મેરી કોમથી લઈને વિદ્યા બાલન સુધી આ 8 ભારતીય મહિલાની કહાની છે ખુબ જ પ્રેરણાદાયક – આ રીતે કર્યા સપનાઓ સાકાર

આજના  સમય માં કઈપણ મેળવવા માટે મહેનત ની સાથે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, જો નસીબ ના આધારે બેસી રહો તો ધૂળ સિવાય કઈ જ નહીં મળે પોતાના સપના પૂરા કરવા માટે ખૂબ રાત દિવસ મહેનત કરી પોતાનું ભાગ્ય બદલી શકો, સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે, કે ” ઉઠ ઊભો થા અને ધ્યેય પ્રાપ્તિ સુધી જા ” તો દરેકે પોતાના સપના પૂરા કરવા નો હક છે, નાના મોટા ઉતાર ચઢાવ તો આવશે જ પણ એને પાર કરીને તમારા ગોલ શુદ્ધિ પોચો, આજે આપણે ભારત ની 8 મહિલાઓ વિષે વાત કરશું જેને પોતાની આવડત ઉપર જ પોતાના સપના પૂરા  કર્યા..

મેરી કોમ :- 

મેરી કોમ વિષે બધા ને ખબર છે, એમનો જન્મ બહુ જ ગરીબ પરિવાર માં થયો છે, પણ છતાં તેમણે સખત મહેનત થી આ ઊચાઇ પર પહોચ્યા છે, મેરી કોમ ભારતીય મહિલા બોક્સર છે, જેને વર્ષ 2012 માં ઓલમ્પિક ના કાસ્ય પદક જીતી ને આપણાં ભારત નું નામ રોશન કર્યું છે, આ સિવાય તેના જીવન ચરિત્ર પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી, જેથી બધા ને ખ્યાલ આવે કે તેમણે અહી સુધી પોહચવા માં કેટલી મહેનત કરી,

સાઇના નહેવાલ :-  

સાઇના નહેવાલ ભારત ની બેડમિન્ટન ખેલાડી છે, જેને 2012 માં ખૂબ સારી રીતે પ્રદશન કર્યું  ઓલમ્પિક નું કાસ્ય પદક મેળવી પોતાની સાથે ભારત નું નામ પણ રોશન કર્યું,  ખૂબ જ નાની ઉમર માં જ બેડમિન્ટન રમવાનું શરૂ કરી દીધું હતું, અને તેમણે બહુ જ રેકોડ પણ બનાવ્યા છે, તેમણે ભારત સરકાર દ્વારા ઘણા બધા પુરસ્કાર મેળવ્યા છે, નાની ઉમર માં બહુ મોટી ઊચાઇ પર પહોચી જ્ઞ છે, ભારત ની આ મહિલા

હિમા દાસ :- 

હિમા દાસ એ 400 મીટર ની રેસ દોડી ને સ્વુર્ણ પદક મેળવી ભારત નું નામ રોશન કર્યું છે, તે ભારત ની પહેલી એવી મહિલા છે જેમને આઈ એ એફ અન્ડર 20 માં પદક જીત્યું હતું, એમને  માત્ર 18 વર્ષ માં જ એમને આ પ્રસિદ્ધિ મેળવી છે, અહી સુધી પહોચવું એના માટે સહેલૂ નથી પણ બધુ નસીબ પર ના છોડી દેતા તેને સખત મહેનત કરી છે એ આ પુરસ્કાર તેની સાબિતી છે,

તાનીયા સચદેવ :- 

તાનિયા સચદેવ એ ભારત ની શતરંજ ખેલાડી છે, નાનપણ થી એમણે શતરંજ નો રમવાનો ખૂબ જ શોખ હતો, તેમણે આને માટે ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે, આઈ એફ, અને મહિલા ગ્રાન્ડ માસ્ટર ડબલ્યુ જી નો એવોર્ડ પણ તેને મળ્યો છે, વર્ષ 2002 માં એને ગર્લ્સ ચેમ્પિયન સિપ પણ એમણે જીતી હતી,

વિધ્યા બાલન :- 

બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી વિધ્યા બાલન ને બધા ઓળખે જ છે, તેમણે પણ અભિનેત્રી બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે, તેમની પહેલી ફિલ્મ ની શૂટિંગ વચ્ચે જ કોઈ કારણો સર રોકી દેવામાં આવી અને પછી આ ફિલ્મ ના બની કે ના રીલીઝ થઇ, આ માટે ફિલ્મના નિર્દેશક વિધ્યા બાલન ને દોશી ગણાવી પણ તેમણે હિમંત ના હરતા તેના કામ ને અને મહેનત માં વધારો કરી આ ઊચાઇ પર પોહોચી ગયા, જ્યાં સૌ કોઈ તેમને સફળ અભિનેત્રી તરીકે ઓળખે છે,

રશ્મિ બંસલ :- 

એક સફળ વૈજ્ઞાનિક નું નામ લેવાતું હોય તો તરત જ રશ્મિ બંસલ નું નામ યાદ આવે, તેમણે ઘણી બધી બુક્સ પણ લખી છે, તે એક સફળ ખગોળ ભૌતિક વૈજ્ઞાનિક છે, તે જ્યારે કોલેજ માં હતા ત્યારે જ લખવાનું શરૂ કરી દીધું હતું, જે કોઈ ને ખગોળ ભૌતિક વૈજ્ઞાનિક  હોય તેમના માટે

 ભક્તિ શર્મા :- 

ભક્તિ શર્મા એ ભરતીય તરવૈયા છે, તેમણે એંટર્ક્ટીકા મહાસાગર 1.4 માઈલ ફક્ત 52 મિનિટ માં  તરી ને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે, કે ત્યારે ત્યાં તાપમાન 1 ડિગ્રી હતું આ સિવાય ભક્તિ એ બીજા 5 મહાસાગર માં તરી ને રેકોર્ડ બનાવ્યો છે, 2010 માં ભક્તિ ને  તેનજિંગ નર્વે પુરસ્કાર મળ્યા છે,

હર્ષિની કાનહેકર :- 

ભારત ની સૌથી પહેલી મહિલા જે ને ફાયર ફાઇટર કોલેજ માં એડમિશન લીધું, બધા નું એવું જ કહેવું હતું કે તે આ કોલેજ ને છોડી દે, પણ હર્ષિની એ હિમંત રાખી કોલેજ પૂરી કરી ને બની ગઇ ભારત ની પહેલી ફાયર ફાઇટર ભારને ગર્વ છે આવી મહિલા ઑ પર જે બધાં ક્ષેત્રો માં કામ કરી શકે છે, અને ભારત નું નામ ઊચું કરે છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!