પહેલા લગ્નથી નિરાસ થયેલ અભિનેત્રી અર્ચના પુરણ સિંહે આ અભિનેતા પર લગાવ્યું દિલ – સામે આવ્યું આ મોટું કારણ

જ્યારે વ્યક્તિ તેની જિંદગીને સાચી દિશામાં લઇ જાય છે ત્યારે તેની પાસે બે મોકા હોય છે. જો કોઈ સંબંધમાં બંને તરફથી નાં હોય તો સંબંધ છોડી દેવો જ શ્રેષ્ઠ છે. કંઈક એવું જ થોડા વર્ષો પહેલા અર્ચના પુરણ સિંહે વિચાર્યું હતું જ્યારે તેના પહેલા લગ્ન અસફળ રહ્યા તો તે ખુબ જ એકલી થઇ ગઈ હતી. ત્યારે તે પહેલા લગ્નથી નિરાશ થઈને આ એક્ટરપર દિલ લગાવ્યું હતું દિલ. પરંતુ હવે સામે આવ્યું તેના પહેલા લગ્ન તૂટવાનું સાચું કારણ.

નિરાશ થઈને અર્ચનાએ આ અભિનેતાને આપ્યું પોતાનું દિલ :

ધ કપીલ શર્માના શોમાં જજની ખુરસી પર બેસીને મસ્તી કરતી એક્ટ્રેસ અર્ચના પુરણ સિંહને જોઇને તમને એવું નહિ લાગે કે આની જિંદગીમાં જરા પણ દુખ હશે. તે હંમેશા હસતી જ નજરે આવે છે અને  હંમેશા પોઝીટીવ વાતો જ કરે છે, પરંતુ પોતાની અંગત લાઈફ વિશે વાત કરતી નથી. તેને કોઈ ઓળખાણની જરૂર નથી હાલમાં તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવન પણ ખુબ જ સારું ચાલી રહ્યું છે.

અર્ચનાના લગ્નને 27 વર્ષ થઇ ચુક્યા છે એટલું જ નહિ તેને પરમીત શેટ્ટી સાથે બે દીકરા પણ છે. પરમીત અને અર્ચના વચ્ચે આજે પણ ખુબ જ પ્રેમ છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે પરમીત શેત્તે અર્ચનાના બીજા પતિ છે, અરમિત પહેલા અર્ચનાના લગ્ન કોઈ બીજા સાથે થયા હતા. ખબરો મુજબ જાણવા મળ્યું છે કે અર્ચના પહેલા લગ્નથી એટલી નારાજ હતી કે તે બીજા લગ્ન કરવા પણ નહોતી ઈચ્છતી પરંતુ એકલતામાં ઘણી દુખી થઇ.

બરોબર આ સમયે તેના જીવનમાં પરમીત આવ્યો અને એક ઇવેન્ટ દરમિયાન બંનેની મુલાકાત પ્રેમમાં બદલી ગઈ. તે સમયમાં લીવ-ઇન-રીલેશનશીપ ઘણી મોટી વાત હતી પરંતુ દુનિયાની ચિંતા કર્યા વગર જ બંનેએ સાથે રહેવાનું ચાલુ કરી દીધું. અને થોડા સમયબાદ વર્ષ 1992 માં બંનેએ લગ્ન પણ કરી લીધા.

વર્ષો પહેલા અર્ચના પુરણ સિંહએ તેના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, “લગ્ન એક સંબંધને મળતું નામ છે. જ્યારે અમે બંનેએ એકસાથે લીવ-ઇનમાં રહેવાનો નિર્ણય લીધો ત્યારના અમે બંને એકસાથે છીએ અમે અમારા બાળકોને એક ઓળખાણ અપાવવા માટે લગ્નનો નિર્ણય લીધો હતો.” અર્ચના એ આગળ કહ્યું કે, “આજે પણ અમારી સારી દોસ્તી છે અને અમે બંને આજે પણ લવ બર્ડ છીએ. લગ્ન બાદ પણ અમારો સંબંધ બિલકુલ નથી બદલ્યો અને કાગળનો એક કટકો અમારા સંબંધને બદલી ન શક્યો.

અર્ચના પુરણ સિંહે કરી આ ફિલ્મો :

અર્ચના પુરણ સિંહે બોલીવુડમાં 80 માં દશકમાં એન્ટ્રી કરી અને ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જો કે અર્ચનાએ લીડ એક્ટ્રેસ તરીકે કામ નથી કર્યું પરંતુ ફીલ્મીમાં તેનો કિરદાર ખુબ જ ખાસ હોય છે. તેને બોલીવુડમાં, કુછ-કુછ હોતા હૈ, જલવા, મોહ્બત્તે, બોલ બચ્ચન, દે દના દન, અગ્નિપથ, રાજા હિન્દુસ્તાની, શોલા અને શબનમ, કિક, કૃષ, મની હૈ તો હની હૈ, લડાઈ, મહાકાલ, મસ્તી, જાનશીન, જંકાર બીટ્સ, આગ કા ગોલા, એસી ભી ક્યા જલ્દી હૈ, બાજ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અર્ચના વર્ષ 2008 થી સોનીના કોમેડી સર્કસમાં જજ કરી રહી છે. અને આ સીજનમાં કપિલ શર્મામાં જજ તરીકે જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!