બોલીવુડ સિતારાઓના બાળકો ભણે છે આ સ્કૂલોમાં – અધધ આટલી છે વાર્ષિક ફીસ અને એડમીશનની રકમ

બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરીને માત્ર નામ જ નથી કમાતા તે પૈસા પણ ખુબ જ કમાય છે. જો કે એ વાત તો તમે બધા જાણો જ છો કે સિતારાઓ ખુબ જ લક્ઝરી લાઈફ જીવે છે. તેના ઘર, કપડા, શોખ બધું જ ખુબ જ મોંઘુ હોય છે. તેના માટે લાખો રૂપિયા ખર્ચ કરવા કોઈ મોટી વાત નથી. તે લોકો આ જ લાઈફસ્ટાઈલ તેના છોકરાઓને પણ આપે છે.

બોલીવુડમાં ઘણા સિતારાઓ છે જેના છોકરાઓ હાલમાં સ્કૂલમાં ભણી રહ્યા છે. દરેક માતા-પીતાની જેમ આ સિતારાઓ પણ તેના બાળકોને સ્કૂલે ભણવા માટે મોકલે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બાળકોની સ્કૂલ ફીસ કેટલી છે. જણાવી દઈએ કે તમારી કોલેઝની ફીસ નહિ હોય એટલી ફીસ તો તેના સ્કૂલની ફીસ છે.

ભણતર ખુબ જ જરૂરી છે. જો કે ભણતરનાં નામે પણ આજે પ્રાઈવેટ સ્કૂલો ખુબ જ પૈસા લુટે છે. જ્યાં સામાન્ય માણસ તેના બાળકને સ્કૂલમાં ભણવા માટે કહજારો રૂપિયા ખર્ચ કરે છે ત્યાં સિતારાઓ તેના બાળકોને ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. એવામાં આજે અમે તમને આ સિતારાઓના બાળકોની સ્કૂલનું નામ અને ફીસ વિશે જણાવવા જઈ રહ્યા છે. તમે આ રકમ જાણીને ચોકી જસો.

આ લીસ્ટમાં પહેલું નામ આવે છે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશન સ્કૂલ નું આ સ્કૂલ મહાન બિઝનેશમેં ધીરુભાઈ અંબાણી નાં નામ પર રાખવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ સ્કૂલની શરૂઆત વર્ષ 2003 માં મુકેશ અંબાણી ની વાઈફ નીતા અંબાણી એ કરી હતી. બોલીવુડ સેલીબ્રીટીઓ વચ્ચે આ સ્કૂલ ખુબ જ પ્રખ્યાત છે. તેનું કારણ છે કે અહી સૌથી વધારે સ્ટાર કિડ્સ જ અભ્યાસ કરે છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા આ જ સ્કૂલમાં આવે છે. તેમજ શાહરૂખ ખાનનો દીકરો અબરામ પણ આ જ સ્કૂલમાં આવે છે. એટલું જ નહિ ઋતિક રોશન નાં બે દીકરા રીદાન અને રિયાન પણ અહી જ અભ્યાસ કરે છે. પછી કરિશ્મા કપૂર નો દીકરો કિયાન, ચંકી પાંડેની દીકરી રાઈસા અને સોનૂ નિગમનો દીકરો નીવાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્ટુડન્ટ છે.

મુંબઈ મિરરનાં રીપોર્ટ અનુસાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની વાર્ષિક ફીસ આ પ્રકારે છે. LKG થી ક્લાસ 7 સુધી – 1,70,000 રૂપિયા, કલાસ 8 થી ક્લાસ 10 સુધી (ICSE) – 1,85,000 રૂપિયા, અને ક્લાસ 8 થી 10 સુધી (IGCSE) – 4,48,000 રૂપિયા, તેમજ એડમીશન ફીસ 24 લાખ છે.

જૂહુ સ્થિત ઇકોલે મોડીયાલે વર્લ્ડ સ્કૂલમાં અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાનાં બાળકો આરવ અને બેટી નીતારા અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલની વાર્ષિક ફીસ આ પ્રમાણે છે. પ્લે સ્કૂલ/નર્સરી/ કેજી 1 એન્ડ 2 – 6,90,000 રૂપિયા, ક્લાસ 1 થી 10 સુધી 9,90,000 રૂપિયા અને ક્લાસ 11 થી 12 સુધી – 10,90,000 રૂપિયા છે.

ઓબરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં માધુરી દીક્ષિત નો બાળકો અરીન ને રયાન અભ્યાસ કરે છે. તેની વાર્ષિક ફીસ 5,70,000 છે તેમજ એડમીશન ફીસ 1 લાખ 20 હજાર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!