મંદિરમાં ઘંટડી વગાડવાથી થાય છે આ ચમત્કારિક ફાયદા, 99% લોકોને એ વાતની ખબર પણ નહી હોય

દેવી દેવતાઓની પૂજા વખતે ઘંટડી વગાડવાની પ્રાચીન તથા જૂની પરંપરા છે. જયારે પણ આપણે ઘરમાં અથવા તો કોઈ મંદિરમાં પૂજા અર્ચના અથવા તો આરતી કરીએ છીએ ત્યારે ઘંટડી અવશ્ય વગાડીએ જ છીએ. ઘંટડી વગાડવાનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે અને વૈજ્ઞાનિક પણ.

સ્કંદ પુરાણમા લખાયેલા અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવાથી વ્યક્તિના સો જન્મોના પાપો દૂર થઇ જાય છે. જયારે જગતનું નિર્માણ થયું હતું ત્યારે જે અવાજ બહાર નીકળ્યો હતો ઘંટડી એ જ અવાજ બહાર કાઢે છે. આ અવાજમાં ૐકારનું ઉચ્ચારણ રહેલું હોય છે. સાથે જ ઘંટડીને કાળનું પ્રતીક પણ કહેવામાં આવ્યું છે. ધર્મ શાસ્ત્ર પ્રમાણે જયારે પ્રલય કાળ આવશે ત્યારે આવા જ પ્રકારનો અવાજ બીજી વાર થશે.

દેવી-દેવતાની પૂજા અર્ચના વખતે ઘણી બધી પ્રકારના વાદ્ય-યંત્ર વગાડવામાં આવે છે, પણ એ પૈકી ઘંટડી નો અવાજ અતિ મહત્વનો છે. ઘંટડીનો અવાજ મન, મસ્તિષ્ક તથા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. એ ઉર્જાથી બુદ્ધિ તથા તેજમાં વધારો થાય છે.

મંદિરમાં જ્યારે સવારે અથવા તો સાંજે આરતી થતી હોય ત્યારે ઘંટડીના અવાજથી ત્યાં હાજર માણસો ખુદને તણાવમુક્ત મહેસુસ કરતા હોય છે. સાથે જ ધાર્મિક માન્યતા પ્રમાણે મંદિરમાં પૂજા કે આરતી સમયે ઘંટડી વગાડવાથી પહેલાના સમયમાં કરેલ પાપ જલ્દી દૂર થઇ જાય છે.

વૈજ્ઞાનિકોનું માનવું એમ છે કે ઘંટડી વગાડવાથી ત્યાં આજુબાજુનું વાતાવરણ ધ્રુજારી પેદા થાય છે. આ ધ્રુજારીનો એક ફાયદો એ છે કે તે તેના રસ્તામાં આવતા દરેક કીટાણુ તથા સૂક્ષ્મ જીવનો નાશ કરી દે છે. જેથી વાતાવરણ શુદ્ધ થઇ જતું હોય છે.

એટલે જે તે સ્થળોમાં ઘંટડી વાગવાનો અવાજ દરરોજ રૂપે આવતો હોય ત્યાંનું વાતાવરણ શુદ્ધ તથા પવિત્ર રહેતું હોય છે. ઘંટડીના અવાજથી નેગેટિવ ઊર્જા ઓ આપણાથી દૂર ચાલી જતી હોય છે અને પોઝિટિવ ઉર્જા શરીરમાં આવતી હોય છે. તેની સાથે જ ઘંટડીને કારણે પેદા થતી ધ્રુજારી આપણા શરીરને પણ સારું રાખે છે.

પૂજા કે આરતી ટાણે વગાડવામાં આવતી ઘંટડીમાં એક જ તાલ જોવા મળે છે. જયારે એ ઘંટડીનો અવાજ આપણા કાન સુધી આવે છે ત્યારે આપણે તે મહેસુસ કરી શકતા હોઈએ છીએ. એ અવાજ આપણા માનસિક તંદુરસ્તી પર અસર કરે છે અને આપણી એકાગ્રતામાં વધારો કરે છે.

મંદિરની ઘંટડીઓ કૈડમિયમ, ઝીંક, નિકેલ, ક્રોમિયમ તથા મેગ્નેશિયમથી બનાવવમાં આવતી હોય છે. જેનો અવાજ દૂર સુધી જાય છે અને એ તમારા મગજને ડાબી અને જમણી એમ બંને બાજુઓથી સંતુલિત કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!