ફિલ્મોમાં આવ્યા પહેલા પરણિત હતા આ 8 સિતારાઓ – ફેમસ થતા જ આ 3 સિતારાઓએ લઇ લીધા તલાક

બોલીવુડમાં સફળતા મેળવવાનો કોઈ મંત્ર નથી. બસ તમારામાં હુન્નર હોવું જોઈએ અને તમારૂ કિસ્મત સારું હોય તો તમે અહી હિત થઇ શકો છો. સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય કે જો બોલીવુડમાં જવું હોય તો લગ્નના લફડામાં પડવું ન જોઈએ. પહેલા તમારું કરિયર બનાવી લો પછી લગ્ન કરવા. બોલીવુડમાં ઘણાબધા સિતારાઓએ આ રૂલ્સ અપનાવ્યો પણ છે.

પરંતુ આજે અમે તમને બોલીવુડના અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને બોલીવુડમાં આવ્યા પહેલા જ લગ્ન કરી લીધા હતા. એવામાં તેના લગ્ન કરવા અને તેની પત્નીનો સાથ તેના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયો હતો. તેમજ આમાંથી ત્રણ સિતારાઓ એવા પણ છે જેને ફેમસ થયા પછી છૂટાછેડા લઇ લીધા.

1 આમીર ખાન :

બોલીવુડના મિસ્ટર પરફેકટનિસ્ટ તરીકે ઓળખાતા આમીર ખાનનું દિલ તેની પડોસી રીના દત્ત પર આવી ગયું હતું. ધર્મ અલગ હોવાથી બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા. આમીર અને રીનાના લગ્ન ૧૯૮૬ માં થયા હતા. તેના બે વર્ષ પછી અમીર ૧૯૮૮ માં ‘કયામત સે કયામત તક’ નામનાં ફિલ્મમાં જોવા મળ્યા. ત્યારબાદ 2002માં આમીર અને રીનાએ તલાક લઇ લીધા. ત્યારબાદ આમીર ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કરી લીધા.

2 ફરહાન અખ્તર :

ફરહાન અખ્તરે વર્ષ 2000 માં અધુના ભબાની સાથે લગ્ન કાર્ય હતા. ત્યારબાદ તેને વર્ષ 2001 માં જબરદસ્ત ડાયરેક્ટર “દિલ ચાહતા હૈ” ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2017 માં ફરહાન અને અધુનાના છૂટાછેડા થઇ ગયા.

3 અર્જુન રામપાલ :

અર્જુને વર્ષ 1991માં મેહર જેસીયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ પછી તેને ફિલ્મ “દીવાનાપન” થી બોલીવુડમાં એન્ટ્રી કરી. ગયા વર્ષે જ અર્જુને તેની પત્ની મેહર સાથે છૂટાછેડા લીધા.

4 શાહરૂખ ખાન :

બોલીવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન પણ બોલીવુડમાં આવ્યા પહેલા પરણિત હતા. વર્ષ 1991 માં શાહરૂખ ખાન અને ગૌરી બંને લગ્ન જીવનમાં જોડાયા હતા. અને વર્ષ 1992 માં ફિલ્મ “દીવાના” થી શાહરૂખ ખાને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

5 આયુષ્માન ખુરાના :

બોલીવુડના નવા સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાએ તેની બાળપણની ફ્રેન્ડ તાહિરા કશ્યપ સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2012માં ફિલ્મ ‘વિકી ડોનોર’ થી આયુષ્માનએ ફિલ્મમાં એન્ટ્રી કરી. તેની આ ફિલ્મ હિટ સાબિત થઇ.

6 સુનીલ શેટ્ટી :

બોલીવુડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ વર્ષ 1991 માં માના શેટ્ટીએ લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ પછી તેને ફિલ્મ “બલવાન” થી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

7 આર. માધવન :

માધવને 1999 માં સરિતા બિરજે સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે 2000 માં પહેલી વાર તમિલ ફિલ્મ Alaipayuthey માં જોવા મળ્યા હતા. જો કે લગ્ન પહેલા માધવન ટીવી સીરીયલમાં આવી ચુક્યા છે.

8 રાજ કપૂર :

બોલીવુડના મહાન અભિનેતા રાજ કપૂરે 1946 માં કૃષ્ણા કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1947 માં ‘નીલ કમલ’ ફિલ્મથી રાજ કપૂરે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. જો કે બાળ કલાકાર રૂપે તે 10 વર્ષની ઉંમરે જ મોટા પર્દા પર જોવા મળ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!