જાહેર થયું એશિયાની ટોપ ૫૦ ખુબસુંદર મહિલાઓની લીસ્ટ – પ્રિયંકા-દીપિકાને પાછળ રાખીને આ એક્ટ્રેસ છે ટોપમાં – જૂવો ફોટા

હાલમાં જ લંડનમાં એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો, આ સર્વેમાં એશિયાની ટોપ 50 સૌથી ખુબસુંદર મહિલાઓને સામેલ કરવામાં આવ્યું. આ લીસ્ટમાં પહેલો નંબર આલિયા ભટ્ટને મળ્યો. દીપિકા-પ્રિયંકા ને પછાડીને આલિયા આગળ નીકળી ગઈ અને વર્ષ 2019 ની એશિયાની સૌથી સેક્સી મહિલાનો એવોર્ડ તેના નામે કરી લીધો. જણાવી દઈએ કે, બ્રિટેનનાં સાપ્તાહિક અખબાર “ઇસ્ટર્ન આઈ” દ્વારા આ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટોપ 10 માં આવી આ અભિનેત્રીઓ :

વાત કરીએ બીજા નંબરની તો બીજા નંબરે દીપિકા પાદુકોણ છે અને ત્રીજા નંબરે ટીવી એક્ટ્રેસ હીના ખાન છે. ચોથા નંબર પર પાકિસ્તાનની એક્ટ્રેસ માહીરા ખાન આવી. જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષ થી માહીરા આ ફિલ્ડમાં છે.

પાંચમા નંબર પર ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના, છઠા નંબર પર બોલીવુડની ટોપ એક્ટ્રેસ કટરીના કૈફ, તેમજ સાતમાં નંબર પર શિવાંગી જોશી તેમજ આઠમાં નંબર પર ટીવી એક્ટ્રેસ નિયા શર્મા અને નવમાં નંબરે મેહવિશ હયાત તેમજ દશમાં નંબરે દેશીગર્લ પ્રિયંકા ચોપડા આવી છે.

આલીયાએ વ્યક્ત કરી ખુશી :

અલીયા ભટ્ટે આ સ્થાન મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, “મારું હંમેશાથી માનવું છે કે સાચી સુંદરતા જે દેખાય છે તેનાથી ઘણી વધારે હોય છે અને તે જ વધુ મહત્વ ધરાવે છે. અમારી ઉંમર વધી જશે ત્યારે અમે કેવા દેખાય છીએ તે સમય સાથે બદલી જશે પરંતુ જો દિલથી સુંદર હોવું તમને હંમેશા સુંદર બનાવી રાખે છે, અને આપણે બધાને તેના પર જ ધ્યાન આપવું જોઈએ.”

જણાવી દઈએ કે, ઓનલાઈન વોટીંગ, મીડિયા કવરેજ અને અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ પર મળતી પ્રતિક્રિયાઓ પર આ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અસજાદ નજીર જે ઇસ્ટર્ન આઈ ના એન્ટરટેનમેન સંપાદન છે. તેને કહ્યું કે, “આલિયા ભટ્ટ જેવડું મોટું નામ હાલમાં કોઈ નથી તેમજ હિન્દી સેનેમાં માં આગળના દશ વર્ષ સુધી બોલીવુડ પર રાજ કરતા તેને કોઈ રોકી શકાશે નહિ.

રણવીર કપૂરને કરી રહી છે ડેટ :

વાત કરીએ આલીયાના અંગત જીવનની તો હાલમાં આ અભિનેત્રી બોલીવુડ રણબીર કપૂરને ડેટ કરી રહી છે. જો કે બંનેએ ખુલ્લેઆમ તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો છે. ઘણી વખત બંને સાથે જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ બંનેના પરિવારના લોકોએ પણ તેને મંજુરી આપી દીધી છે. ચર્ચાઓ થઇ રહી છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

વર્ક ફ્રન્ટની  વાત કરીએ તો આલિયા ભટ્ટ અયાન મુખર્જીની આગલી ફિલ્મ “બ્રહ્મશાસ્ત્ર” માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર કપૂર, મોની રોય અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. લગભગ આ ફિલ્મનું અડધું શૂટિંગ થઇ ચુક્યું છે. બસ હવે ટૂંક સમયમાં ટ્રેલર પણ રીલીઝ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!