આ ક્રિકેટર પર ફિદા છે બોલીવુડ અભિનેતી દીપિકા પાદુકોણ – કહી દીધી આ મોટી વાત…

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની એક્ટિંગ અને સુંદરતા પર લાખો લોકો ઘાયલ છે. તેની સુંદરતાનાં દીવાના પૂરી દુનિયામાં છે. પરંતુ એક વ્યક્તિ એવો પણ છે જેની દીવાની ખુદ દીપિકા પાદુકોણ છે. જણાવી દઈએ કે અહીં રણવીર સિંહની વાત નથી થતી પરંતુ એક ક્રિકેટરની થઇ રહી છે જેની દીવાની ખુદ દીપિકા છે. અને એવું અમે નથી કહેતા પરંતુ દીપિકા ખુદ જ કહે છે. જી હા, દીપિકા પાદુકોણને પણ કોઈ પસંદ છે, જેની રમતની દીપિકા દીવાની છે અને જ્યારે તે મેદાનમાં રમવા માટે ઉતારે તો દીપિકા તેને ખુબ જ નીરખીને જોવે છે.

જો કે તમે બધા જાણો જ છો કે બોલીવુડ અને ક્રિકેટનો સંબંધ ખુબ જ જુનો છે. અહીં ક્રિકેટરોની અને અભિનેત્રીઓની ઘણી જોડીઓ બની છે. ખુદ દીપિકા પાદુકોણ પણ બે ક્રિકેટરોને ડેટ કરી ચુકી છે. પરંતુ જેને તે રીયલમાં પસંદ કરે છે તેને તે ક્યારેય ડેટ કરી ન શકી. કેમ કે તે તેની રમતને પસંદ કરે છે. કહી શકાય કે દીપિકા ઇન્ડિયન ટીમમાં માત્ર માત્ર એક જ ખેલાડીની રમતને પસંદ કરે છે. પરંતુ હવે તે ખેલાડી રીટાયર્ડ થઇ ચુક્યો છે. મતલબ કે તેને હવે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે.

રાહુલ દ્રવિડને પસંદ કરે છે દીપિકા પાદુકોણ :

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે એક કાર્યક્રમમાં ખુલાશો કરતા કહ્યું કે તે રાહુલ દ્રવિડને ખુબ જ પસંદ કરે છે. તેનું કારણ માત્ર એ જ નથી કે  તેને રમતમાં ઘણું યોગદાન આપ્યું છે, પરંતુ તે ક્રિકેટર મેદાન બહાર પણ એક સારો માણસ છે. તેનાથી દીપિકા હંમેશા કંઇકને કંઈક શીખતી રહે છે. તેમજ તે પહેલેથી જ કહે છે કે તે રાહુલ દ્રવિડનો સ્વભાવ ખુબ જ પસંદ કરે છે.

રણવીર સિંહ સાથે જોવે છે મેચ :

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું કે તે તેના પતિ એટલે કે રણવીર સિંહ સાથે જ હંમેશા મેચ જોવે છે. જેના કારણે તેને ક્રિકેટમાં વધુ રસ છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ખુબ જ જલ્દી “83” માં જોવા મળશે જેમાં તે કપિલ દેવની પત્નીનો કિરદાર નિભાવે છે. તેમજ આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે. મતલબ સાફ છે કે લગ્ન પછી બંને પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ 2020 માં રીલીઝ થશે.

છપાક ના પ્રમોશનમાં વ્યસ્ત છે દીપિકા પાદુકોણ :

હાલમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે, જેના કારણે તે મીડિયા થી રૂબરૂ થતી જોવા મળે છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું છે. જણાવી દઈએ કે અ ફિલ્મમાં એસીડ એટેકની પીડિતા પર આધારિત છે. જેમાં દીપિકા અહમ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં કામ કરતી વખતે દીપિકા ઘણી વખત ભાવુક થઇ ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!