ક્યારેક સાઇકલનું પંચર ઠીક કરતો આ યુવક આજે બની ગયો છે IAS ઓફિસર, આ રીતે ખેડી આખી સફર…
જો કોઈ માણસનો ઈરાદો તેના સપનાઓ કરતા વધુ મજબૂત તથા કઠિન હોય તો કામયાબી જરૂર તે પ્રાપ્ત કરી શકાય છે. એવું જ કંઈક મહારાષ્ટ્રના એક નાના શહેર બોઇસરમાં વસવાટ કરતાં વરુણ બરવાલાએ પુરવાર કરી દીધું છે. નાનપણમાં સાઈકલના પંચર કરનાર વરુણનું સપનું કંઈક જુદું જ હતું. વરુણે આ સપનાને પૂરી પણ કરી દીધું છે. વરુણે ખૂબ જ વધુ મહેનત કરીને આજે આઈએએસ ઓફિસર બની ગયા છે. વરુણે તનતોડ મહેનત કરીને 2013માં યુપીએસસીની પરીક્ષામાં 32મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પિતાનું મોત તથા બાળપણમાં વધુ ગરીબી જોઈને વરુણે સફળતાની સીડીઓ પ્રાપ્ત કરી છે.

મીડીયા રીપોર્ટ ના કહ્યા પ્રમાણે, વરુણે 10મું પાસ કર્યા પછી સાઇકલની દુકાનમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. વરુણે 2006માં 10માં પરીક્ષા પાસ કર્યા પાછું તેના ત્રણ દિવસ પછી જ તેના પિતાનું દેહાંત થયું હતું. પિતાનું મૃત્યુ થતા ઘરની સમગ્ર જવાબદારી વરુણ પણ આવી ગઈ હતી. પણ નસીબમાં કઈક બીજું જ લખ્યું હતું જયારે 10માંનું રિસ્લટ આવ્યું ત્યારે વરુણ ટોપ પર હતો.
વરુણને આ સફળતા પ્રાપ્ત કરવા માટે તેના ઘરનો પણ સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો.વરુણની માતાએ તેને જણાવ્યું હતું કે, ‘આપણે બધા ખૂબ જ મહેનત કરીશું, તું ભણવામાં પૂરતું ધ્યાન આપ.’ વરુણને 11 તથા 12મું ધોરણ જિંદગીના સૌથી વધુ પીડા જનક રહ્યા હતા. વરુણ સવારે 6 વાગ્યે સ્કૂલ જતો હતો. સ્કૂલથી પરત આવ્યા પછી 2થી રાતે 19 વાગ્યા સુધી ટ્યુશન જતો હતો. ત્યારપછી દુકાનનો હિસાબ કરતો હતો.
આ વરુણ પોતાની જાતને ખૂબ નસીબ વાળો ગણે છે તેને ભણતર પાછળ હજુ સુધી એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી કર્યો. દરરોજ કોઈને કોઈ તેના પુસ્તક, ફોર્મસ તથા ફીસ ભરી આપતું હતું. વરુણનું શરૂઆતની ફી તેના પિતાનો ઈલાજ કરનાર ડોકટરે ભરી દીધી હતી પણ આ બધામાં ચિંતા એ વાતની હતી કે, સ્કૂલની દરેક મહિનાની ફી કોણ ભરશે ? વરુણે ખૂબ વધુ મહેનત કરવાનું શરૂ કરી દઈ વિચાર્યું હતું કે, પ્રિન્સિપાલને આજીજી કરશે કે તેની ફી માફ કરી દે. પણ વરુણના ઘરની પરીસ્થિતિ જોઈને એક શિક્ષકે તેના 11 અને 12 ધોરણની ફી ભરી દીધી હતી. આ રીતે તેને શાળાની ભણતર પૂર્ણ કરી લીધું હતું.
સ્કૂલનું ભણતર પૂરું થયા પછી વરુણે એન્જીનીયરીગની પરીક્ષા પાસ કરી લીધી હતી. વરુણની માટે પહેલા વર્ષની 1 લાખ રૂપિયા ફી ભારે શ્રમ બાદ ભરી હતી. બાકીના વર્ષની ફી અંગે ટીચરે કોલેજના ડીન, પ્રોફેસરને વાત કરતા તે પણ માફ થઇ ગઈ હતી. આ સમયે વરુણના મિત્રો તેને પૈસાની ખૂબ મદદ કરતા હતા.
એન્જીનીયરીંગ પાસ કરતાની સાથે જ વરુણને સારી કંપનીમાં પ્લેસમેન્ટ પણ થયું હતું, પરંતુ વરુને સિવિલ પરીક્ષા માટે મન મક્કમ બનાવી લીધું હતું. વરુણે પરીક્ષા માટે મન બનાવી લીધું હતું પરંતુ તેની તૈયારી કેમ કરવી તેની કોઈ જ ખબર ના હતી ત્યારે તેના ભાઈએ તેની સંપૂર્ણ મદ્દ્દ કરી હતી.
એક મીડિયા રિપોર્ટ્સ કહ્યા પ્રમાણે, વરુણે કહ્યું હતું કે, જયારે યુપીએસસી પ્રિલિમ્સનું પરિણામ આવ્યું ત્યારે મેં મારા ભાઈને પૂછ્યું હતું કે, મારો રેન્ક કયો છે? ત્યારપછી તેને કહ્યું હતું કે, 32. આ સાંભળીને મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. વરુણે આ પરીક્ષા પાસ કરતા કહ્યું હતું કે, તેને ખબર હતી કે મહેનત અને લગન સાચી હશે તો પૈસા વગર પણ તમે દુનિયાના દરેક મુકામને પ્રાપ્ત કરી શકો છો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.