કોલેજના દિવસોમાં પણ દિશા પટની લાગતી ખુબ જ સુંદર – આ 6 તસ્વીરો તમારું દિલ જીતી લેશે

દિશા પટની એક એવી યંગ અભિનેત્રી છે જેને ઘણી ઓછી ઉંમરે ગજબની પોપ્યુલારીટી મેળવી છે. દિશાનો જન્મ 13 જૂન 1992 માં થયો હતો હાલ તે 27 વર્ષની છે હાલમાં તે બોલીવુડની એ લીસ્ટની અભિનેત્રીઓના લીસ્ટમાં સામેલ છે. એવામાં અમે આજે તમને દિશાના જીવન સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો જણાવીશું તેમજ સાથે તેની અમુક દુર્લભ અને ક્યાય ન જોયેલી તસ્વીરો બતાવીશું. દિશાએ 2015 માં ફિલ્મ લોફરથી તેલુગુ ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

જો કે, દિશાને અસલી ફેમ અને ઓળખાણ વર્ષ 2016માં આવેલ ફિલ્મ ‘એમ એસ ધોની  – ધ અનટોલ્ડ સ્ટોરી’ થી મળી. આ ફિલ્મમાં દિશાએ પ્રિયંકાનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં તેના ઓપોઝિટમાં સુશાંત સિંહ રાજપૂત હતા. આ ફિલ્મમાં દિશાના અભિનય અને લૂકને દર્શકોએ ખુબ જ પસંદ કર્યું. તે રાતોરાત એક સ્ટાર બની ગઈ.

તમને જાણીને હેરાની થશે કે આ ફિલ્મ માટે દિશા પહેલી પસંદ ન હતી. પહેલા આ ફિલ્મ માં રાકુલ પ્રીત સિંહ ને લેવાના હતા, પરંતુ બાદમાં સ્થિતિ એવી થઇ કે દિશાનું નામ ફાઈનલ થયું. આ તેની લાઈફનો સૌથી મોટો બ્રેક હતો જેને તેની જીંદગી પૂરી રીતે બદલી દીધી. આ ફિલ્મની સફળતા બાદ તેને બીજી પણ ઘણી ફિલ્મોની ઓફરો આવવા લાગી. જેમાં બાઘી, બઘી 2, અને ભારત જેવી ફિલ્મો સામેલ છે. દિશાને એક હોલીવુડ ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ માં ઇન્ટરનેશનલ સ્ટાર જૈકી ચૈન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો. હવે તેની ફિલ્મ “મલંગ” ટૂંક સમયમાં આવી રહી છે.

દિશાની સુંદરતાના જેટલા વખાણ કરીએ ઓછા જ છે. સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો ખુબ જ વાઈરલ થતી રહે છે. કહેવાય છે કે ફિલ્મોમાં આવ્યા પહેલા માણસનો લૂક અને રંગ રૂપ બધું જ બદલી જાય છે. તે પહેલાથી વધુ આકર્ષિત દેખાવા લાગે છે. પરંતુ દિશાની વાત કરીએ તો તે બોલીવુડમાં આવ્યા પહેલા પણ ખુબ જ સુંદર દેખાતી હતી. આજે અમે તમને તેના કોલેઝ સમયની અમુક તસ્વીરો બતાવીશું.

આ આ તસ્વીરમાં દિશા તેની કોલેઝ ફ્રેન્ડ સાથે એન્જોય કરતી જોવા મળે છે. જેમ તમે આ તસ્વીરમાં જોઈ શકો છો મેકઅપ વગર અને સિમ્પલ કપડામાં પણ દિશા ઘણી સારી લાગે છે. અમુક તસવીરોમાં તો દિશાને ઓળખાવી જ મુશ્કેલ છે.

આ તસ્વીરમાં દિશા સાથે તેની બેસ્ટફ્રેન્ડ સાક્ષી ચૌધરી પણ છે. તસ્વીરો જોઇને જ અંદાજો આવી જાય છે કે બંને વચ્ચે કેટલી સારી કેમેસ્ટ્રી છે. ફિલ્મોમાં આવ્યા  પહેલા દિશા વિજ્ઞાપન અને મ્યુઝીક વિડીઓ પણ કરી ચુકી છે. તેનો “Cadbury Silk Bubbly” વાળું વિજ્ઞાપન ખુબ જ પોપ્યુલર હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા ટૂંક સમયમાં 2020 માં રીલીઝ થનાર ફિલ્મ ‘મલંગ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનીલ કપૂર, કૃણાલ ખેમૂ અને આદિત્ય રોય કપૂર જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!