દરેક છોકરીઓએ લગ્ન પહેલા આ 6 વસ્તુ ગમે તેમ કરીને ભૂલી જવી જોઈએ નહિ તો સંબંધ તૂટી પણ શકે છે

જ્યારે વ્યક્તિ લગ્ન કરવાનો નિર્ણય લે તો તેની પાછળ ઘણા બધા કારણો હોય છે. એમાં એવું જરૂરી નથી કે તમે પહેલી વખતમાં જ પરફેક્ટ વ્યક્તિ સાથે લગ્ન કરવાનું ડિસીઝન લઇ શકો. મોટાભાગે લગ્ન પહેલા બ્રેક્પ થઇ જતું હોય એવામાં કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધ બનાવી અને સાસરે જતા પહેલા છોકરીઓને તેના જીવનમાંથી અમુક વાતો ભૂલી જવી જોઈએ. આવું કરવાથી તમારું આગળનું લગ્ન જીવન સુખી રહે છે અને સંબંધ પણ ટકી રહે છે.

1 જુના બોયફ્રેન્ડની યાદ :

જો તમારું કોઈ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું હોય અને હવે તમે કોઈ અન્ય બીજા વ્યક્તિ સાથે લગ્ન કરીને સેટલ થવા જઈ રહી હોય તો તમારી ફરજ બને છે કે તમે તમારા દિલમાંથી પહેલા પ્રેમીની બધી જ યાદો ભૂલી જાવ. ક્યાંક એવું ન થાય કે લગ્ન પછી પણ તમને તેની યાદ આવવા લાગે અને તમે તેની સાથે કનેક્ટ થવાની કોશિશ કરો. આવું કરવાથી લગ્ન જીવન ખતરામાં પડી શકે છે.

2 અન્ય દોસ્ત :

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સેપ અને મોબાઈલના કોન્ટેક્ટ લીસ્ટમાં કોઈ એવા છોકરા હોય જે તમારા પર ફિદા હોય અથવા કોઈ જુના પ્રેમી હોય. તેનું કારણ છે કે લગ્ન પછી કે પહેલા આમાંથી કોઈએ તમારા ફોટો પર કોઈ કમેન્ટ્સ કરી અથવા કોલ કરીને કઈ કીધું અને તમારા પતિને તેની જરા પણ શંકા જશે તો સંબંધ તૂટી શકે છે, એવું પણ બની શકે છે કે આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા પતિ વિશે જાણી લે અને તેના કાન ભરી દે. એવામાં આવા દોસ્તને બ્લોક અથવા અનફ્રેન્ડ કરી દેવા જ ઠીક છે.

3 લવ મેસેજ :

જો તમારા ફોન, ઇમેલ કે સોશિયલ મીડિયા પર તમારા જુના બોયફ્રેન્ડ સાથેની વાતચીત ના કોઈ મેસેજ હોય તો તેને તમે ડીલીટ કરી દો. લગ્ન પછી જો તમારા પતિએ આ મેસેજ વાંચી લીધા તો તમારા જુના રાજ ખુલ્લી જશે. ત્યારબાદ પણ જો પતિ સમજે નહિ તો મોટો ઝઘડો પણ થઇ શકે છે.

4 લવ ગિફ્ટ્સ :

જો તમારી પાસે જુના બોયફ્રેન્ડ પાસેથી મળેલી પણ કોઈ ગીફ્ટ હોય તો તેને તમે ફેંકી દો, લવ લેટર પર ફેંકી દો. તેનાથી તમને તમારા જુના બોયફ્રેન્ડની યાદ પણ નહિ આવે અને તમારા પતિને પણ એ વાતની જાણ થાશે નહિ.

5 કમીઓ :

દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ કમી જરૂર હોય છે. રસોઈ બનાવતા આવડવું, વધુ વજન જોવો, ગુસ્સા પર કંટ્રોલ ન થવો, ઘરના કામોની આદતો ન હોય, આળસુ હોય તેમજ અન્ય ઘણી બધી કમીઓ છે જે સાસરીયામાં તમારી દુશ્મન બની શકે છે. તેથી લગ્ન પહેલા જ આ કમીઓ દુર કરવાની કોશિશ ચાલુ કરી દેવી જોઈએ. જેથી સાસરિયામાં તમે એક આદર્શ વહુ બની શકો છો.

6 સીમકાર્ડ / એકાઉન્ટ્સ :

જો તમારો કોઈ એવો પ્રેમી કે દોસ્ત હોય જે તમારી પાછળ પડી ગયો હોય, અને તમને શંકા છે કે તે લગ્ન પછી પણ તે તમને હેરાન કરવાનું નહિ છોડે તો તેનાથી તમારા લગ્ન પર ખરાબ અસર પડી શકે છે. આવા સમયે તમે તમારા નંબર બદલી શકો છો અને જો શક્ય બંને તો ઈમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બદલી નાખવા જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!