બોલીવુડના ૭ સૌથી અમીર પરણિત કપલ્સ – ત્રીજી જોડી ૬૦૦૦ કરોડ છાપી ચુકી છે

બોલીવુડ ના સિતારાની જેટલી વાત કરીએ એટલી ઓછી છે, એમના કામ ની, ફેંસ ની, એમના એવોર્ડ, અવાર નવાર આવતા ફંક્શન તો બધું ખુબ જ જોરદાર હોય છે. અને ખાસ કરીને બોલીવુડ ના કપલ બહુ જ ચર્ચા માં હોય છે. લગ્ન બાદ બંને વચ્ચે નો પ્રેમ તો વધે જ છે, સાથે તેમની સંપતિ પણ વધે છે. જયારે બંને વચ્ચે પ્રેમ હોય અને તે સફળ હોય પોતાના કરિયર માં તો તેમની સંપતિ માં વધારો થાય છે. આજે અપને એવા જ બોલીવુડ કપલ ની વાત કરશું. જે લગ્ન બાદ એકબીજા સાથે ખુસ છે. અને તેમની કુલ સંપતિ કેટલી છે..

અનુષ્કા શર્મા  અને વિરાટ કોહલી :- 

બોલીવુડ ની ફેમસ અભિનેત્રી અનુષ્કા શર્મા જેને મોટાભાગ ની હીટ ફિલ્મો આપી છે. અને ભરતીય ક્રિકેટર વિરાટ કોહલી જે ભારત  ની ટીમ ના કેપ્ટન છે.  જે પોપ્યુલર મેરીડ કપલ છે, અને અવાર નવાર મીડિયા માં છવાયેલા રહે છે. બંને પોતાના કરિયર માં બેહદ રૂપિયા કમાઈ રહ્યા છે. સુત્રો અનુસાર તેની કુલ સંપતિ 1000 કરોડ રૂપિયા ની છે.

શિલ્પા શેટી અને રાજ કુન્દ્રા :-

રાજ કુન્દ્રા ના આ બીજા લગ્ન છે, શિલ્પા શેટી તેના ફિલ્મો થી ઘણી આવક છે,  અને સાથે તેના ઘણા બધા ટી.વી. શો પણ ચાલતા હોય છે. એની સમે જોઈએ તો રાજ કુન્દ્રા એક સફળ બીઝનેસ મેન છે. અને બંને દંપતી ની કુલ આવક 2700 કરોડ ની આસપાસ છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન :-

શાહરૂખ ખાન ને બધા એક્ટર તરીકે જ ઓળખે છે. તે બોલીવુડ ના નંબર 1 એક્ટર છે, એવી જ રીતે તેની આવક પણ જોરદાર છે. રેડ ચિલ્લી એન્ટરટેન્ટમેન્ટ  નામનું પ્રોડક્શન હાઉસ છે જે તેની પત્ની ચલાવે છે. અને ગૌરી ખાન ફેશન ડીઝાઈનર છે. આ બંને ની કુલ સંપતિ 6000 કરોડ રૂપિયા ની છે. એના થી વધુ પણ હોઈ શકે છે.

અમિતાભ  બચ્ચન અને જ્યાં બચ્ચન :-

અમિતાભ બચ્ચન જેની ઉમર 70 વર્ષ ઉપર ની છે. છતાં તે બધા ક્ષેત્રો માં કામ કરે છે. ફિલ્મો માં ટી.વી. શો કરે છે, કેટલી જાહેરાત માં પોતાનો અભિનય આકરી ચુક્યા છે.  સાથે તેની પત્ની જ્યાં બચ્ચન જે પહેલા અભિનેત્રી અને સાંસદ માં હતા. અને જેટલું સુખી એમનું દામ્પત્ય જીવન છે. એટલી જ એમની સંપતિ છે. તેમની કુલ સંપતિ 3700 કરોડ રૂપિયા ની છે.

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના :-

અક્ષય કુમાર બોલીવુડ ના ખિલાડી છે. તેઓ એક વર્ષ માં બહુ જ ફિલ્મો કરે છે. અને સાથે ઘણી જાહેરાતો પણ કરતા હોય છે. અને તેની પત્ની પણ લગ્ન પહેલા ફિલ્મો માં કામ કરતી હતી. તે સુપર સ્ટાર રાજેશ ખન્ના ની  દીકરી છે. તેની કુલ સંપતી 1000 કરોડ રૂપિયા ની છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા :-

રાની મુખર્જી બોલીવુડ ની  ફેમસ હિરોઈન છે. અને તેના પતિ યશ ચોપડા ના દીકરા આદિત્ય ચોપડા છે. જે હીટ ફિલ્મો આપનારા પ્રોડક્શન ના માલિક છે. આ બંને કુલ સંપતિ લગભગ 6000 કરોડ ની છે..

વિદ્યા બાલન અને સીધ્ધાર્થ રોય કપૂર :-

વિદ્યા બાલન એક સફળ અભિનેત્રી છે, અને તેના પતિ યુ.ટી.વી. ગ્રુપના મેમ્બર છે.અને સાથે તે ચેનલ અને ફિલ્મ પ્રોડક્શન પણ કરે છે.આ સફળ દંપતી ની કુલ આવક 3000 કરોડ રૂપિયા ની ઉપર ની છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!