દેવાનંદની એક ઝલક માટે પાગલ થતી છોકરીઓ – બ્લેક કોર્ટમાં જબરદસ્ત એન્ટ્રીને લોકો હજુ કરે છે યાદ

દેવાનંદ તેના સમયના સુપરસ્ટાર હતા. દેવાનંદ માત્ર એક એક્ટર જ નહિ પરંતુ એવા સેલીબ્રીટી હતા કે આખી દુનિયા તેની દિવાની હતી. છોકરીઓ દેવાનંદની એક ઝલક જોવા માટે ઉત્સુક રહેતી. દેવાનંદનું સ્ટારડમ ભલે ઓછો સમય રહ્યું પરંતુ તેને થોડા જ સમયમાં લોકોએ તેને પ્રેમ આપ્યો અને તેને લઈને જે દીવાનગી બતાવી એવું આજકાલ કોઈ જ એક્ટરને મળતું નથી. દેવાનંદને ભલે કોઈ રેન્કિંગ આપવામાં આવતી નથી પરંતુ દેવાનંદે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી. તો ચાલો જાણીએ તેના વિશે અમુક વાતો…

દેવાનંદ અભિનેતાની સાથે સાથે એક નિર્માતા નિર્દેશક પણ હતા. તે સ્ટોરી પણ લખતા અને સોંગ પણ. સૌથી ખાસ વાત એ હતી કે તેનામાં તેના સમયથી આગળનું વિચારવાની ક્ષમતા હતી. વર્ષ 1046 માં દેવાનંદની પહેલી ફિલ્મ “હમ એક હૈ” રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં દેવાનંદનો અભિનય અંદાજ તેને અન્ય અભિનેતાઓથી અલગ જ રાખ્યો. હંમેશા પોતાના લૂક અને અભિનયથી જાણીતા દેવાનંદની ટીકાઓ પણ કરવામાં આવી.

ઘણા લોકોએ તેને લઈને સવાલો પણ ઉઠાવ્યા અને ત્યાં સુધી કહ્યું કે દેવાનંદને હવે કામ છોડી દેવું જોઈએ. પરંતુ દેવાનંદે તેના જીવનમાં એક એવો દિવસ પણ જોયો જ્યારે તેનો ગરદન નમાવવાનો અલગ જ અંદાજ બ્લેક પેન્ટ શર્ટ નો તેનો લૂક છોકરીઓને દીવાના બનાવી દેતો. એવું કહેવામાં આવે છે કે દેવાનંદને જોઈને તે સમય સફેદ શર્ટ પર બ્લેક કોર્ટ પહેરવાની ફેશન ટ્રેન્ડમાં આવી હતી. પરંતુ ત્યારબાદ થયું એવું કે સરકારે સર્વજનીક જગ્યાઓ પર દેવાનંદનો બ્લેક કોર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો.

કહેવાય છે કે દેવાનંદની સુપરહિટ ફિલ્મ “કાલા પાની” માં તેને બ્લેક કોર્ટ પહેરવાની નાં પાડી દીધી હતી. કેમ કે કાળા કોર્ટમાં તે ખુબ જ હેન્ડસમ લાગતા હતાલોકોને ડર હતો કે ક્યાંક તેને કાળા કોર્ટમાં જોઇને છોકરીઓ છત પરથી કુદી ન જાય, તે સામયે આવી ખબરો ખુબ જ આવતી. ભલે આવું કઈ થતું નહિ પરંતુ દેવ સાહેબે ક્યારેય તેના સમયમાં મીડિયામાં જઈને આ વાતની નાં પણ નથી પાડી.

દેવાનંદની ફેન ફોલોવિંગ એટલી વધારે હતી કે તેની ફિલ્મ રીલીઝ થાય ત્યારે બધા જ થીયેટરો ફૂલ થઇ જતા. કલાકો સુધી લોકો તડકામાં ઉભા રહીને દેવાનંદની ફિલ્મની ટીકીટ ખરીદતા હતા. જ્યારે દેવાનંદની ફિલ્મ “જોની મેરા નામ” રીલીઝ થઇ ત્યારે પહેલા જ દિવસે પહેલો શો જોવા માટે પણ થીયેટર સામે ભીડ જમા થઇ ગઈ. અન્નુ કપૂર જણાવે છે કે તે સમયે જમશેદપુર માં એક સિનેમાઘરની બહાર ટીકીટ ખરીદવા માટે ફાયરીંગ પણ થયું હતું. જેમાં બે વિદ્યાર્થીઓના મોત પણ થયા હતા. આ ઘટના બાદ નટરાજ ટોકીઝને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી.

દેવાનંદે તેના કરિયરની શરૂઆત ફિલ્મ “હમ એક હૈ” થી કરી હતી. આ ફિલ્મ 1946 માં રીલીઝ થઇ હતી. ત્યારબાદ દેવાનંદે “આગે બઢો”, “મોહન”, “હમ ભી ઇન્સાન હૈ” જેવી અમુક ફિલ્મોમાં કામ કર્યું. “જીદ્દી” ફિલ્મ દેવાનંદની જિંદગીમાં સફરની પહેલી સુપર સાબિત થઇ. “ગાઈડ” ફિલ્મમાં દેવાનંદના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.

દેવાનંદે તેના ફિલ્મી કરિયરમાં “પેઈંગ ગેસ્ટ”, “બાજી”, “જ્વેલ થીફ”, “સિઆઇડી”, “જોની મેરા નામ”, “અમીર ગરીબ”, “વોરંટ”, “હરે રામા હરે કૃષ્ણા” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. દેવ આનંદને સિનેમાઘરમાં સહયોગ આપવા બદલ ફિલ્મનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાલકે પણ દેવામાં આવ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!