બાળકોના ઉછેર સમયે દાદા દાદીની આ ૫ ખાસ જરૂરીયાતો – સાયન્સ પણ કહે છે દાદા દાદી જરૂરી છે…

દુનિયા નું બધુ સુખ એક તરફ અને દાદા – દાદી બનવાની ખુશી એક તરફ, માતા-પિતા પોતાના બાળક ને પ્રેમ આપતા જ હોય પણ દાદા-અને દાદી નો પ્રેમ થોડો વિશેષ હોય છે કહેવાય છે ને વ્યાજ કરતાં મુદલ  વધારે વ્હાલું હોય છે, દાદા દાદીને બાળક ના સ્વરૂપ માં પોતાના જ દીકરા નું નાનપણ ફરીથી જોવા અને જીવવા મળે છે, ઘરના વડીલો એ સૌથી પહેલા બાળક ના શિક્ષક છે, બાળકો ના જીવનમાં વડીલો એ મહત્વ ની ભૂમિકા ભજવે છે,

1.

જે બાળકો દાદા દાદી કે નાના નાની પાસે ઉછેર થયો હોય તે ખૂબ જ લાગણી વાળા હોય છે, આવા બાળકો હમેશા ખુશમિજાજી અને મિલનસાર હોય છે, એમને દરેક વસ્તુ બધા સાથે શેર કરીને જ વાપરવાની આદત હોય છે,

તેને મોટા નો આદર કરતાં આવડે અને પોતાના થી નાના હોય એને પ્રેમ અને સંભાળ રાખતા આવડતું હોય છે, બાળકોનો તેના દાદા દાદી સાથે અનોખો સંબંધ હોય છે, જ્યાં પણ જાય તેની સાથે જવા તૈયાર થય જાય છે, બાળકોને એમના પર ખૂબ જ ભરોશો હોય છે, કે તેમની પાસે મારી દરે સમસ્યાનો ઉકેલ હશે,

2.

અત્યાર ના સમય માં વિભક્ત કુટુંબ માં રહેતા બાળકો ના ઉછેર કરતાં દાદા દાદી કે નાના નાની સાથે રહેતા બાળકો નો ઉછેર અલગ હોય છે, આ વાત ની સાબિતી સાયન્સ પણ આપે છે, માતા પિતા કરતાં બાળકો નો ઉછેર સારી રીતે કરી શકે છે, કેમ કે તેને દુનિયા નો અનુભવ હોય છે અને આ જ અનુભવ તે બાળકો સાથે શેર કરે છે, તેથી તેમણે જીવન માં કોઈ પરિસ્થિતી માં સમસ્યા નો ઉકેલ લેવા માં મદદ થય છે, સાથે સાથે નાની ઉમર માં જ તેમણે ઘણું બધુ શીખવા મળે છે,

3.

બાળકોના જીવન માં વડીલનું મહત્વ એટલે પણ છે કે તેઓ આપની સંસ્કૃતિ ની ઓળખ આપી શકે, અને જે જ્ઞાન તેમને કોઈ પુસ્તક કે સ્કૂલ માથી ના મળે તે બધુ જ એને દાદા દાદી પાસે થી મળે છે,

 

વડીલો પાસે થી બાળકો નૈતિક સંસ્કાર અને ધાર્મિક જ્ઞાન પણ શીખે છે, પરિવાર નું મહત્વ શું છે, બધા સાથે હળીમળી ને રહેવું જોઈએ, વડીલો સાથે રહેવાથી તેના માં કરુણા, દયા, પ્રેમ ની લાગણી અતૂટ હોય છે,

4.

દરેક વડીલો પોતાના બાળક ને પોતાના ધર્મ નું જ્ઞાન આપતા હોય છે, મહેમાન સાથે કેવું વર્તન કરવું, ભગવાનને નમન કરવું, બધા સાથે પ્રેમ થી વાત કરવી, આવી નાની નાની તેમને ઘર ના વડીલો જ શીખવે છે, આજકાલ બધા ને ઉતાવળ જે હોય છે, શાંતિ થી કોઈને કામ લેતા નથી આવડતું,

પણ આપણાં વડીલો શાંતિ ને ધૈર્ય નું ખાસ ઉદાહરણ છે, જ્યારે પણ બાળકો ના જીવન માં કોઈ તકલીફ પડે ત્યારે તેને શાંતિ થી નિર્ણય લેવામાં સગવડ રહે, સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે જે બાળકો નો વડીલો ના હાથ ઉછેર નથી થતો તેમને એકલપણું, ડિપ્રેશન જેવી બીમારીઓ હોય છે,

5.

નાના બાળકો જ્યારે સૂતા હોય છે, ત્યારે વડીલો એમને કવિતા કે વાર્તા સંભડાવતા હોય છે, જે બાળકો ને બહુ જ પ્રિય છે, ભલે અત્યાર ના સમય માં મોબાઈલ ની અંદર આખું વિશ્વ સમાય જાય પણ એ  દાદા અને  દાદી ના ખોળા માં બેસી ને વાર્તા સાંભળવાની મજા અલગ જે હોય છે,

અને બાળક માં સંસ્કાર નું સિંચન કરે છે,જો તમારા ઘરમાં તમારા વડીલો તમારી સાથે રહેતા હોય તો તમે દુનિયા ના ભાગ્યશાળી વ્યક્તિ છો, જેમની ત્રીજી પેઢી એક સાથે એક છત નીચે રહે છે,

 

 

Leave a Reply

error: Content is protected !!