અમિતાભ બચ્ચન કરતા પણ મોંઘી ગાડી ખરીદી કરીને આ ગાયકે બધા લોકોને ચોંકાવ્યા અને કહ્યું “અપના ટાઈમ આ ગયા”

સેટરડે સેટરડે,ચુલ,ડીજેવાલે બાબુ,અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ જેવા અનેક વિવિધ હિટ ગીતો દ્વારા પોતાની એક આગવી ઓળખાણ ધરાવનારા પ્રખ્યાત ભારતીય રેપર બાદશાહનું છેવટે સપનું પૂરું થઇ ગયું છે. કહી દઈએ કે બાદશાહે હમણાં જ રોલ્સ-રૉયસની રૈથ ખરીદી છે.

બાદશાહ આ ગાડી ખરીદવાની ઈચ્છા તે લાંબા સમયથી ધરાવતા હતા. બાદશાહે પોતાની આ ખુશી તેના ચાહકો સાથે સોશિયલ મીડિયામાં પોતાની ગાડીની તસ્વીરો શેયર કરીને માનવી છે તથા ફિલ્મ ‘ગલી બોય’ સ્ટાઈલમાં જણાવ્યું કે,”અપના ટાઈમ આ ગયા”.

ગાયક કલાકાર બાદશાહે મંગળવારના દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે આ ખુશખબર વ્યક્ત કરી છે, જેના પછી તેને ખુબ શુભકામનાઓ તેમના ફેન્સ દ્વારા મળી રહી છે. આ ગાડીની કિંમત 6.46 કરોડ કહેવામાં આવી રહી છે. અપલોડ કેરલી તસ્વીરોમાં બાદશાહનો આખો પરિવાર પણ દેખાઈ રહ્યો છે. જેના કૈપ્શનમા બાદશાહે જણાવ્યું કે,”આ ખુબ જ લાંબો સફર રહ્યો હતો, પરિવારમાં સ્વાગત છે”.

રોલ્સ રૉયસની આધિકારિક વેબસાઈટના પ્રમાણે,”રૈથ મોટર કાર તેઓ માટે છે, જેમાં એડવેન્ચર ની ક્યારેય પણ ન બુજાતી તરસ હોય છે”. હમણાં બાદશાહની ગાડીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ પ્રખ્યાત છે આ ઉપરાંત બાદશાહને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ ખુબ ખુબ શુભકામનાઓ આપી છે. મહત્વની વાત તો એ છે કે હમણાં જ અમિતાભજી તથા સંજય દત્તે પણ આ જ કાર ખરીદી હતી પણ બાદશાહની ગાડીની કિંમત આ બંને કલાકાર કરતા પણ વધુ છે.

રોલ્સ-રૉયસની રૈથ એક સુપર લગ્ઝરી કાર છે, જેમાં 6.6 લીટર V12 એન્જીન પણ આપવામાં આવ્યું છે. જે 624 હૉર્સ પાવર આપે છે. અમિતાભજી એ પણ મર્સીડીઝ બેન્ઝ V-Class ખરીદી હતી. જે હમણાં સુધીની ભારતમાં લોન્ચ થયેલી સૌથી મોંઘી એમપીવી ગાડીઓમાંની એક છે. જેની કિંમત 68 લાખ કહેવામાં આવી રહી છે.

જાણકારી પ્રમાણે અમિતાભજી એ આ ગાડીને જયાં બચ્ચના જન્મદિવસ પર ભેંટ સ્વરૂપે આપી હતી. Mercedes-Benz V-Class Exclusive તથા V-Class Expression ની કિંમત જુદી જુદી છે. પરંતુ અમિતાભજીએ ક્યું વર્ઝન ખરીધું છે તેનો હમણાં ખુલાસો થયો નથી.

કહી દઈએ કે Expression ની કિંમત 68.40 લાખ તથા Exclusive ની કિંમત 81.90 લાખ રૂપિયા છે. જ્યા એક બીજી બિગ બી એ Mercedes-Benz ખરીદી હતી તો સંજય દત્તે રેન્જ રોવર ગાડી ખરીદી હતી.

સંજય દત્તે પણ કઈ સિરિઝની ખરીદી કરી છે તેની કોઈ જાણ થઇ શકી નથી. પોતાની નવી કારના ફોટો સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી હતી જેમાં તે કારની સાથે પોઝ આપતા દેખાઈ રહયા હતા. તસ્વીર પોસ્ટ કરતા સંજય દત્તે કૈપ્શનમા જણાવ્યું હતું કે,”પરિવારમાં એક અન્ય સદસ્ય વધી ગયો, આભાર નાસિર”.

કહી દઈએ કે રૈપર બાદશાહ બૉલીવુડ મૂવી ની સાથે પોતાના અભિનયની શરૂઆત કરવા માટે પણ હમેશા તૈયાર છે. તેનું માનવું છે કે તે મૂવીને લઈને ખુબ જ ગભરાયેલા છે પણ તે પોતાનું બેસ્ટ આપશે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, વરુન શર્મા તથા અન્નુ કપુર જેવા કલાકારો પણ જોવા મળશે.

બોલીવૂડ જગતના સિંઘમ એક્ટર અજય દેવગણ પાસે કારનું વિવિધતાભર્યું કલેક્શન જોવા મળે છે અને એ કલેક્શનમાં હમણાં જ વધારો થયો છે. તેમને ભારતની સૌથી મોંઘી એસયુવી ખરીદી છે. તેમની પાસે મર્સીડીઝ બેન્ઝ W115 220ડી, મીની કૂપર, BMW Z4, રેન્જ રોવર જેવી અનેકવિધ કારો છે. થોડાક વર્ષો પહેલા તેમને પોતાની પત્નીને ઓડી ક્યુ7 પણ આપી હતી.

હમણાં જ તેને રોલ્સ રોય્સ કુલિનનની ખરીદી છે. ખબરો પ્રમાણે, અજય દેવગને કેટલાક મહિનાઓ પહેલા જ કુલિનનનો ઓર્ડર પણ આપ્યો હતો. પણ આ ગાડીના કસ્ટમાઈઝેશનના લીધે તેની ડિલિવરીમાં થોડુંક મોડું થઇ ગયું. આ ગાડી સૌથી મોંઘી એસયૂવી પૈકી એક છે. જેના બેઝ વેરિયન્ટની એકસ શોરૂમ કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરુ થાય છે. જાણવા મળ્યું છે કે રોલ્સ રોય્સ કસ્ટમાઈઝડ કારો માટે તે ઓળખાય છે. ગાડીને કસ્ટમાઈઝડ કરાવ્યા પછી તેની કિંમતમાં વધારો થઇ જાય છે.

જાણવા મળ્યું કે દેશમાં અજય દેવગણ પાસે જ આ એક કાર છે એવું નથી. આ પહેલા દેશના બીજા વિવિધ ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીએ પણ આ કાર ખરીદી હતી. આ પછી ભૂષણ કુમારે પણ લાલ રંગની કુલિનન ખરીદી હતી. અજય દેવગણને આ ગાડી ચલાવતા જોવામાં ક્યારેય આવ્યા નથી. પણ તેમના એક ચાહકે પાર્કિંગમાં પડેલી આ ગાડીની તસ્વીર ક્લિક કરી હતી.

જયારે વાહન એપ પર આ ગાડીના માલિક વિશે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે આ ગાડી અજય દેવગણના નામ પર છે. મળેલ માહિતી પ્રમાણે, આ ગાડી 17 જુલાઈ 2019ના રોજ અજય ઉર્ફ વિશાલ વીરુ દેવગણના નામે રજીસ્ટર થઇ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!