કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ જેવી અનેક બીમારી મેથીના આવા સામાન્ય પ્રયોગથી દુર થાય છે

દરેક બીમારી ની દવા મેડીકલ માં કે ડોક્ટર પાસે થી મળી જ રહે છે, પણ આ દવા જેટલી ઓછી આપણા શરીર માં જાય એટલું જ સારું આપણા શાકભાજી કે ફળ ખાવાથી દરેક પ્રકાર ના મિનરલ્સ અને પ્રોટીન તેમાંથી મળી રહે છે, શિયાળા માં સૌથી વધારે શાકભાજી ખાવા માટે આવે છે,

જેમાં લીલા પાંદડા વાળા શાકભાજી, હળદર, ફળ,  ખાવા જોઈએ દરેક પ્રકાર ની ભાજી માં કેલ્શિયમ અને ઝીંક હોઈ છે જે શરીર માટે ખુબ ઉપયોગી છે, લીલા પાંદડા વાળા શાકભાજી માં મેથી સૌથી ગુણકારી છે, જે અમુક ભાવે અમુક ને નથી ભાવતી પરંતુ મેથી એ કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ અથવા બીજી નાની મોટી બીમારી માટે લાભદાઈ છે..

ડાયાબીટીસ હોઈ કે કોલેસ્ટ્રોલ બધી બીમારીનો ઈલાજ છે, મેથી :-

મેથી ની ભાજી હોઈ કે સુકી મેથી તે શરીર માટે ખુબ જ ગુણકારી છે,દરેક ના પોતાના અલગ અલગ ગુણ હોઈ છે, મેથી શરીર ને ગર્મી આપે છે,જેથી તેનો ઉપયોગ બંને ત્યાં સુધી શિયાળા માજ કરવો, આયુર્વેદ માં પણ મેથી ને એક દવાના સ્વરૂપ માં બતાવી છે,

હાર્ટ ની તકલીફ માટે લાભદાઈ :- 

બજાર માં મેથી લીલી મેથી અને સુકી મેથી એમ બે પ્રકાર ની મળે છે, મેથી ગૈલેક્ટોમનૈન નામનું મુખ્ય તત્વ રહેલું છે, જે હાર્ટ માટે ફાયદેમંદ છે,જેમાં પોટેશિયમ ની માત્રા વધારે હોઈ છે, જેના થી રક્ત સંચાર વધે છે, અને ધામની સુધી લોહી પહોચે છે, મેથી રક્ત ને શુધ્ધ પણ કરે છે,

પેટ ને લગતી બીમારીઓ :-

 

કોઇપણ બીમારી હોઈ તે તમારી પાચન ક્રિયા પર આધારિત છે, જો તમારું પેટ સાફ નહોઇ તો તમારું શરીર  બીમારીનું ઘર બની શકે છે, મેથી ખાવાથી પેટ સાફ આવે છે, અને જે પાચનક્રિયા ને મજબુત બનાવે છે, અને આતરડા ને સાફ રાખે છે,

કોલેસ્ટ્રોલ માં ફાયદેમંદ :-   

કેલ્શિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ,લોહતત્વ, સેલેનીયમ,બધા જ ખનીજ તત્વ જે કોલેસ્ટ્રોલ માટે ઉપયોગી છે, તે બધા મેથી માંથી મળી શકે છે, મેથી ના રોજ સેવન થી એલ.ડી.એલ. ની માત્રા માં ઘટાડો થતો જોવા મળે છે,

ડાયાબીટીસ ની તકલીફ:-

ડાયાબીટીસ માં મેથી ખાવાથી ઇન્સ્યુલીન નું પ્રમાણ વધે છે, કારણ કે એમાં એમીનો એસીડ સૌથી વધારે હોઈ છે, અને તે ખુબ જ ફાયદા કારક પણ છે,આ સિવાય તેમાં ફાયબર નું પ્રમાણ વધારે હોઈ છે, જેથી કરીને પેટ સાફ આવે આતરડા સાફ થાય અને સાથે સાથે શુગર ને કંટ્રોલ માં રાખે છે,

ઈમ્યુની સીસ્ટમ ને મજબુત કરે છે :- 

મેથી માં ફાઈબર, પ્રોટીન,પોટેશિયમ, વિટામીન સિ ભરપુર પ્રમાણ માં હોઈ છે,જે તમારા શરીર ની ઈમ્યુની સીસ્ટમ ને વધારે છે, જેથી વ્યક્તિ ને કોઈનો ચેપ ના લાગે અને બીમારી થી બચી શકે, મેથી ગરમ કહેવાય જો રોજ એનું સેવન કરો તો શિયાળા માં કે ઠંડી માં શરીર ગરમ રહે છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!