આસોપાલવ આ રોગોને જળમૂળ થી દુર કરી દેશે – અમૃત સમાન આસોપાલવનો ઉપયોગ આ રીતે કરો

બધાને ખબર છે કે આસોપાલવ  ના પાન પુજા માટે ઉપયોગી હોય છે, ઘર માં કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો પણ આસોપાલવ ના પાન ના તોરણ બનાવવા, કળશ માં રાખવા, કોઈ પ્રસાદી ધરવા, ભગવાન નો હાર બનાવવા બધે જ આસોપાલવ વપરાય છે, પણ શું તમને ખબર છે ? આસોપાલવ દેશી ઉપચાર માં પણ જાણીતો છે તેનાથી ધાણા બધા રોગ પણ મટી શકે છે, આયુર્વેદ માં આસોપાલવ ના પાન અને તેની છાલ બંને દવા બનાવવા માટે ઉપયોગી છે, આસોપાલવ ના પાન નો ઉપયોગ ચહેરા ની કોઈપણ સમસ્યા માટે લાભદાયક છે, તો ચાલો જોઈએ આસોપાલવ થી ક્યાં લાભ થાય,

આસોપાલવ  ના લાભ :-

ખીલ અને ખીલના ડાઘ કરો દૂર :-

કિશોરીઓ ની સુદરતા માં ડાઘ  લગાડનાર ખીલ અને  ખીલ ડાઘ  જેના થી બચવા કિશોરી ઑ ખૂબ ધ્યાન રાખે છે, છતા પણ ખીલ આવે છે, ખીલ ને ફોડો તો ખાડા પડી જાય અને ના ફોડો તો રસી થઇ, અને સુકાયા બાદ તે ડાઘ બની કાયમ ચહેરા પર  રહી જાય છે, જેનાથી જળ મૂળ માથી છુટકારો આપે છે આસોપાલવ !ખીલ અને તેના ડાઘ દૂર કરવા માટે આસોપાલવ ના પાન નો લેપ લગાવો,

આ લેપ બનાવવા માટે આસોપાલવ ના પાન ને પાણી માં સાફ કરી તેને પીસી લેવા ત્યાર બાદ તેમાં સરસવ નું તેલ મિક્સ કરવું અને આ લેપ ચહેરા પર લગાવવો, ત્યાર બાદ 15 મિનિટ સુધી એને રાખી જ્યારે એ સુકાઈ જાય ત્યાર પછી પાણી થી ચહેરો સાફ કરી લેવો..

વધતી ઉમરની સાથે ચહેરા પર દેખાતી અસર :- 

વધતી જતી ઉમર સાથે ચહેરા પર કરચલી ઑ પાડવાનું શરૂ થઇ જાય છે, ચહેરા પર ની ચમક ઊડી જાય છે, જો નિયમિત ચહેરા પર આસોપાલવ નો પ્રયોગ કરવાથી ચહેરા પર ની કરચલી ઑ દૂર થઇ જશે, એટલે 35 વર્ષ પછી જેના ચહેરા પર તેની ઉમર દેખાવા લાગે એમને આસોપાલવ ના ઝાડ  ની છાલ ના પાણી થી પોતાનો ચહેરો  સાફ રાખે, આસોપાલવ ના ઝાડ ની છાલ ને પાણી થી સાફ કરી અને એ છાલ ને પાણી માં ઉકાળો, પાણી ઉકળી જાય પછી એને ઠંડુ પાડવા દો, અને ગરણી થી ગાળી ને બોટલ માં ભરી લેવું, રોજ આ જ પાણી થી ચહેરો સાફ કરવો થોડા જ દિવસ માં તમને ફેર દેખાશે,

પથરી ના દુખાવા થી રાહત :- 

કેટલાક લોકો ને પથરી ની તકલીફ હોય છે, જે દુખાવો સહન ના કરી શકાય, પથરી ના દુખાવા માં ધાણા માણસો ની અવિશ્વસનીય વાતો પણ હોય છે, જે કોઈ ને પથરી ની તકલીફ હોય એને આસોપાલવ ના બી નું સેવન કરવું જોઈએ, 2 ગ્રામ આસોપાલવ ના બી ને પીસી લો અને રોજ એનું સેવન કરો જેથી કરીને દુખાવો દૂર થશે, અને કાયમ માટે રાહત રહેશે,

નિયમિત થતું માસિચક્ર :- 

મહિલા ઑને આવતા એ મહાવરી ના આ 5 દિવસ ક્યારેક આગળ પાછળ થઇ જતાં હોય છે, જેના લીધે એમને અસહનીય હોય છે, કોઈ ને મહાવરી ના આવવાથી તકલીફ હોય છે તો કોઈ ને મોડુ આવવાથી તકલીફ થાય છે, આવું થાય ત્યારે આસોપાલવ ની છાલ નો ઉકાળો પીવો જોઈએ,

આ ઉકાળો બનાવવા માટે આસોપાલવ ની છાલ ને પાણી થી સાફ કરી ને આ છાલ ને ગરમ પાણી માં ઉકાળો અને તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો, અને પાણી થોડુક વધે ત્યારે ગેસ બંધ કરી દો અને આ પાણી ઠંડુ પડે ત્યારે તેને પીવું જેથી માસિક ચક્ર નિયમિત રહશે, ઉકાળો ના પીવો હોય તો તમે એનું ચૂર્ણ પણ બનાવી શકાઈ અને રોજ આ ચૂર્ણ લેવું, આ ચૂર્ણ ખાવાથી મહાવરી નિયમિત આવશે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!