આપણને બધાને રોવડાવી ને લાખો કમાય છે આ ટીવી સ્ટાર્સ – આમની કમાણી તો અધધ સૌથી વધુ છે

બોલીવુડ ની અભિનેત્રી ઓ કરતા પણ કાયમ ચર્ચા માં રહેતી ટેલીવિઝન  દુનિયા ની અભિનેત્રી જે પોતાની એક્ટિંગ થી ઘરે ઘરે પોપ્યુલર થઈ ગઈ છે. જે પોતાની દમદાર એક્ટિંગ થી બોલીવુડ માં પણ પ્રવેશ મેળવી ચુકી છે. ટેલીવિઝન ની અભિનેત્રી ઓએ આપણા દિલ માં જગ્યા બનાવી છે, બધા ને યાદ છે. કેમકે ટી.વી.અભિનેત્રી જયારે ટી.વી.પર રડે છે. ત્યારે તેની સાથે બધા દ્રશ્કો પણ રડે છે, ટેલીવિઝન ની દુનિયા ને દર્શકો પોતાની દુનિયા સાથે જોડી દે છે. કેટલીક ખાસ અભિનેત્રી એ પોતાના ખાસ અભિનય થી આપણી દુનિયા માં જગ્યા બનાવી છે,

તમને ભાવુક કરીને લાખો કમાતી ટી.વી. ની અભિનેત્રી :-

ટેલીવિઝન ની અભિનેત્રી પોતાની જબરદસ્ત એક્ટિંગ થી બોલીવુડ માં પણ પોતાનો ડંકો વગાડી રહી છે. આ અભિનેત્રી દરેક ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચુકી છે.. તમને જણાવી એ કે પોપ્યુલર થઈ ગયા બાદ લાખો ની કમાણી કરતી આ અભિનેત્રી ની વાત આજે આ લેખમાં કરશું..

હિના ખાન :-

ટેલીવિઝન પર આવતી સીરીયલ ” યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ” થી તેમને પોતાના કરિયર ની શરૂઆત કરી જેમાં તેને એક સારી દીકરી, સારી પત્ની, અને પુત્રવધુ ની સાથે માતા ની ભૂમિકા ભજવી જેના માટે એને ખુબ જ એવોર્ડ પણ મળ્યા, ત્યાર પછી તે બીગ બોસ ના ઘરે આવી અને ત્યાં એનો નેગેટીવ રંગ જોવા મળ્યો અને દર્શકો ને ખબર પડી કે ટી.વી. પર દેખતી સમજુ વહુ ખુબ જગડા ખોર છે, આ નેગેટીવ રૂપ ને લીધે તેને એકતા કપૂર ની સીરીયલ ” કસોટી જીંદગી કી ” માં કોમોલિકા નું પાત્ર મળ્યું હિના ખાન ની એક દિવસ ની ફી 1.25 લાખ રૂપિયા છે.

દીવ્યંકા ત્રિપાઠી દહિયા :-

ઝી ટી.વી. પર આવતી સીરીયલ “બનું મેં તેરી દુલ્હન ” થી પોતાના ટેલીવિઝન કરિયર ની શરૂઆત કરી ત્યાર પછી “યે હૈ મહોબ્બતે” થી ઘરે ઘરે ઈશિતા થી ઓળખાતી દીવ્યંકા એ ખુબ નામ કમાવ્યું છે, તે જેટલી ઓન સ્ક્રીન સારી દેખાય છે એટલી જ ઓફ સ્ક્રીન પણ તે સારી વય્ક્તિ છે. તેની એક દિવસ ની ફી 90 હજાર થી 1 લાખ રૂપિયા છે. છતાં પણ બધી અભિનેત્રી કરતા સોસીયલ મીડિયા માં તેના ફોલોઅર્સ વધારે છે.

જેનીફર વિંગેટ :-

જેની ખુબસુરતી ના ચર્ચા દુર દુર સુધી છે તે જેનીફર ” દિલ મિલ ગયે “, ” ગંગા”, બેપનાહ “, “બેહદ ” જેવી સુપર હીટ સીરીયલો આપનારી અભિનેત્રી પોતાની એક્ટિંગ અને ખુબસુરતી થી વધુ જાણિતી છે. તેની એક દિવસ ની ફી ૮૦ હજાર થી 90 હજાર છે.

અનીતા હસનંદાની :-

અનીતા પોતાની ખુબસુરતી કરતા પણ વધારે સારી અભિનેત્રી છે. તેને વધારે પડતા નેગેટીવ  પાત્ર ભજવ્યા છે, એકતા કપૂર ની સીરીયલ “કભી સોતન કભી સહેલી” થી ઘરે ઘરે ઓળખાય ત્યાર થી લઈ ને ” નગીન 3″ માં નગીન બની ત્યાં સુધી ની સફર માં સફળ અભિનેત્રી છે. તેની  એકદિવસ ની ફી 80 હજાર છે. અને નાચાબલીયે માં પણ તેના પતિ સાથે જોવા મળી હતી. ત્યારે એકદિવસ ફી 1 લાખ રૂપિયા લીધી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!