7 મહિના અને 300 કિલોમીટરની લાંબી સફર કરીને કર્ણાટક પહોંચી 420 ટનની આ એક મૂર્તિ, જુઓ તેની 10 તસવીરો

તામિલનાડુના પહાડોમાં એક એવી મૂર્તિની રચના કરવામાં આવી છે જેણે દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ભગવાન વિષ્ણુની આ પથ્થરનથી બનાવવમાં આવેલી 420 ટનની મૂર્તિને તમિલનાડુના તિરુવન્નમલાઈ જિલ્લાથી 300 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને બેંગ્લોરના એક મંદિરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

તમને આગળ કહી દઈએ કે સમગ્ર કોશિશો કરવા છતાં પણ આ કામ પૂરું થઇ રહ્યું નથી. આગળના દિવસોમાં 64 ફૂટ લાંબી આ મૂર્તિને બેંગ્લોર પહોંચાડવા માટે 240 ટાયરો વાળું ટ્રેલર પણ બહારથી લાવવું પડ્યું હતું પણ જરૂરી એવું કામિયાબી મળી શકી નથી.

આ ટ્રેલર પર જ્યારે મૂર્તિને રાખવામાં આવી તથા કર્ણાટકના એજીપુરા લાવવામાં તેને સતત સાત મહિનાનો લાંબો સમય લાગ્યો. આ 64 ફૂટ ઊંચી, 25 ફૂટ પહોળી અખંડ મૂર્તિ વિશ્વરૂપમની છે જેને હિન્દૂ ધર્મના પ્રમુખ 10 ભગવાનોનું રૂપ કહેવામાં આવ્યું છે. રિપોર્ટના અનુસાર આ મૂર્તિ ટ્રેલર દ્વારા ત્રણ દિવસોમાં ફક્ત 300 મીટર જ આગળ વધી શકી હતી, જેના પછી આ ટ્રેલરના ઘણા ટાયરો પણ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા.

આ મૂર્તિ વિશે ડૉ.સદાનંદનું માનવું છે કે,”આ મૂર્તિ સર્વોચ્ચ ભગવાનની છે જેણે જુદા જુદા અમય પર હિંદુઓની હેલ્પ કરી છે. હિંદુઓમાં કોઈ એકતા નથી કારણ કે આપણે જુદા જુદા દેવતાઓમાં વિશ્વાસ કરીએ છીએ. માટે મેં દરેક હિંદુ દેવતાઓની મૂર્તિ બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો.”

તિરુવન્નમલાઈના કલેક્ટર કેએસ કંદસામીએ આગળ જણાવ્યું હતું કે,”ભગવાન વિષ્ણુની આ મૂર્તિનું પરિવહન કરવામાં આશરે 50 દિવસો લાગશે”. મૂર્તિને બેંગ્લોર સુધી પહોંચાડવા માટે સરકારના તરફથી કંદસામીને નોડલ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી હતી.

કંદસામીના કહ્યા આધારે, મૂર્તિને તેની જગ્યા સુધી પહોંચાડવામાં મોડું થવાનું કારણ હતું સેંકડો રસ્તાઓને પહોળા કરવા, રસ્તામાં આવી રહેલા ઘર, દુકાનોં તોડીને મૂર્તિ માટે રસ્તો બનાવવો.

મુંબઈની લોજીસ્ટિક ફર્મ રેશમસિંહ ગ્રુપના 30 વ્યક્તિઓના એક આ મૂર્તિનું લઈ જવાના કામમાં લગાવવામાં આવેલા છે, જેઓને મૂર્તિને સાઇડથી મેન રોડ સુધી લઇ જવા માટે માટીના રોડ પરથી પસાર થવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, આ ઉપરાંત ત્યાં પડેલા વરસાદે આ કામ વધારે સમસ્યા જનક બનાવી દીધું હતું.

રેશમસિંહ ગ્રુપના મનેજેહર રાજન બાબુએ જણાવ્યું કે ટ્રેલર જ્યારે તે 500 મીટરના માટી તથા કીચડ વાળા રસ્તાઓ પાર કરી લેશે અને થેલ્લર-દેસુર રોડ પર આવી જશે તો તેને સામાન્ય સ્પીડ પર કોઈ તકલીફ વગર જ આગળ પહોંચાડી શકાશે. થેલ્લર-દેસુર રોડ પર પહોંચ્યા બાદ ટ્રેલર દીવાનપુર પર પોન્ડિચેરી-કૃષ્ણગીરી નેશનલ હાઇવે 77 માં દાખલ કરવામાં આવશે. અહીંથી તે બેંગ્લોર સુધીની સફર તૈયાર કરશે.

2012 થી સતત ચાલતા આવી રહેલા આ પ્રયાસમાં ઘણી તકલીફો આવી હતી. સદનાનંદે કહ્યું કે 2012 માં તિરુવન્નમલાઈમાં ઘણા શોધ બાદ તેને તે પથ્થર મળ્યો જેની મૂર્તિ બનાવી શકાય તેમ હતી. જેના પછી દરેક પ્રકારની મંજૂરી મળવામાં 2 વર્ષ લાગી ગયા. 2017 માં પણ મૂર્તિ પરિવહનના વિરોધમાં મદ્રાસ કોર્ટમાં પીઆઈએલ દર્જ થઇ હતી, જેના પછી નવેમ્બર 2018 માં યાત્રા શરૂ થઇ શકાઈ હતી.

યાત્રા શરૂ બાદ પણ તેના પરિવહનમાં ઘણી તકલીફો આવી હતી, જેમાં ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણના દ્વારા નાના પુલો પર યાત્રા કરવાના રોક લગાવવાંની બાબત પણ સમાવેશ છે, જેને લીધે લગાતાર રસ્તાઓને બદલવા પડ્યા હતા.

આ ઉપરાંત રિપોર્ટના આધારે મૂર્તિને સ્થાપિત કરવાને લીધે લોકોમાં જુદા જુદા વિચારો હતા. જેમકે તમિલનાડુના લોકોનું માનવું હતું કે તે કર્ણાટકને પોતાનો પથ્થર નહિ આપે કેમ કે તેણે કાવેરીનું પાણી આપ્યું ન હતું.

ડૉ.સદાનંદનું એક સપનું હતું કે તે એવી ભવ્ય મૂર્તિનું સ્થાપન કરે જેમાં 11 અવતાર, 22 હાથની સાથે સાત મસ્તકવાળો નાગરાજ પણ શામિલ હોય. ડૉ.સદાનંદે આ મૂર્તિ બનાવવાનો સંકલ્પ સાત વર્ષ પહેલાથી જ લઈ લીધો હતો જેને પૂર્ણ કરવામાં 2.8 લાખનો ખર્ચ થયો છે. આવામાં પોતાના આ સપનાને પૂરું કરવા માટે ડૉ.સદાનંદે 5 વર્ષ સુધી પરિશ્રમ કર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!