આ 10 ફેમસ કંપનીઓની જબરદસ્ત ઓફીસ જોવા જેવી – કર્મચારીઓને મળે છે આ ખાસ સુવિધાઓ…

કર્મચારીઓ માટે કામ અને કામથી વધુ મહત્વની કામ કરવાની જગ્યા અને ત્યાનું વાતાવરણ હોય છે. જો ઓફીસને કંઇક અલગ જ રીતે અથવા તેનું ઇન્ટીરિયલ અલગ જ અને આલિશાન હોય તો કર્મચારીઓમાં કામ કરવાની ક્ષમતા અને ઉત્સાહમાં પણ વધારો થાય છે. આજે આપણે દેશ-દુનિયાની સૌથી ફેમસ કામોનીઓની જબરદસ્ત અને આલિશાન ઓફિસોની તસ્વીરો જોવાના છીએ તો ચાલો જોઈએ…

ગૂગલ – હૈદરાબાદ :


જબરદસ્ત ઈન્ટિરિયલને લીધે ફેમસ હૈદરાબાદની ગૂગલની ઓફીસ ઘણી બધી સુવિધાઓને લીધે પણ ફેમસ છે. અહી અલગ અલગ પ્રકારની ગેમો પણ રમવામાં આવે છે. કર્મચારીઓને મનોરંજન પૂરું પાડવા માટે દરેક પ્રકારની એક્ટીવીટી કરવામાં આવે છે.

મિત્રા બેંગ્લોર :

બેંગ્લોરમાં આવેલ આ ઓફીસ પણ ઈન્ટિરિયલને લીધે વખણાય છે. જો કે આ ઓફીસ એટલી વિશાલ નથી માત્ર ચાર જ ફ્લોરમાં આવેલી છે. પરંતુ ડીઝાઈનને લીધી આજે ટોપમાં છે. અહી દરેક ફ્લોર અલગ અલગ રીતે ડીઝાઈન કરવામાં આવ્યા છે.

ફ્રેશ ડેસ્ક, ચેન્નઈ :

ચેન્નઈમાં આવેલ ફ્રેશડેસ્કની ઓફીસ પણ ઈન્ટિરિયલને લઈને પ્રખ્યાત છે. અહીની દીવાલો પર અલગ અલગ ડીઝાઈનો બનાવામાં આવી છે. ઓફિસમાં પ્રવેશ કરતા જ માઈન્ડ ફ્રેશ થઇ જાય એવો લૂક છે ફ્રેશડેસ્ક ઓફીસનો. અહી કર્મચારીઓ માટે ટેબલ ટેનીસ અને ફૂટબોલ જેવી રમતોની પણ સુવિધા ઉપલબ્ધ છે.

માઈક્રોસોફ્ટ ગુરુગામ :

ગુરુગામમાં આવેલ માઈક્રોસોફ્ટની આ ઓફીસની ડીઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે કામ કરતી વખતે કર્મચારીઓને રીયલ પ્રકૃતિનો અહેસાસ કરાવે છે. ડીઝાઈનમાં મોટાભાગે નારંગી કલર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સંસ્કૃતમાં અલગ અલગ શ્લોકો પણ લખવામાં આવ્યા છે. તેમજ કર્મચારીઓ માટે કેફે, ફોન રૂમ અને લાઈઝની પણ સુવિધાઓ છે.

પેગા સિસ્ટમ – હૈદરાબાદ :

જણાવી દઈએ કે આ એક અમેરિકન સોફ્ટવેર કંપની છે. આ ઓફીસ અલગ અલગ કલરથી કલરફૂલ બનાવવામાં આવી છે. તેમજ કર્મચારીઓ માટે પણ અલગ અલગ રમતની સુવિધા ઉપલબ્ધ છે.

લૂક અપ ઓફીસ – બેંગ્લોર :

આ ઓફીસ માં વચ્ચો વચ્ચ ગોળાકારનું ઈન્ટિરિયલ કરવામાં આવ્યું છે કે ઓફીસનું આકર્ષણનું કેન્દ્ર છે. કર્મચારીઓને કોલ કરવા માટે અહી મોટા મોટા લાલ કલરના બૂથ પણ રાખવામાં આવેલ છે. તેમજ આખી ઓફીસનું ઈન્ટિરિયલ જબરદસ્ત રીતે કરવામાં આવ્યું છે અને તે કૂલ લૂક આપે છે.

પિરામલ એન્ટરપ્રાઈઝ:

અ ઓફીસમાં પ્રવેશ કરીને કે તેના ફોટા જોઇને તમને લાગશે પણ નહિ કે તમે કોઈ ઓફીસનાં ફોટાઓ જોઈ રહ્યા છો. કેમ કે આ ઓફીસ છે તો જબરદસ્ત પરંતુ તેમાં દરેક દિવાલ પર ગામડાની થીમ ડીઝાઈન કરવામાં આવી છે. તેમજ અહી કર્મચારીઓને નાસ્તો પણ ફ્રિ આપવામાં આવે છે. અહી અલગ અલગ રમતો ઉપરાંત જિમ, મસાજરૂમ પણ છે.

એપલ ડેટા સેન્ટર :

કેલીફોર્નીયામાં સૌથી ફેમસ ઈન્ટિરિયલમાંનું એક એટલે એપલ ડેટા સેન્ટર ઓફીસ, કહેવામાં આવે છે કે આ એપલની સિક્રેટ ઓફીસ છે. આ ઓફીસને બહારથી જોઇને કોઈ અંદાજો પણ નહિ લગાવી શક કે આ કોઈ ઓફીસ છે.

અમેઝોન, સીઆટેલ, વોશ :

અમેઝોનનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. જણાવી દઈએ કે અમેઝોન દુનિયાની સૌથી ટોપ રીટેલર કંપની બની ચુકી છે. તો પછી બેશક તેની ઓફીસ તો આલિશાન હશે જ. અમેઝોનની આ ઓફીસમાં કઈ પણ કમી નથી. બાહરથી જ એટલી જબરદસ્ત દેખાય છે.

ફેસબુક કેલીફોર્નિયા :

કેલીફોર્નીયાના મેન્લો પાર્કમાં ફેસબુકની નવી ઓફીસ આવેલી છે. વિશ્વના જાણીતા આર્તીક્સે આ કેમ્પસ ડીઝાઈન કર્યું છે. અહી અલગ અલગ પ્રકારની એક્ટીવીટી કરવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!