બોલીવુડ સિતારાઓ કરતા આવી આવી હરકતો – સાલમના ખાનની આ હરકતોથી તો પડોશીઓ પણ થતા પરેશાન…

બોલીવુડ સિતારાઓની બોલબાલા આજે પૂરી દુનિયામાં છે. પરંતુ માણસ હોવાના નાતે તેનામાં પણ અમુક એવી હરકતો છે જે જોવા લાયક નથી. જો કે દરેક ની આદતો અને હરકતો અલગ અલગ હોય છે, ઘણાને ખરાબ આદતો હોય છે તો ઘણાને સારી આદતો હોય છે. પરંતુ આજે આપણે જે સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે તમારા ફેવરીટ છે જે પોતાની ખરાબ આદતોથી મજબુર છે. અમુકની આદતો પર તમને હસવું આવશે જ્યારે અમુક ની આદતો સાંભળીને તમે પણ હેરાન થઇ જાસો. તો ચાલો જોઈએ…

આ બોલીવુડ સિતારાઓની ખરાબ આદતો જોઇને હેરાન થઇ જાસો તમે :

એવું કહેવામાં આવે છે કે દરેક પ્રકારની ચર્ચા સારી હોય છે પછી તે આદત ખરાબ હોય કે સારી. આજે આપણે બોલીવુડ સ્ટાર્સની અમુક આદતો વિશે વાત કરવાના છીએ જેનાથી તેના પડોશીઓ પણ પરેશાન છે. તો ચાલો જોઈએ આ સ્ટાર્સની ખરાબ આદતો વિશે…

સલમાન ખાન :

બોલીવુડ સ્ટાર્સ સલમાન ખાનને આખી દુનિયા દીવાની છે અને તે હંમેશા કંઇક ને કંઇક કારણોથી ચર્ચાઓમાં રહે છે. અહી વાત છે તેના પનવેલમાં રહેલ ફાર્મહાઉસની, જ્યાં અવારનવાર સલમાન પાર્ટીઓ કરવા જાય છે. સલમાન ખાન તેની પાર્ટી ખુબ જ અવાજ સાથે એન્જોય કરે છે કે પોતાની સાથે સાથે પડોશીઓને પણ પ્રોપર્ટીઓ ને પણ એટલા સમય માટે બંધ કરાવી દે છે. જયારે સલમાન પાર્ટીના મૂડમાં હોય ત્યારે આસપાસનાં પડોસીઓ વિશે વિચારતો જ નથી, અમુક પડોશીઓએ તો તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો પણ કરેલી છે.

કરીના કપૂર :

બેગમ ઓફ પટૌડી ખાનદાન કરીના કપૂર સામાન્ય રીતે ખુબ જ સિમ્પલ દેખાય છે. પરંતુ તેને પણ  એક વખત એવું કર્યું હતું કે તેના પડોશીઓને પણ પોલિસની મદદ લેવી પડી હતી. જણાવી દઈએ કે કરીના કપૂરે તેના ઘરે ફિલ્મ ની સ્પેશિયલ સ્ક્રીનીંગ નું આયોજન કર્યું જેમાં બોલીવુડની મોટી મોટી ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી. ફિલ્મ પૂરું થયા પછી પણ મોદી રાત સુધી પાર્ટી ચાલી અને તેનાથી કરીનાના પાડોશી ખુબ જ પરેશાન થઇ ગયા હતા.

રાની મુખર્જી :

એ વાત તો બધા જાણે છે કે રાણી મુખર્જીના પતિ આદિત્ય ચોપડા પરિવારને લઈને ખુબ જ સીરીયસ છે. લગ્નની વાત છુપાવવાની સાથે સાથે તે રાની અને તેની દીકરીની તસ્વીર સોશિયલ મીડિયામાં જોવાનું પણ પસંદ નથી કરતા. આ જ કારણે તેના ઘરના એક પણ સભ્યનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી બનાવ્યું. રાની મુખર્જી અને તેના પરિવાર વિરુદ્ધ આજસુધી કોઈ ફરીયાત નોંધાઈ નથી. કેમ કે રાનીને તેની પર્સનલ લાઈફ શેર કરવાનું બિલકુલ પસંદ નથી.

શક્તિ કપૂર :

ઇન્ડસ્ટ્રીઝનાં બેડ મેન ફેમસ એક્ટર શક્તિ કપૂરનાં પડોશીઓ તેનાથી પરેશાન થઇ જાય છે. શક્તિ કપૂરે એક વખત એવી હરકત કરી હતી કે તેને સોસાયટી થી બહાર કાઢવામાં આવ્યા હતા. ખરે ખર થયું એવું હતું કે શક્તિ કપૂરનાં પડોશીઓએ એક વખત તેના પર લીફ્ટમાં ટોઇલેટ અને બાલકની માં કપડા વગર હરતા ફરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં આ વાત ખોટી સાબિત થઇ.

એશ્વર્યા રાય :

બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાયનું અફેર એક સમયે સલમાન ખાન સાથે રહ્યું છે. તે બંનેનું બ્રેકાપ ખુબ જ ખરાબ રીતે થયું હતું. અને આ વાત તે સમયની છે જ્યારે તે બંનેનું બ્રેકપ થયું હતું અને સલમાને તેના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. તે દિવસે એશ્વર્યાના ઘરે ખુબ જ ઝગડો થયો હતો અને તેનો આ ઝઘડો એશ્વર્યાનાં પાડોશીને પસંદ આવ્યો નહિ તેથી તેને પોલીસમાં ફરિયાદ પણ કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!