આ ભારતીય ક્રિકેટર ને પ્રભાસથી વધારે પ્રેમ કરે છે “બાહુબલી”ની ‘દેવસેના’ – જાણો કોણ છે આ ક્રિકેટર

એકબાજુ જ્યાં લોકો “બાહુબલી” ફેમ અનુષ્કા શેટ્ટી અને તેના કો-સ્ટાર પ્રભાસ સાથે તેના સંબંધોને લઈને ચર્ચાઓમાં વ્યસ્ત છે એવામાં આ એકટ્રેસે પોતે જ ખુલાસો કર્યો કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે. અનુષ્કા જેને પસંદ કરે છે તે કોઈ બીજું નહિ પરંતુ ક્રિકેટ ટીમ ઇન્ડિયાનો જ એક હિસ્સો રહી ચૂકેલ એક જબરદસ્ત ખિલાડી છે. આ ખુલાસો થોડા વર્ષ પહેલા અનુષ્કાએ મનોરંજન પોર્ટલ તેલુગુ સ્ટાફને એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો. ઈન્ટરવ્યું દરમિયાન ત્યાં તેના ફેંસ પણ હાજર હતા. ઓડીયન્સમાં બેઠેલ એક ફેંસએ અનુષ્કાને પૂછ્યું હતું કે તમે કયા ક્રિકેટરને સૌથી વધુ પસંદ કરો છો. આ વાતનો જવાબ અનુષ્કાએ શરમાતા શરમાતા આપ્યો હતો.

આ ક્રિકેટર પર ફિદા છે અનુષ્કા શેટ્ટી :

આ સવાલ સાંભળીને અનુષ્કાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. ફેંસના સવાલનો જવાબ આપતા અનુષ્કાએ કહ્યું હતું, “રાહુલ દ્રવિડ મારા ફેવરીટ ક્રિકેટર છે. હું જ્યારથી મોટી થઇ રહું ચુ ત્યારથી તે મને પસંદ છે. મારું તેના પર ક્રશ હતું. એક સમય તો એવો હતો હું તેના પ્રેમમાં ડૂબી ગઈ હતી.”

જણાવી દઈએ કે ફિલ્મ “બાહુબલી”ની સફળતા બાદ પ્રભાસ અને અનુષ્કાની સગાઇની ખબરો આવવા લાગી હતી. તે દરમિયાન અનુષ્કા અને પ્રભાસના અફેરની ઘણી ખબરો પણ સામે આવી હતી. પરંતુ બંને કલાકારોએ પોતાના અફેર પર કે રીલેશનશીપ પર ખુલીને ક્યારેય વાત કરી નથી. “બાહુબલી” પહેલા અનુષ્કા અને પ્રભાસ દર્શકોને પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બતાવી ચુક્યા છે.

જો કે રાહુલ દ્રવિડને કોઈ હિરોઈને પહેલી વખત પોતાનો ફેવરીટ નથી કહ્યો. આની પહેલા પણ કેટરીના કૈફ પોતાના એક ઈન્ટરવ્યુંમાં રાહુલ દ્રવિડનું નામ લઇ ચુકી છે. જ્યારે તેને ફેવરીટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે, “મને રાહુલ દ્રવિડ ખુબ જ પસંદ છે. તે ખરેખર જેન્ટલમેન ક્રિકેટર છે. રાહુલ ક્યારેય આક્રામક, ઉત્તેજિત અને નિરાશ નથી થતા. મેં આજસુધી તેની સાથે ત્રણ શબ્દથી વધારે વાત કરી નથી તે ખુબ જ શર્મિલા છે.”

જણાવી દઈએ કે’ “ધ વોલ” નામથી પ્રખ્યાત રહેલા મહાન બલ્લેબાજ રાહુલ દ્રવિડની રમત વિશે ભલું કોણ નહિ જાણતું હોય. પોતાની રમતની સાથે સાથે દ્રવિડ પોતાની જેન્ટલમૅન સ્ટાઈલથી પણ ફેંસને પોતાના દીવાના બનાવી લેતા હતા. તિલ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન અને ભારતના સંકટમોચન બલ્લેબાજ દ્રવિડે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં લોકોને ઘણા આકર્ષિત કર્યા છે. ભલે તે ફિલ્ડથી દુર થઇ ગયા હોય પરંતુ ક્રિકેટ પ્રેમીઓના દિલમાં આજે પણ તેના માટે પ્રેમ છે.

અનુષ્કા શેટ્ટી ફિલ્મ “બાહુબલી” બાદ સાઉથની સૌથી વધુ પોપ્યુલર અભિનેત્રી થઇ ગઈ છે. આજે આ અભિનેત્રીના કરોડો ફેંસ છે. અનુષ્કાએ સાઉથની અમુક ફેમસ ફિલ્મો જેવી કે, લિંગા, રુદ્રમાંદેવી, સિંઘમ 2, ભાગમતી વગેરેમાં કામ કર્યું છે. અનુષ્કા દેખાવમાં ખુબ જ સુંદર છે અને આજે તે એક ફિલ્મના 2.5 થી 3 કરોડ જેટલી મોટી રકમ લે છે. ફિલ્મ બાહુબલીમાં તેને અમરેન્દ્ર બાહુબલી ની પત્નીની ભૂમિકા નિભાવી હતી. તેમજ અમરેન્દ્ર બાહુબલી નો રોલ સુપરસ્ટાર પ્રભાસે નિભાવ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!