શ્રીમદ ભગવદગીતાનું એક અલગ જ મહત્વ છે, એના શ્લોક વાંચવા/સાંભળવાથી આટલી તકલીફો દુર થાય છે

શ્રી મદભગવત ગીતા એ અપનો હિંદુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ મનુષ્ય ની દરેક સમસ્યા ના ઉપાય કહ્યા છે. આ ગ્રંથ માં 18 અધ્યાય અને 720 શ્લોક આવેલા છે. અને આ બધા શોકો નું અલગ મહત્વ પણ સમજાવ્યું છે. મહાભારત ના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને કુરુક્ષેત્રે માં કહી હતી. ભગવત ગીતા ના ઉપદેશ ની મદદ થી તેમને અર્જુન ને સંસાર નો સર સમજાયો હતો. દરેક જગ્યા પર જ્યાં અર્જુન ના પ્રશ્નો ઉભા થયા ત્યાં તેમને ઉદાહરણ થી પણ સમજાવ્યું.. શ્રીમદ ભગવત ગીતા જ એક એવો ગ્રંથ્ચે. જેમાં શ્રી કૃષ્ણ કહે છે, હા હું ભગવાન છું હું ઈશ્વર છું.  શ્રીમદ ભગવત ગીતા મહર્ષિ વેદ વ્યાસ રચિત છે. જે સંસ્કૃત ભાષા માં છે..

મહાભારત ના યુદ્ધ વખતે અર્જુન ને અપેલા  ઉપદેશ :-

જયારે કુરુક્ષેત્રે ના મેદાન માં અર્જુન તેની સામે ઉભેલા પોતાના ભાઈ, દાદા, ગુરુ ને જોઇને હથિયાર નીચે મૂકી દે છે, એવું વિચારીને કે મારા સગા વ્હાલા સામે હું કેમ લડું ? એની સામે હથિયાર કેમ ઉપાડું ? ત્યારે શ્રી કૃષ્ણ તેને ઉપદેશ આપતા કહે છે. મનુષ્ય એ નિષ્કામ ભાવ થી કર્મ કરવું જોઈએ,ફળ ની ઈચ્છા ના રાખવી આ સમયે તે તારા દુશ્મન છે.તો ઉભો થા અને લડ.

એવું  કહેવાય છે.કે જયારે કોઈ પણ મુશ્કેલી આવે અથવા કોઇપણ કઠીન પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભગવદ ગીતા વાચવી.. તેમાં બધા પ્રશ્નો ના જવાબ આપેલા છે. અને દરેક પરિસ્થીતી માં કયો નિર્ણય લેવો તેનું સાચું જ્ઞાન આપેલું છે..ભટકેલા ને સાચી દિશા બતાવે છે.

શ્રીમદ ભગવત ગીતા નું મહત્વ :-

શ્રીમદ ભગવત ગીતા માત્ર સાંભળવાથી તમારા પાપ નાશ પામે છે. તમારા દુખ દર્દ દુર થાય. એટલે આ ગ્રંથ નું મહત્વ વધારે છે.જ્યારેપણ સમય મળે ત્યાએ ગીતા નો પાઠ કરવો જોઈએ.જેથી કરીને મનુષ્ય માં સકારાત્મક ભાવ આવે અને તેને શ્રીમદ ભગવત ગીતા નું જ્ઞાન અને મહત્વ સમજાય..

પરેશાની માંથી બહાર લાવે :-

જેવી રીતે અર્જુન ગીતા ના ઉપદેશ સાંભળી ને પોતાની દુવિધા માંથી બહાર આવી ગયો.. એવી જ રીતે જયારે તમને કોઈ પ્રોબ્લમ હોઈ કે તકલીફ પડી હોય કઈ સમજાય નહિ કે શું કરવું ત્યારે આ ગ્રંથ નું સ્મરણ કરીને તેના શ્લોક વાચવા.. જેથી તમને તમારી સમસ્યા નું નિવારણ મળી જશે. અને તમે તમારા કાર્ય માં સફળતા મેળવશો..

સાચી દિશા માં જ જવું :-

ક્યારેક અપને સાચો નિર્ણય નથી લઈ શકતા. અને ખોટા નિર્ણય નું ફળ ભોગવવું પડે છે.સાચું શું છે, ખોટું શું છે, એનો ફર્ક નથી સમજી શકતા. ત્યારે ભગવત ગીતા વાચવી.. જેથી તમને નિર્ણય લેવામાં મદદ મળે..

