બુટ પોલીશ કરનારના અવાજે દુનિયાને પાગલ કરી દીધી – એના ઘરની હાલત જોઇને તમારી આંખો પણ ભીની થશે

ટેલીવિઝન માં ઘણા રીયાલીટી શો આવે છે. સોની ટી.વી. પર આવતા રીયાલીટી શો ઇન્ડિયન આઇડીયલ નામનો સિંગરનો શો આવે છે. જેમાં મોટામોટા દિગ્ગજ ગાયક કલાકાર હોય છે. આ વખત ની સીઝન માં સની હિન્દુસ્તાની નું નામ બધા ને યાદ છે તેના અવાજ માં જાદુ છે. એનો અવાજ સાંભળીને બધા મંત્ર મુગ્ધ થઈ જાય છે. મોટા મોટા ગાયકો પણ તેની પ્રશંશા કરે છે, પણ ઓફ સ્ક્રીન એની વાત સાંભળીને તમારા રૂવાળા ઉભા થઈ જશે. આવી કડકડતી ઠંડી માં એના પરિવાર તસ્વીરો જોઇને તમેં દંગ રહી જશો..

સની હિન્દુસ્તાની પંજાબ ના ભટીંડા જીલ્લાનો રહેવાસી છે ખુબ જ સુંદર અવાજ ધરાવતો આ વ્યક્તિ જેના ઘરે ટી.વી. નથી.. ટી.વી.તો બહુ દુર નિ વાત છે. એના ઘર માં બે રૂમ છે જેમાં પ્લાસ્ટર નથી અને તેને દરવાજા પણ નથી. આવી પરિસ્થિતિ માં રહે છે તેનો પરિવાર સની ના ફેંસ બધા સાથે મળી ને સોસીયલ મીડિયા પર તેના પરિવાર ના ફોટા અપલોડ કાર્ય હત. અને મોટામોટા બેનરો પણ લગાવ્યા હતા, કે સની ને વધારે વોટ મળી શકે પણ હજી સુધી તેના પરિવાર ની મદદ કરવા કોઈ આવેલું નથી.

જયારે ટી.વી. પર સની નો શો આવે ત્યારે સની ની માં અને તેની 3 બહેનો પાડોશી ને ત્યાં જઈને ટી.વી. જોવે છે, લાસ્ટ વિક તેની બહેન સકીના પોતાના ભાઈ સની મળવા મુંબઈ આવી. ત્યારે તેને પોતાના ઘર ની વાત કરી કે ઘર ના હાલત સારા નથી. અને તેને વિશ્વાસ નથી આવતો કે તે પ્લેન માં બેસી ને મુંબઈ આવી.. જયારે સ્ટેજ પર તે એના ભાઈ સાથે માઈક પકડીને ઉભી હતી. ત્યારે એના હાથ પગ ર્હુજવા લગ્યા..

તેની માં એ વધુ જણાવતા કહ્યું કે અમે ક્યારેય વિચાર્યું પણ ના હતું કે સની ભટીંડા થી નીકળી ને મુંબઈ સુધી આવશે. સ્ટેજ પર આવતા જ એની આખો માંથી આંસુ જ નીકળતા હતા. એબોલી શકે એ પહેલા તો તેના આંસુ બધી વાત કહેતા હતા. તેના ઘર માં ગેસ કનેક્શન નથી. પહેલાની જેમ ચુલા પર જ રસોઈ બનાવે છે. ઈટો બનાવેલું બાથરૂમ છે પણ તેના ઉપર છત કે દરવાજા નાતી તેના ઘરે મુખ્ય દ્વાર પર એક દરવાજો છે અને એ પણ તૂટેલો. સની ના સપના જરૂર પુરા થશે તેને હિમેશ રેશમિયા ની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. સની કહે છે એટલા રૂપિયા કમાઈશ  કે એક ઘર ખરીદી શકું અને હું ક્યારે નહિ ભૂલું કે હું બુટ પોલીસ કરતો હતો અને આ ઉચાઇ પર પહોચ્યો છું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!