બોલીવુડ સિતારાઓની બાળપણની આ તસ્વીરો તમે ક્યાય નહિ જોઈ હોય – સલમાન ખાનનો લૂક જોવા જેવો

આપણે આપના જીવનમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના અનુભવ કરતા હોઈએ છીએ. જ્યારે મોટા થઇ જઈએ ત્યારે જો આપણે આપણી બાળપણની તસ્વીર હાથમાં આવે તો જોઇને ખુબ જ મજા આવે. આપણે નાનપણથી જુવાની સુધી ના દરેક અનુભવ આપણને ખુબ જ સારી રીતે યાદ હોય છે. જ્યારે નાના હોય ત્યારે ઘણા માસુમ હોય પરંતુ ઉંમરની સાથે સાથે ઘટવા લાગે છે.

બાળપણમાં જે આનંદ કર્યો તેવો આનંદ કદાચ હવે થતો નથી, બાળપણની યાદ બધાને આવતી હોય છે. તમે પણ તમારી નાનપણ ની તસ્વીર જોઇને ખુબ જ રાજી થતા હસો. ચાલો આજે જોઈએ અમુક બોલીવુડ સિતારાઓની બાળપણ ની તસ્વીરો. તેનો બાળપણનો અંદાજ કેવો હતો તે આ તસ્વીરો જોઇને જ ખ્યાલ આવી જશે.

સલમાન ખાન :

સલમાન ખાને માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં નામ બનાવ્યું છે. સલમાનના ફેંસ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. તેનો બાળપણનો આ ફોટો જોઇને તમને ખ્યાલ આવી જશે કે સલમાનનો આજે જે અંદાજ છે તે જ અંદાજ બાળપણમાં પણ હતો, એટલે કે તે પહેલેથી જ કૂલ છે.

શાહરૂખ ખાન:

બોલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન હાલ 54 વર્ષ નાં થઇ ચુક્યા છે તેમ છતાં તેની ફિલ્મો આજે પણ હિટ જ રહે છે. શાહરૂખ ખાનનું ફિલ્મી કરિયર ખુબ જ સફળ રહ્યું છે. શાહરૂખ ખાનનો આ બાળપણ નો ફોટો જોઇને તમે પણ કહેશો કે તે પહેલેથી જ ક્યુટ છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા પાદુકોણનું નામ આજે બોલીવુડની ટોપ અભીનેત્રેઓમાં સામેલ છે. દીપિકાનું બોલીવુડ કરિયર ખુબ જ સફળ રહ્યું છે તેને એકથી એક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આ નાનપણની તસ્વીર જોઇને ખ્યાલ આવે છે કે તે નાનપણમાં થોડી જાડી જરૂર હતી પણ એકદમ ક્યુટ હતી.

આયુષ્માન ખુરાના :

બોલીવુડના નવા પરંતુ હિટ અભિનેતા એટલે આયુષ્માન ખુરાના આજકાલ તેની ફિલ્મો ખુબ જ હિટ જાય છે. બાળપણમાં તેને ફોટા પડવાનો ખુબ જ શોખ હતો એ તમને આ તસ્વીર જોઇને જ ખ્યાલ આવી જશે.

રણબીર કપૂર :

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર ઘણીબધી એક્ટ્રેસને ડેટ કરી ચુક્યા છે, તેનો લૂક આજે પણ લાખો છોકરીઓનું દિલ જીતી લે છે. તેની આ બાળપણની તસ્વીર જોઈને ખ્યાલ આવી જશે કે તે બાળપણથી જ ક્યુટ હતા.

સારા અલી ખાન :

પટૌડી ખાનદાનમાંથી આવતી બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની  દીકરી છે. જો કે સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે તકાળ લઈને કરીના સાથે લગ્ન કર્યા છે. પરંતુ જણાવી દઈએ કે સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાની દીકરી છે. સારા અલી ખાન નાનપણ થી ખુબ જ ક્યુટ અને સ્માર્ટ હતી.

કેટરીના કૈફ :

બોલીવુડની ખુબસુંદર અને ટોપ અભિનેત્રીઓ ના લીસ્ટમાં કેટરીના કૈફ ટોપમાં સ્થાન ધરાવે છે. જણાવી દઈએ કે તેનો જન્મ ભારતમાં નથી થયો. તેનો બાળપણનો આ ફોટો જોઇને જ ખબર પડી જાય છે કે તે બાળપણથી જ સુંદર અને ક્યુટ છે.

જાહ્નવી કપૂર :

 

બોલીવુડમાં સૌથી વધુ નામના મેળવનાર અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર પહેલે થી જ ખુબ જ ક્યુટ છે. આજે પણ તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે.

આલિયા ભટ્ટ :

 

બોલીવુડમાં આજે અલગ જ ઓળખાણ ઉભી કરનાર આલિયા ભટ્ટ બાળપણમાં કંઇક આવી દેખાતી હતી. જોઇને તમે જ કહેશો કે  તે બાળપણથી જ તે ક્યુટ છે.

કરીના કપૂર :

કરીના કપૂર આજે બોલીવુડની ખુબ સુંદર અને સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે પટૌડી ખાનદાનની વહુ પણ છે. કરીના આજે સૌથી વધુ સુંદર અભિનેત્રી =ઓ માણી એક છે પરંતુ તમે તેની બાળપણની તસ્વીર જોઇને કહેશો કે તે પહેલેથી જ એટલી સુંદર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!