ચિંતા ને કરે દુર :-

શ્રીમદ ભગવદ ગીતા માં કહ્યું છે. કે ચિંતા અને તનાવ થી જેટલા દુર રહી શકો એટલું રહેવું, વધારે ચિંતા ના કરવી ચિંતા નો પ્રશ્ન થાય ત્યારે શ્રેમ્દ ભગવદ ગીતા ફરજીયાત વાચવી જોઈએ. જેથી તમાં રહેલી સકારાત્મક ઉર્જા મળે અને ખોટા વિચાર ના આવે.

સફળતા મળે :-

જીવન માં તમે તનતોડ મહેનત કરો અને સફળતા ના મળે તો નિરાશ ના થવું, અને નાશીપાસ થઈ ને બેસી ના રહો. જો વ્યક્તિ સફળ ના થાય તો તેને મન અને ચિત સદા શાંત રાખવા જોઈએ.ભગવત ગીતા માં કહેલું છે. કે જયારે પણ તમે નિરાશ થાવ તો મન પર કાબુ રાખવો જોઈએ શાંત મન થી કરેલું કામ સફળતા તરફ લઈ જાય છે. ગીતા માં કહેલું છે. કે સફળતા ને અસફળતા જીવન માં આવતી જતી હોય છે,  તેના થી ગભરાવું નહિ હમેશા પોતાના કર્મો પર વિસ્વાસ રાખવો..

ખુશ રહેતા શીખો :-

ગીતા અનુસાર હમેશા જીવન માં ખુશ રહેવું જેથીમન અન્નદ માં હશે તો કાર્ય પણ સારા કરી શકશો..તમારી પાસે જે કઈ છે, એમાં ખુશ રહેવું વધારે ઈચ્છાના કરવી. વધુ અપેક્ષા કરવાથી જયારે અપેક્ષા પૂરી ના થાય ત્યારે દુખ સિવાય કઈ હાથમાં નથી આવતું..

ચાલો જોઈએ ગીતા ના પ્રશીધ્ધ  શ્લોક :-

नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत ॥

આ બીજા અધ્યાય નો ૨૩ મો શ્લોક છે. આત્મા અમર છે. તેને પવન સુકવી નથી શકતો. અગ્નિ બાળી નથી શકતો. અને કોઈ શાસ્ત્ર કાપી નથી શકતો. અને પાણી ભીંજવી નથી શકતો. એટલે આત્મા અમર છે. આ શ્લોક માં એ સમજવામાં આવ્યું હોય છે.

हतो वा प्राप्यसि स्वर्गम्, जित्वा वा भोक्ष्यसे महिम्।
तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:॥

આ શ્લોક દ્વારા એવું સમજવામાં આવ્યું છે.કે જોઅં યુદ્ધ માં ટુ વીર ગતિ ને પ્રાપ્ત થઈશ તો તને સ્વર્ગ ની પ્રાપ્તિ થશે. અને જો ટુ આ યુદ્ધ જીતી જઈશ તો તને સુખ ધરતી પર જ મળી જશે. ભગવાન શ્રી કૃષ્ણ એ તેને કર્મ કરવાનું સમજાવે છે.

क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

મનુષ્ય નો સૌથી મોટો શત્રુ તેનો ક્રોધ જ છે. ક્રોધ આવવાથી તેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, સાચું શું છે ખોટું શું છે એનો ભેદ ભૂલી જાય છે.  ક્રોધ માં મનુષ્ય પોતાનું ખરાબ કરી બેસે છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

આ શ્લોક નો અર્થ છે મનુષ્ય એ પોતાના કર્મો જ કરવા કોઈએ  હમેશા પોતાના સારા કર્મો પર ધ્યાન આપવું ફળ ની અભિલાષા ના રાખવી.

परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे-युगे॥

આ ભગવત ગીતા નો મહત્વ નો શ્લોક છે, તેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે જયારે જયારે મનુષ્ય ના કલ્યાણ માટે અને દુષ્કર્મી ના વિનાશ માટે હું ધરતી પર જન્મ લઇશ. ધર્મ ની સ્થાપના માટે પ્રયેત્ક યુગ માં હું જન્મ લઈશ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

 

 

 

 

 

Leave a Reply

error: Content is protected !!