આ છે બોલીવુડના ૫ લેટેસ્ટ હોટ કપલ્સ – આલિયા-રણવીર અને અર્જુન-મલાઈકા થયા જૂના

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ફિલ્મો અને વિવાદો માટે ફેમસ છે. અહી અવારનવાર સંબંધો બંને છે અને આવર્નાવાર સંબંધો તૂટી પણ જાય છે. જો કે આજે આપણે તૂટેલા સંબંધો વિશે નહિ પરંતુ એ સંબંધો વિશે વાત કરીશું જે હવે સામે આવી રહ્યા છે, દુનિયાથી છુપાવ્યા છતાં પણ જેમ આલિયા-રવિર અને અર્જુન-મલાઈકાનો સંબંધ સામે આવી ગયા તેવા પણ હજુ અમુક સેલીબ્રીટીઓ છે જે More Than Friends થઇ ચુક્યા છે. આ કપલ્સ હવે ધીમે ધીમે કેમેરા સામે આવવા લાગ્યા છે. તો ચાલો જાણીએ આ નવા કપલ્સ વિશે જે એકબીજાની ખુબ જ નજીક આવી ચુક્યા છે.

વિક્કી કૌશલ-કેટરીના કૈફ :

વિક્કી બોલીવુડનો એક એવો અભિનેતા છે જે હજુ સફળતા માટે પ્રયત્નો કરી રહ્યો છે જો કે હવે તે સફળતા મેળવી રહ્યો છે. જયારે કેટરીના બોલીવુડની સફળ એક્ટ્રેસમાંથી એક છે. થોડા સમય પહેલા તો આ બંને વચ્ચેની કોઈ ચર્ચાઓ હતી નહિ, પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

કોફી વિદ કારણ શો માં જ્યારે કારણે કેટરીના ને પૂછ્યું કે તેને નવા હીરો માંથી કોની સાથે પોતાની જોડી બનાવવાનું સારું લાગશે તો કેટરીનાએ વિક્કી કૌશલ નું નામ લીધું હતું. જ્યારે કારણ આ શોમાં આવ્યા ત્યારે કારણે તેને કટરીના કૈફના આ ખ્યાલ વિશે જણાવ્યું તો તે પણ ખુશીથી પાગલ થઇ ગયા.

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાની :

સિદ્ધાર્થનું કરિયર ભલે હજુ એટલું સફળ નથી રહ્યું પરંતુ તેની લવ લાઈફ ખુબ જ રસપ્રદ રહી છે. જાણવા મળે છે કે હાલમાં સિદ્ધાર્થ કબીર સિંહ ફેમ કિયારા અડવાનીને ડેટ કરી રહ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ સિડ ની એક પાર્ટીમાં કિયારા તેની ખુબ જ નજીક જોવા મળી હતી. હવે વાતો એવી પણ જાણવા મળે છે કે આ બંને સ્ટાર્સ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

આથીય શેટ્ટી-કે એલ રાહુલ :

બોલીવુડ અને ક્રિકેટનનો સંબંધ ખુબ જ જૂનો છે. હમેશા કોઈને કોઈ બોલીવુડ અભિનેત્રીનું દિલ કોઈ ક્રિકેટર પર આવી જાય છે. હાલમાં સુનીલ શેટ્ટીની દીકરી આથીયા નું નામ ક્રિકેટર કે એલ રાહુલ સાથે જોડાયું છે. હાલમાં જ રાહુલે એક તસ્વીર સોસીયલ મીડિયા શેર કરી હતી જેમાં બંને સાથે ટાઈમ સ્પેન્ડ કરતા નજરે આવે છે.

તારા સુતારીયા-અદાર જૈન :

બોલીવુડની નવી હિરોઈન તારા સુતારીયા પણ હાલમાં ફિલ્મો સિવાય તેની લવ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં છે. તારા આજકાલ કરીના કપૂરના કઝીન અદાર સાથે ઘણી જગ્યાઓ પર જોવા મળી છે. જાણવા મળ્યું છે કે તારા અને અદાર એકબીજાને ડેટ કરી રહ્યા છે, એટલું જ નહિ બંને આ સંબંધને લઈને સીરીયસ પણ છે. તારાએ હજુ બે જ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે પોતાની સ્માઈલને લીધે ખુબ જ ફેમસ છે.

શ્રદ્ધા કપૂર-રોહન શ્રેષ્ઠા :

થોડા સમય પહેલા આ બંનેના સંબંધની ખબરને શક્તિ કપૂરે અસ્વીકાર કર્યો હતો. જો કે શ્રદ્ધા અને રોહન અવારનવાર એકબીજા સાથે જોવા મળે છે. જાણવા મળેલ માહિતી મુજબ તે બંને આવતા વર્ષ સુધીમાં લગ્ન પણ કરી શકે છે. શ્રદ્ધા પોતાના અફેર અને ઝગડાઓને લઈને ખુબ જ ચર્ચાઓમાં રહે છે. થોડા સમય પહેલા ફરહાન અખ્તર સાથે તેના અફેરની ચર્ચાઓ હતી. જો કે તે વાત ત્યાં જ ખત્મ થઇ ગઈ. હવે શ્રદ્ધા રોહન સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!