ની હતી. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળેલો છે.

શિવાજી રાવ

ફિલ્મ :- નાયક – 2001 

આ ફિલ્મ ” નાયક ” માં અનીલ કપૂર એક દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. તેમાં તે એક ન્યુઝ રીપોટર નો રોલ કરી રહ્યા હતા. આ ફિલ્મ માં એક્શન, રોમાન્સ, અને માતા પિતા અને દીકરા વચ્ચે નો પ્રેમ બધું જ જોવા મળે છે. આ ફિલ્મ માટે અનીલ કપૂર ને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો..

મજનું ભાઈ 

ફિલ્મ :- વેલકમ – 2007 

આ ફિલ્મ માં અનીલ કપૂર નો અલગ જ અંદાજ જોવા મળે છે. જે ડોન હોવા છતાં પણ બધા ને હસાવી ને લોટપોટ કરી દે છે. આ ફિલ્મમાં તેનો કોમેડી અંદાજ બધા ને બહુ જ ગમ્યો પછી વેલકમ ફિલ્મ ની સીરીઝ માં પણ તે નાના પાટેકર સાથે જોવા મળ્યા..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!