અરબાજ ખાનને પૂછવામાં આવી ગર્લફ્રેન્ડ સાથે લગ્નની વાત – ગુસ્સાથી થયા લાલ અને કહ્યું, “ડેટ કરીએ છીએ એનો મતલબ એ નથી…”

એક સમય હતો જ્યારે અરબાઝ અને મલાઈકાની જોડી નંબર વન હતી. લોકો તેની જોડીના ખુબ જ વખાણ પણ કરતા અને ઉદાહરણ પણ લેતા. પરંતુ અચાનક તેના તલાકની ખબરો આવતા બધા ફેંસ હેરાન થઇ ગયા. 19 વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ અલગ રહેવાનો નિર્ણય લીધો. જણાવી દઈએ કે બંનેને એક 19 વર્ષનો દીકરો પણ છે જેનું નામ અરહાન છે. હાલમાં અરબાઝ જોર્જીયા એન્ડ્રોની ને ડેટ કરી રહ્યો છે. અને ચર્ચાઓ એવી પણ છે કે આવતા વર્ષે બંને બંને લગ્ન પણ કરવાના છે. પરંતુ જ્યારે અરબાઝ અરબાઝને આના વિશે પૂછવામાં આવ્યું તો તે ગુસ્સેથી લાલ થઇ ગયા અને મીડિયાવાળા ને પણ ખખડાવી દીધા…

અરબાઝે હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું જેમાં તેને લગ્નને લઈને વાતચીત કરી અને અફવાઓ ને ખોટી જણાવી. જો કે, અરબાઝે એ વાત કબુલ કરી કે તે ઇટાલિયન મોડલ જોર્જિયાને ડેટ કરી રહ્યો છે. પરંતુ તેને કહ્યું કે તેને લગ્નનો હજુ કોઈ પ્લાન નથી કર્યો. તેના લગ્નની અફવાઓ પર અરબાઝે કરી આ વાત…

ડેટ કરવાનો મતલબ લગ્ન નથી :

અરબાઝે ન્યુઝ સાથે વાતચિત કરતા કહ્યું કે, “મને નથી લાગતું કે અમે ડેટ કરી રહ્યા છીએ તો અમારા લગ્ન થઇ જશે. અમે બસ માત્ર સાથે જ છીએ. તમને ખબર છે, મેં સમાન્ય સવાલ પૂછ્યો હતો. તમે કહો છો કે સુત્રો થી જાણવા મળ્યું છે કે અમારા લગ્ન થવાના છે. હું પૂછું છું કોણ છે સૂત્ર? શું મારા પપ્પાએ કહ્યું, કે મારી માં એ કહ્યું? મારા ભાઈ , મારે બહેને કીધું શું? જો કોઈએ નથી કીધું તો તમને કયા સૂત્રએ જણાવ્યું?

અર્જુન-મલાઈકા નાં લગ્ન પર દીધો આ જવાબ :

જયારે હાલમાં જ અરબાઝને તેની એક્સ વાઈફ મલાઈકા અને અર્જુનના લગ્ન પર સવાલ કરવામાં આવ્યો તો તેને તેનો જવાબ ખુબ જ મજાકિયા અંદાજમાં આપ્યો. અરબાઝ ખાનનો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થયો હતો જેમાં તેને અર્જુન અને મલાઈકા ના લગ્ન પર એક કોમેન્ટ કરી હતી. ખરેખર, થોડા દિવસ પહેલા અરબાઝ ખાન એક ઇવેન્ટમાં આવ્યા હતા. જ્યાં મીડિયાએ તેને અર્જુન અને મલાઈકા ના લગ્ન વિશે સવાલો કર્યા.

સવાલ પૂછ્યા પછી થોડા સમય પછી તો તે થોડો સમય શાંત થઇ ગયા, બાદમાં તેને મસ્તીના અંદાજમાં તેનો જવાબ આપ્યો. તે દરમિયાન અરબાઝના મોઢાનો રંગ જોવા જેવો હતો. સવાલ પૂછ્યો એટલે પહેલા તો અરબાઝ ખુબ જ હસ્યા પછી તેને કહ્યું, “આ ખુબ જ સમજદારી વાળો સવાલ છે. આ સવાલ માટે તમે રાતભર બેસીને મહેનત કરી હતી. ચાલો જામી લઈએ, લંચ ટાઈમ થઇ ગયો છે. હું આ સવાલનો જવાન આપીશ. પરંતુ તમે સવાલ પુછવામાં ટાઈમ લીધો તો હું પણ વિચારીને કાલે તેનો જવાબ આપીશ.”

દબંગ 3 માં જોવા મળશે :

વાત કરીએ વર્કફ્રન્ટની તો ટૂંક સમયમાં અરબાઝ દબંગ 3 માં જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રીલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યુસર ખુદ અરબાઝ ખાન છે અને સાથે ફિલ્મમાં એક્ટિંગમાં પણ જોવા મળે છે. સલમાનના ફેંસ દબંગ 3 નાં રીલીઝની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સલમાન ખાન મહેશ માંજરેકર ની દીકરી સઈ માંજરેકરની દીકરીને લોન્ચ કરવાના છીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!