હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવના આ ૭ કારણો કદાચ તમે ક્યારેય નહિ જ વાંચ્યા હોય

આપણા હિંદુ ધર્મમાં સૌથી વધુ પવિત્ર પ્રાણી ગાયને ઓળખવામાં આવે છે. ગાયની પૂજા કરવી, તેને ઘાસ નાખવું એ પ્રાચીન કાળથી ખુબ જ સારું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જોઈએ તો ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. તેથી જ આપણે ગાયને માતા તરીકેનો માન સન્માન પણ આપીએ છીએ.

આજે અમે તમને આ લેખમાં ગાય માતા વિશેની એવી જ કેટલીક જરૂરી મહત્વની બાબતો કહેવા જઈ રહ્યા છે. જેના લીધે સાબિત થાય છે કે કેમ ગાયને આપણી સંસ્કૃતિમાં પવિત્ર પ્રાણી કહેવામાં આવ્યું છે.

શા માટે ગાયને “મા” તરીકે ઓળખવામાં આવે છે?

આપણે ગાયને માતા તરીકે બોલાવીએ છીએ અથવા તો પૂજા કરીએ છીએ. પૂર્થ્વી પર રહેલા કરોડો પ્રાણીઓ પૈકી ગાય જ એક માત્ર એવું પ્રાણી છે જેને માતાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. શાસ્ત્રો બાજુ એક નજર કરીએ તો જયારે બ્રમ્હાજીએ સૃષ્ટિ બનાવી ત્યારે ત્યારે પૃથ્વી ઉપર સૌ પ્રથમ ગાયને મોકલી હતી. જેના લીધે ગૌવંશથી ગાયને માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. જેમ એક માતા બાળકનો ઉછેર પોતાના દૂધથી કરે છે તેમ ગાયના દૂધ દ્વારા પણ સૌનો વિકાસ થાય છે. માતાના દૂધ પછી ગાયનું દૂધ જ સૌથી પવિત્ર કહેવામાં આવે છે.

ગાયના દાનને દરેક દાન પૈકી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે:

હજારો વર્ષો તરફ એક વખત પાછળ વળીને જોઈશું તો પણ ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. ઘરમાં દીકરીના જ્યારે મેરેજ થાય ત્યારે દીકરીને ગાયનું દાન અર્પણ કરવામાં આવતું હોય છે. આજે આ ઝડપી વિકાસ પામતા સમાજ આધુનિકતા તરફ દિવસે ને દિવસે આગળ વધે છે જેના લીધે સોના ચાંદીની ગાયના દાન આપવામાં આવે છે પણ એક સમય એવો હતો જયારે સાચી ગાયનું જ દાન આપવામાં આવતું. તે સમયે ગાયના પાલન પોષણ માટેની પણ પૂરતી વ્યવસ્થા દેખવા મળતી. બ્રામ્હણને પણ ગાયનું દાન આપવું શુભ કહેવામાં આવે છે.

ગાયની પૂજાથી ઈચ્છાઓ થાય છે પૂર્ણ:

ગાયની પૂજા અર્ચના કરવાના લીધે ઈચ્છીત ફળ મળી જાય છે એવું કહેવામાં આવે છે. જે ઘરમાં ગાય છે તે ઘરમાં સમૃદ્ધિ ચારેકોરથી વ્યાપેલી રહે છે. જે લોકો શિક્ષણ મેળવી રહ્યા છે તે લોકો ભણવાની સાથે સાથે ગાયની પણ પૂજા અર્ચના કરે તો તેમનો માનસિક વિકાસ ઝડપથી થઇ શકે છે. ગાયને ઘાસ ખવડાવવાથી ધન પ્રાપ્ત પણ થાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા અર્ચના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.

ગાયના શિંગડામાં સ્થિત છે બ્રમ્હા, વિષ્ણુ, મહેશ:

આપણા પ્રાચીન ધર્મમાં તથા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે ત્યારબાદ ગાયના શિંગડાની નજીક બ્રમ્હા, વિષ્ણુ તથા મહેશનો વાસ રહેલો છે. ગાયને તિલક કરવાથી તથા તેના માથા ઉપર હળવે થી હાથ ફેરવવાથી એ દેવોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતાં હોય છે.

ગાય જે જગ્યા પર બેસે છે એ જગ્યા થઇ જાય છે પવિત્ર:

એવું કહેવામાં આવે છે કે ગાયની સેવા કરવા વાળા માણસોના બધા જ પાપ ગાય પોતાના શ્વાસ દ્વારા પોતાની અંદર ખેંચી લે છે. ગાય જ્યાં પણ બેસી જાય છે ત્યાં પોતાના શ્વાસોશ્વાસ દ્વારા આસપાસ રહેલી નેગેટિવ ઉર્જાને દૂર કરી અને હકારાત્મકતા ભરી દે છે.

ગૌમૂત્ર છે પવિત્ર:

આપણે બધા જાણીએ જ છીએ કે ગૌમૂત્ર કેટલું પવિત્ર માણવાના છે. અનેકવિધ ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેના છાણનો અનેક ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં લીપણ તરીકે પણ ગાયના છાણનો જ ઉપયોગ થાય છે. તે સિવાય હવન માટે ખાસ ગાયના છાણના છાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં પવિત્રતાનો વાસ થાય છે અને ઘરમાં રહેલા કેટલાક જીવજંતુઓ પણ દૂર જતા રહે છે.

આ રીતે ગાય આપણા હિન્દૂ ધર્મમાં ઘણી જ પવિત્ર માતા તરીકે ઓળખવામાં આવે છે. હજારો વર્ષો પૂર્વેથી ગાયની પૂજા થતી આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!