દરેક આદર્શ માતાએ પોતાના બાળકના સુંદર ભવિષ્ય માટે આ ૩ કામ કરવા જ રહ્યા – વાંચો વિગત

દરેક માતા પિતા પોતાના બાળકોના ભવિષ્ય ને લય ને ચિંતિત જ હોઈ છે, બાળકના ભાવી જીવન ના ઘડતર માં સૌથી વધારે મહેનત તેની માતા ની હોઈ છે, બાળકનું સ્વાસ્થ્ય  હોઈ કે તેના સ્કુલ નું હોમ વર્ક કે પછી સારી નરસી બાબતો નું સિંચન કરવું બધે જ માતા નો રોલ મુખ્ય હોઈ છે, તેનું ભવિષ્ય કેમ ઉજળું બનાવવું તેના માટે ક્યાં પગલા લેવા જોઈએ એ બધું એક માતા ની જવાબદારી છે, બાળક ને સાચું માર્ગદર્શન આપવું અને અમુક ખાસ વાતો થી તે સફળતા મેળવી શકે છે, આજે અમે તમને કહીશું એવી 3 બાબત જે જાણી ને તમારા બાળક નું ભવિષ્ય ઉજળું કરી શકશો.

બાળકોના નામે પૈસા ની બચત કરવી :- 

અત્યારે જે બાજુ મોઘવારી વધી રહી છે ત્યાં સરકારે બહુ જ સ્કીમ બાર પડી છે બાળકોના અભ્યાસ માટે જે  તેના ઉચ્ચતર અભ્યાસ માં વિદેશ જવા માટે પણ લાભદાય નીવડે છે, બાળક નો જન્મ થાય ત્યાર થી  તેના નામની પૈસા ની  બચત શરુ કરી દેવી જોઈએ જેથી કરીને જયારે એ મોટા થાય અને પોતાની પસંદ ની ફિલ્ડ માં આગળ વધી શકે છે, બાળકોનું ભળતર તેના ભવિષ્ય ઘડે છે,અમુક લોકો એવા પણ હોઈ છે જે બાળકોના લગ્ન પર વધારે ખર્ચા કરતા હોઈ છે, લગ્ન તો તમે કોઈ વિધિ થી સાદાય થી કરી શકો, બાળકો ના લગ્ન માં જેટલો ખર્ચો કરો છે, એટલા પૈસા તેમના ભવિષ્ય ઘડતર માં આપવા જોઈએ..

સારા સંસ્કાર અને ખાસ વાતો શીખવો :- 

હમેશા જીવન માં ઉપયોગી અને પોતાનો આત્મવિશ્વાસ વધારે એવી જ બાબતો બાળકોને શીખવી જોઈએ, અત્યાર ના સમય માં બાળકોને બહારગામ કે દુર શહેર માં ભણતાં હોવાથી માતા પિતા થી દુર થય જાય છે, અને ક્યારેક ખોટી સંગત માં આવી જાય છે,તો ક્યારેક ડીપ્રેશન માં આવી જાય છે કારણ કે તે ત્યાં એકલા થય જાય છે, એટલે જ બાળક ને એકલા રહેતા શીખવું જોઈએ,અને કોઇપણ પરિસ્થિતિ હોઈ તેનો સામનો કરતા શીખવું જોઈએ, એની અંદર એટલી શક્તિ ભરી દેવી જોઈએ કે તેને ક્યારેય કોઈની જરૂર ના પડે, જેથી કરીને તે પોતાના લક્ષ્ય સુધી પોચી શકે..

બાળકોની પસંદ નાપસંદ નું ધ્યાન રાખવું :-  

આપણા સમાજ માં એવું જ થાય છે, કે માતાપિતા પોતાના સપના જે પોતે પુરા નથી કરી શક્યા તે પોતાના બાળકો પાસે થી પુરા કરાવે છે, તો એવું પણ બંને છે કે આપણો તો ઘર નો ધંધો છે તે જ ચલાવવાનો છે, પછી આળગ ભળી ને શુકામ છે, આવી માનસિકતા બાળકોના ઉછેર માં અવરોધ ઉભો કરે છે, માતા પિતા ના કહેવાથી ઘણી વખત બાળકો પોતાના સપના ને ભૂલી નોકરી કરે છે પણ એક લીમીટ સુધી જ પછી એમની ગાડી અટકીજાય છે,માતા પિતા એ પોતાના બાળકોને મનપસંદ ક્ષેત્ર માં આગળ જવાની ચૂત આપવી જોઈએ. જેથી કરીને તે એમાં પ્રગતી કરી શકે..

સાચું માર્ગદર્શન :-

બાળકો પર ક્યારેય એના ભવિષ્ય ને લયને દબાવ ના દેવો,તેથી તે સંકુચિત્ત મગજ ના થઈ જાય છે,એ જયારે તકલીફ માં હોઈ તો એની વાત ને સમજી ને એને સાચું માર્ગદર્શ આપો, એની સાથે જગડો કરીને એને ના ટ્રીટ કરો, જો એ નિષ્ફળતા મળી હોઈ તો એને હિમત આપી બીજીવાર કામ કરવા પ્રોત્સાહિત કરો એનો આત્મ વિશ્વાસ વધારો નહિ તો એ ડીપ્રેશન માં જતા રહશે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!