બોલીવુડમાં આવ્યા પહેલા બેકરી ચલાવતા હતા આ સુપરસ્ટાર – આ રીતે મળી ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા

બોમન ઈરાની બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેને પોતાના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બોમન ઈરાની “મુન્ના ભાઈ એમબીબીએસ” “3 ઇડીયટ્સ” “જોલી એલએલબી” અને “સંજુ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરી ચુક્યા છે. બોમન ઈરાની નો જન્મ 2 ડીસેમ્બર 1959 માં મુંબઈમાં થયો હતો.

તમને જાણીને માનવામાં નહિ આવે કે બોમન ઈરાનીએ 42 વર્ષની ઉંમરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલીવુડમાં આવ્યા પહેલા તે એક ફોટોગ્રાફર્સ હતા. જણાવી દઈએ કે બોમન ઈરાનીને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. જ્યારે તે 12 માં ધોરણમાં ભણતા હતા ત્યારે સ્કૂલમાં જે ક્રિકેટ મેચનું આયોજન થતું તેના ફોટાઓ પણ પાડતા, તેના માટે તેને પૈસા પણ મળતા હતા.

બોમન ઈરાનીએ પ્રોફેશનલ રીતે પહેલી વખત પુણેમાં બાઈક રેસની ફોટોગ્રાફી કરી હતી. ત્યારબાદ બોમનને મુંબઈમાં યોજાયેલ બોક્ષિંગ વર્લ્ડ કપને કવર કરવાનો મોકો મળ્યો. બોમન ઈરાનીએ મુંબઈની મીઠીબાઇ કોલેજમાંથી ગ્રેજ્યુએટ કર્યું હતું. અભ્યાસ પૂરો કર્યા બાદ તેને 2 વર્ષ મુંબઈની તાજ હોટલમાં નોકરી પણ કરી હતી.

બોમન વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફનું કામ કરતા હતા. કંઇક અંગત મજબુરીને લીધે બોમન ઈરાનીને આ નોકરી છોડવી પડી. નોકરી છોડ્યા બાદ બોમન પરિવાર સાથે જ કામ કરવા લાગ્યા. બોમનની માં એક બેકરીની શોપ ચલાવતી હતી, જેમાં બોમને 14 વર્ષ સુધી કામ કર્યું.

એક દિવસ બોમનની મુલાકાત કોરિયોગ્રાફર શ્યામક દાવર સાથે થઇ. શ્યામકે તેને થીયેટરમાં કામ કરવાની સલાહ આપી. શરૂઆતના દિવસોમાં બોમનને મોટાભાગે કોમેડી રોલ જ ઓફર કરવામાં આવતા. ધીરે ધીરે બોમને થીયેટરની દુનિયામાં એક અલગ જ નામ બનાવી લીધું. થીયેટર કરતા કરતા બોમનને વર્ષ 2001 માં બે ઈંગ્લીશ ફિલ્મ “Everybody Says i’m Fine” અને “Let’s Talk” માં કામ કરવાનો મોકો મળ્યો.

આ ફિલ્મોમાં બોમનનાં ખુબ જ વખાણ થયા. વર્ષ 2003 માં બોમનને ફિલ્મ “મુન્ના ભાઈ એમબીબીએસ” માં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મ જબરદસ્ત હિટ ગયું અને બાદમાં બોમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક  અલગ જ ઓળખાણ ઉભી કરી લીધી.

બોમન અત્યારસુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. બોમને “હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લીમીટેડ” “દોસ્તાના” “યુવરાજ” “3 ઈડિયટ” “તીન પત્તી” “હમ તુમ ઓર ઘોસ્ટ” “હાઉસફૂલ, હાઉસફુલ 2” અને “સંજુ” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ બધી જ ફિલ્મોમાં બોમને અલગ અલગ પ્રકારના કિરદાર નિભાવ્યા છે. જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યા.

બોમન હંમેશા અલગ અલગ પ્રકારના કિરદાર નિભાવે છે. તે દરેક કિરદાર એવી રીતે નિભાવતા કે જાને તે કિરદાર તેના માટે જ બન્યો હોય. બોમન ઈરાની તેની દરેક ફિલ્મોમાં તેના આભિનયથી દર્શકોનું દિલ જીતી લેતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!