જેનો વિડીયો જોઇને કાળજુ મોઢામાં આવી જતું એવો ચાઈના સ્થિત કાંચનો પુલ બંધ કરવાનો નિર્ણય – આ છે કારણ

ચીન દેશ આગળના ઘણા લાંબા સમયથી જુદી જુદી વસ્તુની શોધ કરતો આવ્યો છે. એ પૈકી જ એક વસ્તુ છે કાંચનો બનેલો પુલ. ખુબ વધુ ઊંચાઈ પર બનેલો કાચનો એક એવો પુલ, જ્યા તમે કાચ પાર ચાલો છો તથા નીચે સેંકડો ફૂંટ ઊંડી ખીણ દેખાવા મળે છે. પ્રવાસીઓ માટે આ પુલ સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર બનાવી રહ્યું છે. પણ ચીન દ્વારા હવે આ પુલને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આગળના કેટલાક સમયમાં અહીં ઘણી એવી ઘટનાઓ થઇ ચુકી છે અને બે લોકોનું મોત પણ થઇ ચૂક્યું છે. આ દુર્ઘટનાઓને કારણે કાંચના બનેલા આ પુલને જોવા માટે વિવિધ લોકો માટે જોખમ ઉદ્દભવી ગયું છે. ચીને જ્યારે શરૂઆતમાં કાંચના પુલ પર વૉક-વે બનાવ્યું હતું ત્યારે તેનો ખુબ પ્રચાર કર્યો હતો.

માણસોને પણ દિલથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પુલ ભલે કાચનો બનેલો હોય પણ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આજ બાબતને કારણે પુલ પર કાર પણ દોડવામાં આવી હતી. ચીનમાં આશરે અઢી હજાર કાંચના પુલ છે. ચીનમાં ડબેઈ પ્રાંત જે પહાડોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીં કાંચના બનેલા 32 પુલ, વૉક-વે તથા પહાડોને જોવા માટેના બનેલા માઉન્ટેન વ્યૂઇંગ પ્લેટફોર્મ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં હોંગયાગુનો ફેમસ કાચનો પુલ પણ સમાવેશ થયો છે.

કેટલાક સમય પહેલા તે દુનિયાનો સૌથી લાંબો કાંચનો બનેલો પુલ હતો. એવું પણ માનવામાં આવતું હતું કે આ પુલ પર જવું ઢીલા હૃદયના લોકોનું કોઈપણ કામ નથી. આ પુલ બંન્ને બાજુએ ઉભેલા ઢોળાવવાળા ચટ્ટાનો(પહાડો)ની વચ્ચે બનેલો છે.

આ ઉપરાંત પૂર્વનો તાઈહાંગનો ગ્લાસ વોક માઉન્ટેન વૉક-વે પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વૉક-વે પર નાની ગલી જેવો જ સાંકડો રસ્તો હોય છે તથા નીચે ઊંડી ખીણ. અહીં નીચેના કાચ પર ખાસ ઇફેક્ટ આપવામાં આવી હતી. આ કાચ પર ઉભા રહેવા પર કે ચાલવા પર એવો આભાસ થાય છે કે કાંચ સંપૂર્ણ તૂટી રહ્યો છે. પરંતુ હકીકતે કાંચ તૂટતો નથી, આ ફક્ત એક આભાસ જ હોય છે. પરંતુ આટલી ઊંચાઈ પર કાંચને તૂટવાનો આભાસ થવો કોઈને પણ ગભરાવી શકે છે.

કહી દઈએ કે ગુઆંક્સી પ્રાંતમાં વરસાદને લીધે એક માણસના લપસી જવાને કારણે જોરથી પુલની રેલિંગ સાથે તેનું માથું ભેડાયું હતું તથા નીચે પડી ગયો હતો. માથામાં થયેલી ભારે ઇજાને કારણે તેની મૃત્યુ થઇ ગઈ હતી. આ ઉપરાંત આ દુર્ઘટનામાં છ બીજા લોકો પણ ઘાયલ થઇ ગયા હતા.

જુઓ આ વીડિયોમાં કાચના બનેલા પુલ પર લોકો કેવી રીતે ડરીને ચાલી રહ્યા છે:

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!