દરરોજ હાથમાં આવતી આ 6 વસ્તુઓનો સાચો ઉપયોગ આ રીતે થાય – તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય

આપણા રોજિંદા દિનચર્યામાં ઘણી બધી વસ્તુઓ નિહાળીએ છીએ. ઘણી વસ્તુઓ નો અવાર નવાર ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ, પણ ઘણી વખત આપણે એવી કેટલીક વસ્તુઓ જોઈએ છીએ કે જેનો સાચો ઉપયોગ આપણે ક્યારેય જાણતા જ નથી. કારણ કે શૂઝમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલી લૂપ, શર્ટમાં પાછળની સાઈડ પર આપવામાં આવેલું લૂપ, તથા આવી જ બીજી ઘણી બધી વસ્તુઓ કે જે શા માટે આપવામાં આવી છે, એ વિશે આપણને કશું જ જ્ઞાન હોતું નથી.

ઘણી વખત એવું પણ જોવા મળે છે કે આપણે ઘર, ઓફીસમાં થોડીક વસ્તુઓ નો ઉપયોગ કરીએ છીએ પણ આ ચીજોનો સાચો ઉપયોગ નથી જાણતાં. થોડીક એવી ચીજો પણ હોય છે જેનો એકથી વધારે વાર ઉપયોગ પણ કરી શકાય છે પણ આપણે એના વિશે પણ નથી જાણતાં. તો આવો અમે કહેવા જઈ રહ્યા છીએ આવી કેટલીક ચીજો વિશે.

મેકઅપની બોટલ પર લખેલ કોડ:

મેકઅપની બોટલ પર તમે ક્યારેક ક્યારેક સિમ્બોલ જોયા હશે પણ એનો સાચો અર્થ તમને ખ્યાલ નહીં હોય. આ સિમ્બોલ ખુલતા ડબ્બાની જેમ હોય છે તથા વચ્ચે 6M, 12M, 24M લખવામાં આવેલ હોય છે. વાસ્તવમાં આ તમારા મેકઅપની સેલ્ફ લાઈફ વિશે બતાવે છે.

આઈફોનના લેન્સ અને ફ્લેશમાં નાનકડું કાણું:

જો તમે આઈફોન ગ્રાહક છો અને તમારી પાસે લેટેસ્ટ આઈ ફોન છે તો તમે નિહાળી શકશો કે લેન્સ અને ફ્લેશ વચ્ચે એક નાનકડું કાણું આપેલું હોય છે. ખરેખર એ એક માઇક્રોફોન હોય છે. બેટર રિઝલ્ટ માટે તથા સુંદર સાઉન્ડ કેપ્ચર કરવા માટે તથા સારી ક્વોલિટીના ઓડિયો વીડિયો રેકોર્ડ કરવા માટે ઉપયોગ બને છે.

સ્ટેપલરની પાછળ મેટલ પ્લેટ

આપણે સ્ટેપલરનો સીધો ઉપયોગ ક્લીપ મારવા માટે જ કરીએ છીએ અને તમે જોયું હશે કે સ્ટેપલરની પાછળ એક મેટલ પ્લેટ આવેલું હોય છે અને આ મેટલની પ્લેટનો ઉપયોગ સ્ટેપલ કરેલ ક્લીપને બહાર કાઢવા માટે થાય છે.

Exacto નાઈફ પર કવર:

તમે પણ Exacto નાઈફનો જીવનમાં એકવાર તો ઉપયોગ જરૂર કર્યો હશે. થર્મોકોલ કાપવા, પેપર કાપવા અથવા તો પછી કાર્ટૂન કાપવા માટે. પણ તમારામાંથી ખૂબ ઓછાને ખ્યાલ છે કે જો નાઈફની ધાર પુરી થઈ જાય તો નાઈફના આગળના ભાગની ધાર તોડીને નવી બનાવી શકીએ છીએ.

એલ્યુમિનિયમ રેપ અથવા પ્લાસ્ટિકની ડોલની સાઈડમાં બનાવેલ ટેબ:

આ ટેબ એટલે કે કટ માર્ક ડબ્બાના બંને બાજુ બનાવેલ હોય છે તથા જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના રોલનો સીધો કરીએ છીએ ત્યારે ડબ્બો રગળીને આમ તેમ આવી જાય છે. આ ટેબને બન્ને બાજુથી દબાવીને જો ફોઈલને અંદર રાખીએ તથા રોલ કરીએ તો એલ્યુમિનિયમ ફોઈલ ક્યાંય નહિ જાય અને આપણે તેનો સાચો ઉપયોગ પણ કરી શકીશું.

લોલીપોપની સ્ટીકમાં વચ્ચે બનેલ કાણું:

તમે નાનપણમાં લોલીપોપ તો ખાધો જ હશે તથા લોલીપોપ ખાધા પછી એની સ્ટીકમાં વચ્ચે કાણું જોવા મળે છે તો ત્યારે આપણને સીધી લાગતું કે આ સીટી વગાડવા માટે છે ? તો ના, જ્યારે લોલીપોપ બને છે ત્યારે તેમાંનો કેટલોક ઓગળેલ ભાગ એ કાણામાં આવી જાય છે અને આના લીધે લોલીપોપ સ્ટીકથી ચોંટીને રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!