આ બોલીવુડ સ્ટારના દીકરા ને કેન્સર થયું અને પછી સ્ટાર પિતાએ જે કર્યું એ બધા માટે કલ્પના બહારનું હતુ

સારી આદત કે ખરાબ આદત બંને માંથી ખરાબ આદત જો લાગી જાય તો પછી એના થી છૂટવું મુસ્કેલ બની જાય છે. ખરાબ આદત કોઈ પણ હોઈ શકે. નશો કરવો એપણ ખરાબ આદત જ છે. ફિલ્મોમાં બતાવ્યા મુજબ નશો એ માત્ર ફિલ્મી કલાકાર પુરતો જ સીમિત હોય છે. તેને પ્રોત્સાહન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નથી આવી જાહેર સુચના આપવામાં આવે છે. પણ છતાં કોઈ સમજતું નથી. અને ડ્રીંક કરવું કે બીજી કોઈ વસ્તુ થી નશો કરવો એમાં બોલીવુડ ના મોટા ભાગ ના હીરો સામેલ છે. જે નશો કરતા જ હોય છે..

મોટી મોટી પાર્ટી માં જઈ ને ડ્રીંક કરવું સિગરેટ પીવી એ નોર્મલ વાત છે.જયારે તમને સફળતા નો ગ્લેમર નો નશો લાગી જાય ત્યારે તમે આ આદત અને છોડી ના શકો.. બોલીવુડ ના કિંગ ખાન જે ખુબ સિગરેટ પીવાના આદી છે. એ સૌ કોઈ જાણે છે.. એવી જ રીતે બોલીવુડ ના મોસ્ટ પોપ્યુલર બોલ્ડ ફિલ્મો કરનારા ઇમરાન હાઝમી જેને ડ્રીંક અને સિગરેટ પીવાનો ખુબ જ શોખ છે.. પરંતુ પોતાના દીકરા ને લીધે તેમને પોતાની બધી જ ખરાબ આદતો છોડી દીધી..

સીરીયલ કિસર થી ઓળખાતા બોલીવુડ સ્ટાર :-

ઇમરાન હાશમી બોલીવુડ નું એક જાણીતું નામ છે. બધા તેને બોલીવુડ ના સીરીયલ કિસર તરીકે ઓળખે છે. ઇમરાન હાશમી મહેશ ભટ્ટ ના ભાણેજ પણ છે, તેને  બોલીવુડ માં બહુ જ ફિલ્મો આપી છે. અને જુદા જુદા ટોપિક અને જુદા જુદા કિરદાર માં કામ કરેલું છે. અને તેમાં છુપાયેલો  બેસ્ટ અભિનેતા જોવા મળ્યો..એને અલગ અલગ ફિલ્મો માં કામ કરીને સાબિત કર્યું છે. કે બેસ્ટ અભિનેતા છે.

દીકરા ને થયું કેન્સર :-

તમને જણાવીએ કે 2006 માં ઇમરાન ના લગ્ન પરવીન શાહ ની સાથે થયા હતા. 2010 માં ઇમરાન અને પરવીને એક દીકરાને જન્મ આપ્યો આ ખુશખુશાલ પરિવાર ને જાણો કોઈની નજર લાગી ગઈ. ઇમરાન નો દીકરો 4 વર્ષ નો થયો ત્યારે ખબર પડી કે તેને કેન્સર છે. એટલી નાની ઉમર માં કેન્સર છે. એવું સાંભળીને ઇમરાન નો મનોબળ ખુબ જ ભાંગી પડ્યો..જયારે ડોકટરે જણાવ્યું કે તેના દીકરા અયાન ને કેન્સર છે. ત્યારે  આ કેન્સર તેના લાસ્ટ સ્ટેજ પર હતું..

ઈમરાને છોડી પોતાની દરેક ખરાબ આદતો :-

જયારે અયાન ના માતા પિતા ને ખબર પડી ત્યારે એ હતાશ થઈ ગયા. પણ એના દીકરાનો આત્મવિશ્વાસ જોઇને તેની અંદર નો વિશ્વાસ જાગ્યો અને બંને રાત દિવસ એક કરીને પોતાના દીકરા નો ઈલાજ શરુ કર્યો. તેની ટ્રીટમેન્ટ માટે તનતોડ મહેનત કરી અને આજે ઇમરાન હાશમી ના દીકરાની ઉમર 9 વર્ષ છે. અને તે એકદમ સ્વસ્થ છે. તેને હવે કોઈ તકલીફ નથી. એ દિવસ અને આજનો દિવસ ઇમરાન હાશમી એ ક્યારેય ડ્રીંક અને સિગરેટ ને હાથ નથી લગાવ્યો..

ઇમરાન ને પોતાના કરિયર ની શરૂઆત ” મર્ડર ” ફિલ્મ થી કરી ત્યાર પછી એને “જન્નત “, “મર્ડર 2 “, “હમારી અધુરી કહાની “, “વન અપોન ટાઇમ ઇન મુંબઈ “જેવી જુદી જુદી ફિલ્મોમાં કામ કર્યું..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!